Hetshri Keyur

Horror

3  

Hetshri Keyur

Horror

હવેલી

હવેલી

8 mins
1.7K


  મોટા મોટા એકદમ જૂના દરવાજા પવન ને કારણે હલતા હતાં અને એમાંથી ચિચૂડ કિચુડ અવાજ આવતો હતો અને મોટી મોટી બારીઓ વરસાદી પવન થી ભટકાતી હતી,ઘરમાં વીજળી હતી નહીં અને બહાર પણ ખુબજ અંધારું હતું વરસાદ ને કારણે શેરી ની લાઈટ પણ ચાલુ બંધ થતી હતી,વીજળી નાં કડાકા નાં અવાજ માં કૂતરા રોતા હતાં,એવામાં હવેલી માં દીવાન ખંડ માં બેઠેલા ઘરના સભ્યો માંથી સૌથી મોટી ઉંમર નાં મહિલા બોલ્યા,"એ કેટલી વાર છે ચ્હાને !"ચ્હા બનાવે છે કે ચ્હાનો બગીચો !?"કહી ઘરના સૌથી નાના વહુને વઢતા દાદી સાસુ બોલ્યા.

વહુ દોડી ને આવ્યા દાદી માં હું તો ઊભી છું રસોડા ની બહાર મને ડર લાગે છે રસોડા માં જતા,કોઈ આવો ને અહી કહી ધ્રુજતા અને ડરના અવાજ માં નીતા વહુ બોલ્યા !"અરે અમારું ઘર છે કોઈ ભૂત બંગલો નથી કે જ્યારે હોય ત્યારે ડર લાગે ડર લાગે કહે છે ઊભી રહે હું એવું છું તુ છે ને તારો મોબાઇલ લઈ બેસી જા હો ને ડર નાં બધા બહાના છે હવે !"બોલતા બોલતા નીતા નાં સાસુ માં ઊભા થયા અને રસોડા બાજુ ચાલવા લાગ્યા, "બા,નીતા કહે છે તો કૈક વાત તો હશેજ ને !એમ ખોટું ન બોલે એ !" કહી નીતા નો વાર નીતિન બોલ્યો એમના દાદી ને,સાંભળતા ની સાથે જ દાદી બોલ્યા, " એ રોયા ! તું મને કહે છે હે ? તારી દાદી છું હું હમજ્યા !ભાઈ !બધું જાણું છું હો ! આ બધા તમારા જુવાનિયા નાં બાના છે મારી વહુ નીલિમા સાચું કે છે હો ને મારા ભાઈ તું તારી બાયડી નાં જાજા ઉપ્રાના ન લે સમજ્યો ને !? કહી દાદી એ ચશ્મા માંથી નીતિન ની સામે જોયું. નીતિન ચૂપ થઈ ગયો એવામાં નીતા પાસે નીલિમા પહોંચી ગઈ,અને કહ્યું "શું છે દેખાડ મને હું પણ જોઉં ભૂત કેવું હોય ! એ તું ભણેલ ગણેલ થઈ એવું બોલે સારું ન લાગે બેટા કહી એને સમજાવતા હાથ પકડી રસોડા માં લઇ ગઈ.

         નીતા બોલી" સાસુ માં સાચું કહું છું રસોડા માં ગોળા પાસે માથું હતું લોહી થી તરબોળ ! અને ગેસ એની આપો આપ ચાલુ બંધ થતો હતો" કહી ધ્રુજતા અવાજે રડવા લાગી. એને સમજાવી નીલિમા બહાર લઈ ને આવી રાત ના બધાજ સભ્યો જમી ને પોતાના ઓરડા માં સૂવા ગયા,અને થોડા કલાક માં હવેલી માં વેરાન શાંતિ છવાઈ ગઈ,બહાર વરસાદ પણ ધીરો પડી ગયો હતો ,ધીરા ધીરા વરસાદ નો અવાજ એમાં રાત ના કીડા અવાજ કરતાં હતાંં,કૂતરા પણ રડતા હતાં અને અચાનક નીતા ને બારી પાસે હાથ નાં છાપા દેખાણા,નીતા ને ડર ને કારણે રોજ નીંદર મોડી આવતી હતી, હાથ નાં છાપા દેખતા નીતા એ નીતિન ને કહ્યું નીતિન ઊઠી જાવ જટ કરો જો નીતિન જો ! નીતિન ને મહા મહેનતે ઉઠાડ્યો, તો નીતિન ઊઠી ને જોયું તો બારી પાસે કઈજ નાં હતું,નીતા ખુબજ વધુ ડરી ગઈ કે એવું કેમ બને કે મને જ બધા અનુભવ થાય છે !

