Rohini vipul

Inspirational classics tragedy

3  

Rohini vipul

Inspirational classics tragedy

જીવનમંત્ર

જીવનમંત્ર

2 mins
12K


વૈભવી અને શૈલી બંને ખાસ સહેલી. બંને પાક્કા પાડોશી અને પાક્કી સહેલી. પણ બંને ના સ્વભાવમાં જમીન આસમાન ની ફરક. વૈભવી ખૂબ તોછડી અને ઘમંડી જ્યારે શૈલી ખૂબ નિખાલસ અને મળતાવડી. બસ બંને એકબીજાના મિત્ર, બીજી કોઈ સરખામણી નહિ.

બંનેને એક એક દીકરા હતા. બંને ના લગ્ન થયાં. નવી વહુઓનું આગમન થયું. ધીમે ધીમે સમય વહી રહ્યો હતો. વૈભવી એની વહુ સાથે ખૂબ જ ખરાબ વર્તન રાખતી હતી. એણે વસાવેલી વસ્તુઓનું એને ખૂબ અભિમાન હતું. અને હંમેશા વહુ ને સંભળાવતી. દરેક કામ માં વાંધા વચકા કાઢતી. હંમેશા એની પર બરાડા પડતી. વૈભવી વહુ અને એનો દીકરો બંને ખુબ કંટાળ્યા હતા.

બીજી બાજુ શૈલી ખૂબ જ પ્રેમાળ વર્તન કરી રહી હતી. એની વહુ ને દીકરી કરતાંય વિશેષ પ્રેમ આપી રહી હતી. સાસુ અને વહુ હંમેશા એકબીજા સાથે ફરવા જાય, શોપિંગ માટે જાય. એના ઘરમાંથી હંમેશા હસવાનો અવાજ આવતો. બધા હંમેશા સાથે બેસીને જમતા. ખૂબ જ સુમેળભર્યું વાતાવરણ હતું શૈલીના ઘરમાં. એનું કારણ શૈલી નો સરળ સ્વભાવ હતો.

એકવાર શૈલીની વહુ શાલિનીને વિચાર આવ્યો એણે શૈલીને પૂછ્યું," મમ્મી, આ વૈભવી માસી અને તમે ખાસ મિત્ર છો. પણ બંને સાવ અલગ. ઘણીવાર એવું થતું હોય કે આપણે જેની સાથે રહીએ થોડાંક તો એની જેવા થઈ જ જાય હોય મમ્મી!"

આગળની વાત શૈલી સમજી ગયી કે શાલિની શું કહેવા માંગતી હતી.

શૈલી બોલી," જો બેટા, હંમેશા માટે મેં એક નિયમ બનાવ્યો છે. હું મારી નજરમાં ગાંધીજી ના ત્રણ વાંદરા રાખું. એની મતલબ કે ખરાબ બોલવું નહિ,ખરાબ સાંભળવું નહિ અને ખરાબ જોવું નહિ. આપણે બધા જ સમજદાર હોઈએ છીએ. સાચી સમજદારી એ જાણવામાં કે આપણાં માટે સારું શું છે? કંઈ વસ્તુ કે સ્વભાવ આપણને નુકસાન કરે છે. હંમેશા સારું જ કામ કરવું તો જ આપણું મન સારું રહે. બસ આ જ મારી જીવનમંત્ર છે દીકરા. અને એટલે જ આપણે બધા સુખી છીએ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational