Bhanu Shah

Inspirational

3  

Bhanu Shah

Inspirational

જીવન જીવવાની કળા

જીવન જીવવાની કળા

1 min
216


ભગવાને આપણને બે સરસ ભેટ આપી છે.

સમય અને તક, જેનો ઉપયોગ કરીને ગમે તેવા પ્રતિકુળ સંજોગોમાં પણ આપણે જીવનનો બાગ આબાદ રાખી શકીએ છીએ.

 ૨૦૨૦,૨૦૨૧ આ વર્ષ કોરોનાકાળનો, ખુબ જ દુષ્કર સમયગાળો હતો.જેમાં આપણે સ્વજનો,આવકનાં સાધનો સહિત ઘણું ગુમાવ્યું છે. જે ખોટ ક્યારેય પુરાશે નહીં.

મારી વાત કરું તો આ સમયગાળા દરમ્યાન બહારની બધી જ પ્રવૃતિઓ ઠપ્પ હતી ત્યારે

મેં મારામાં 'સ્વ'ની ખોજ કરી.

હું સોશ્યલ વર્કર હોવાં ઉપરાંત ઘણાં ગ્રુપ સાથે જોડાયેલી છું. મને નવી નવી પ્રવૃતિઓ શીખવાનો શોખ બાળપણથી જ છે. કોરોનાકાળમાં મને સમય અને તક મળ્યાં.

દુવા સ્માર્ટ ફોનને કે જેમાં યુ-ટ્યુબ અને ગુગલને ગુરુ દ્રોણ બનાવીને એકલવ્યની જેમ ઘણું શીખી જેમ કે કેન્વાસ પેઈન્ટિંગ, ફેબ્રિક પેઈન્ટિંગ, ટાઈ એન્ડ ડાઈ વગેરે. મને રંગો સાથે કામ કરવું ખુબ જ ગમે છે. લેખનનાં જુદાં જુદાં ગ્રુપ સાથે જોડાઈને ઘણાં નવાં આયોગ શીખી અને લખ્યું. અત્યારે મારી પાસે 

મારી પોતાની લખેલી ૨૦૦થી વધારે કૃતિઓનો

સંગ્રહ, ૫૦ થી વધારે કેન્વાસ પેઈન્ટિંગ્સ છે.

જે મારી જીવનમાં કમાયેલી મૂડી છે.

એક એક પળની મારે મન કિંમત છે. હજી ઘણું શીખવું છે.

જીવન સુંદર છે. કેમ જીવવું એ આપણાં વિચારો પર આધારિત છે. જે વિપરિત સંજોગોમાં પણ પોતાની જાતને ખુશ

રાખી શકે છે તેની સાથે જ જિંદગી પણ તાલ મિલાવીને ચાલે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational