"Komal" Deriya

Others

3  

"Komal" Deriya

Others

જીવન

જીવન

1 min
227


ક્યારેક આપણે એટલા કોમળ બની જઈએ છીએ કે

અજાણ્યાની તકલીફ પણ આપણને અંદર સુધી હચમચાવી શકે, 


અને

ક્યારેક આપણે એટલા નિષ્ઠુર બની જઈએ છીએ કે 

પોતાની તકલીફ પણ આપણી આંખમાં આંસુ ના લાવી શકે, 

ક્યારેક આપણે એટલા સ્વાર્થી બની જઈએ છીએ કે 

બીજાંના દુઃખ પણ આપણને પોતાના જ લાગે,


અને 

ક્યારેક આપણે એટલા દિલદાર બની જઈએ છીએ કે 

આપણાં દુઃખો પણ આપણને પોતાના ના લાગે,

ક્યારેક આપણે એટલા સારા બની જઈએ છીએ કે 

દરેકની ખુશીનું કારણ બની એના હકદાર બનીએ,


અને 

ક્યારેક આપણે એટલા ખરાબ બની જઈએ છીએ કે 

રોજ પોતાની ખુશી થી જ દૂર ભાગતા હોઈએ.


Rate this content
Log in