 રાત આખી ડર માં નીતા સુતીજ નહીં, બીજો દિવસ થયો નીતા રસોઈ કરતી હતી શાક લેવા માટે ફ્રીઝ ખોલ્યું તો એના પગ પાસે કાપેલ હાથ પડ્યો ! નીતા ખુબજ ડરી ગઈ અને પોતાની જાતને એકલી અનુભવવા લાગી કારણ કોઈજ એનો વિશ્વાસ કરતું ન હતું ! રાતના ૨ વાગ્યા હતાં ઘડિયાળ નો અવાજ અવ્યો મોટા મોટા ડંકા પડ્યા,નીતા ને માંડ નીંદર આવી તી ત્યાં એ ડર માંજ સફાળી જાગી ગઈ અને બેસી ગઈ ! થતું હતું પાણી પી લઉં ડર ઓછો લાગશે જોયું તો જગ માં પાણી ન હતું ! નીતા ડરતા ડરતા પગથિયાં ઉતારવા લાગી,ઓચિંતું એના પર બે હાથ અને ખાલી ધડ વાળું અને મોઢા પર આંખ ફૂટેલ અને મોટા મોટા નખ વાળું ભૂત લટકી ગયું ! નીતા ડર ને કારણે દોડવા ગઈ તો પગથિયાંથી નીચે આવી અને પડી ગઈ ઘરના બધાજ સભ્યો દોડી મે આવ્યા અને નીતા ને દવાખાને લઈ ગયા નીતા બેભાન થઈ ગઈ હતી અને ખુબજ ઘાયલ પણ થઈ હતી !

    નીતિન ખુબજ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, "હું કેતો હતો ને કે કરી નીતુ આવી નથી ખોટું ન બોલે ! કોઈ મારું માન્યું નહીં જોયું ને !" કહી રડવા લાગ્યો.નીતા અને નીતિન નાં લગન ને માત્ર ૩મહિના થયા હતાં પરંતુ નીતા જોડે એવા ઘણા અનુભવ થયા હતાં એ માનો આ બનાવ એટલા માટે મોટો હતો કારણ એમાં નીતા નાં જીવ પર ખતરો થયો હતો !

   બધા જ ઘરે ગયા રાત પડી અને બધા સભ્યો સુઈ ગયા હતાં,એવામાં નીતા નાં સસરા ને કોઈ એ ઉઠાડ્યા હાથ થી હલાવીને ઉઠી ને જોયું તો સામે લાલ સાડી માં છુટા વાળ અને માથું પાછળ આગળ વાળ એવી મહિલા ઊભી હતી ! નીતા નાં સસરા ને કઈજ સમજાય એ પહેલા એ મહિલા ગાયબ થઈ ગઈ અને ઓરડા નો દરવાજો ખૂ્લો બંધ થવા લાગ્યો અને પંખો ખુબજ ઝડપથી ફરવા લાગ્યો !નીતા નાં સસરા દોડી ને ઓરડા ની બાર નીકળી ગયા અને સીડી પાસેજ આખી રાત સૂઈ રહ્યા,બીજે દિવસે નીલિમા બહેન ગાર્ડન માં પાણી પાતા હતાં ત્યાં પાણી નાં પાઇપમાંથી લોહી નીકળવા માંડ્યું ! 

     નીતા નાં સાસુ અને સસરા ને થતું હતું બંને ને અનુભવ થયો છે હવે આપણે ઘરના સભ્યો ને કહેવું જોઈએ,અને બધા ને દીવાન ખંડ માં એકઠા કર્યા અને ઘરના સદસ્યો ને બધુજ કહ્યું.

    ઘરના સભ્યો ને માનવામાં આવ્યું નહીં, દાદી બોલ્યા" એ હવે તમે લોકો પણ આ ભણેલ ગણેલ ની વાતો માં આવી ગયા હે ! આપણા મહેનત ની કમાઈ નાં મહેલ વિશે એવું બોલો છો હે? શરમ નથી તમને આવડી ઉંમરે ડર લાગે છે ક્યો છો તે હે !"કહી ને રીત સર નાં બંને ને વઢી જ નાખ્યાં !વડીલ હોવાથી બંને માંથી કોઈ પણ કઈજ બોલ્યું નહીં અને ચુપ્પી કરી લીધી,એવામાં રાત પડી અને વરસાદી માહોલ હતો ખુબજ અંધારું હતું અને ઘરમાં લાઈટ પણ ચાલી ગઈ,બધાજ સુઈ ગયા હતાં પરંતુ દાદી ને એકદમ નીંદર ઉડી ગઈ અને એણે કૈક હસવાનો અવાજ સાંભળ્યો તો થયું કોણ અત્યારે એમ હસતું હશે? સારું લાગે છે કોણ છે હમણાં ચૂપ કરવું કૌ સૂઈ જાવ ! બધા માં છોકરમત છે હો વિચારી ઊભા થયા.બહાર નીકળવા માટે દરવાજો ખોલવા ગયા તો પાછળ થી કોઈ મહિલા ખુબજ બળી ગયેલ ચામડી અને આંખ વગર ની અને મોટા મોટા વાળ વાળી મહિલા એ એનો હાથ પકડી લીધો !દાદી ખુબજ ધ્રુજવા લાગ્યા બોલ્યા"એ કોણ છો તું એ ! કહી ધ્રૂજવા લાગ્યા અને પરસેવાવાળા થઈ ગયા,ત્યાં એ મહિલા ગાયબ થઈ ગઈ !

 ઘરના મોટા ભાગના સભ્યો ને એવો અલગ અલગ અનુભવ થવા લાગ્યો રોજ રાત હોય કે પછી દિવસ ! બધાં સભ્યો એ નક્કી કરી અને તાંત્રિક ને બોલાવ્યા,તાંત્રિક વિધિ કરાવી અને જે કોઈ આત્મા હોય એનો રસ્તો કરવા નો નક્કી કર્યું !તાંત્રિક એ જણાવેલ પ્રમાણે બધાજ સભ્યો કહ્યું ત્યાં બેસી ગયા અને તાંત્રિક એ વિધિ ચાલુ કરી થોડા કલાક માં ખુબજ અંધારું થઈ ગયું અને હવેલી નાં બારણાં ખખડવા લાગ્યા અને બરી ખુલ બંધ થવા લાગી અને હવેલી ની લાઈટ ચાલુ બંધ થવા લાગી બહાર કૂતરા અને શિયાળ નાં અવાજ આવવા લાગ્યા !. અને એક માથા વગરની મહિલા બધા ની સામે આવી તાંત્રિક દ્વારા નિયત જગ્યા એ ઊભી રહી ગઈ !

    બધા જ ખુબજ ડરી ગયા !મહિલા ખુબજ ભયંકર હાસ્ય કરવા લાગી અને હાથ માંથી લોહી ના ઘા કરવા લાગી અને પગ પછાડી ધૂળ ઉડાડવા લાગી !તાંત્રિક ની સામે જોઈ બોલી ! એ ! મને કેમ હેરાન કરી હે ! તાંત્રિક બોલ્યો , " એ હેરાન તો તું કરે છે બધા ને ! સમજે છે શું તું હે પોતાની જાતને ! કહી એની પર હવન ની ભસ્મ નાખી.. ભસ્મ પડતા ની સાથેજ મહિલા પડી ગઈ અને બોલી" એ મારું મકસદ પાર કરીને રઈશ સમજ્યો !" કહી મોટા મોટા હાથ કરી લાંબા અને તાંત્રિક નું ગળું પકડવા પ્રયત્ન કર્યો ! તાંત્રિક બોલ્યો "તું તારે શું મકસદ છે બોલ શું ઈચ્છા છે અધૂરી પૂરી કરી નાખીએ અમે પણ તું ચાલી જા અહીથી !"

 "મારે અહી રહે એને શાંતિથી રહેવા નથી દેવા બોલ શું કરી શકશે તું?"કહી ગોળ ગોળ ફરવા માંડી એક જ જગ્યા એ. તાંત્રિક બોલ્યો, "એ આ લોકો એ તારો શું બગડ્યો છે ભવ જે કારણે તું કહે છે હે !સમજે છે શું તું હે !" કહી બોલ્યો હાથ માં ભસ્મ પછી લઈ ને ," બોલ સાચું સુ છે કારણ !" બાકી નાખી દઈશ ભસ્મ તને ભસ્મ કરી દઈશ બોલીશ તો મોક્ષ થશે થતો હોય તો બાકી ક્યાંય ની નઈ રહે સમજી ભટકિશ તો પણ કોઈ ને હેરાન નઈ કરી શકે પૂરી દઈશ તને આ ઢીંગલી માં સમજી !"સાંભળી એ બોલી,"એ બિવડાવજે બીજી ને હો ! આ જીગી ને નહીં;" કહી ખુબજ ભયંકર હાસ્ય કરવા માંડી એના હાસ્ય થી હવેલી ગુંજી ઉઠી !

તાંત્રિક એની પાસે ગયો અને હાથ પકડતા બોલ્યો, જાશ કે પૂરું તને ઢીંગલી માં બોલ !હાથ જતકોર્તા બોલી "એ તાંત્રિક બઉ જાણવું છે તારે હે !લે સંભાળ ,કહી પોતાની આપ વીતી કહી ,બોલી હું જિગી છું મારા પિતા ને મોટો ધંધો હતો,કાકા એ પૈસા ખાઈ ખાઈ અને મારા પિતાની ફેક્ટરી ને દેવામાં ઉતરી દીધી અમારી હવેલી હતી સમજી ગયો ! અમારી હવેલી હતી લીલામ કરવી પડી મારા પિતા એ !મારા પિતા અને માતા ને મોત આવી ગયું આ હવેલી લીલામ થઈ ત્યારે ! દર્દ થી બોલી પછી મને ખ્યાલ આવ્યો મારા કાકા છે આ પાછળ મે બધીજ સાબિતી ભેગી કરી અને કાકા પાસે ગઈ ,કાકા ને કહ્યું તમને હું મૂકીશ નહીં તમારે કારણે મારી હવેલી ગઈ મારા માતા પિતા ગયા અને અમારી પરસેવાની કમાણીની હવેલીમાં અમે રહી ન શક્યા ! કાકા ઊભા થયા અને કહ્યું ચાલ બેટા હવેલી જોઈએ છેને તારે !એમાં ભાઈ અને ભાભી નો ફોટો રાખજે બસ ! તું રઈશ તો ભાઈ ખુશ થશે એમને કહું વેચાતી દે હું પૈસા દઈશ કહી ને મને અહી લયાવ્યાં,દર્દ માં બોલતી ગઈ એ મને લાયાવ્યા હું પોચી ને હવેલી સામે જોતી હતી કાકા એ પાછળ થી મને ચેઈન ગાળામાં રાખી અને મને મારી નાખી બોલ્યા જા તારા બાપ અને માં પાસે રહેવું હતું ને રે હવેલી માં !કહી મારા કટકા કરી મને બાળી નાખી !મે એટલે નક્કી કર્યું હું તો રહી ન શકી કોઈ ને રહેવા પણ નહીં દઉં અને ત્રણ મહિના પહેલા જ તમે લોકો એ આ હવેલી ખરીદી હું આવી ગઈ મારા મોતને એક અઠવાડિયું પણ નહોતું થયું !હું આવી ગઈ અને નક્કી કર્યું સુખ થી રહેવા દઈશ નઈ અને મેળ આવશે કાકા ને કોનાં શરીર માં ગરીને મારી નાખીશ !

 સાંભળી ને તાંત્રિક બોલ્યો" એ તારો ગુસ્સો તારી જગ્યા એ સાચો છે પણ આ લોકો એ તારું કઈજ બગડ્યું નથી તું પોતે તો રહી ન શકી રહી શક્યા એને તો રહેવા દે" ! સાંભળી બોલી તો મારા બદલા નું શું ! મારી ને રઈશ એ પાપી ને તો કહી દર્દ થી બોલવા માંડી, તાંત્રિક બોલ્યો " જો તારા કાકા નાં શરીર એ તારું કઈજ બગડ્યું નથી જે કંઈ પણ કર્યું હોય ખરાબ એ ખરાબ તત્વ કરાવે માણસ ને ખરાબ કર્મ સમજી ! તો હવે એક ઢીંગલો બનાવીશ એમાં તારા કાકા નાં ખરાબ કર્મ કર્યું એ ભાગ ને બોલાવીશ અને એને તું મારી નાખજે સમજી !સાંભળી અને એને નિરાંત થઈ એને કહ્યા પ્રમાણે ઢીંગલા માં એના કાકા નાં ભાગને બોલાવી અને એનું કાસળ કાઢી નાખ્યું,અને ખુબજ મોટા મોટા વીજળી નાં અવાજ આવવા લાગ્યા અને હવા ચાલવા લાગી અને એ સ્ત્રી ગાયબ થઈ ગઈ અને હવેલી કાયમ માટે ભૂત થી મુક્ત થઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Horror