Ishita Raithatha

Horror Romance

4  

Ishita Raithatha

Horror Romance

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૧૦

ખાનદાની હવેલીમાં લગ્ન,ભાગ - ૧૦

3 mins
337


આટલું કહીને સચિન આંખ બંધ કરે છે ને, તરત સચિનને એવો ભાસ થાય છે કે ફરીથી ગાડીની આગળ રસ્તામાં કોઈ ઉભુ છે, અને આંખ ખોલે છે ત્યાં તરત તે સ્ત્રી ગાડીમાં ભટકાય છે અને સચિનથી ખૂબ જોરથી રાડ પડાય જાય છે.

વાઘમારે સાહેબ: "શું થયું ? સચિન, એ સચિન શું થયું ?"

સચિન: "એ ડ્રાઈવર ભાઈ તમને દેખાતું નથી ?"

ડ્રાઈવર: "સર પણ કહો તો ખરી શું થયું ?"

સચિન: "ગાડીમાં કોઈ સ્ત્રી ભટકાણી. તમને દેખાઈ નહીં ?"

વાઘમારે સાહેબ: "અરે કોઈ નથી. તને પાછો ભાશ થયો હશે."

સચિન: "હું નાનો હતો ત્યારે કોકવાર સપનું આવતું, પરંતુ હવે તો રોજ આ સ્ત્રી દેખાઈ છે. શું કોઈ મને બચાવવાનું કહેતું હશે ? કે આ સ્ત્રી કંઇક બીજું કેવા માગતી હશે ? સાહેબ કંઈ સમજાતું નથી, હું આ સ્ત્રી વિશે વિચારી વિચારીને થાકી ગયો છું."

વાઘમારે સાહેબ: "આટલું બધું ના વિચાર, તું થાકી ગયો છે માટે કદાચ આવા વિચાર આવતા હશે. કોઈ વખત નાનપણ માં કોઈ વાર્તા સાંભળી હોય તો યાદ રહી ગઈ હશે અને યાદ આવ્યે રાખતી હશે."

સચિન: "ભાઈ, તમે ગાડી ચલાવો આપણે બને તેટલું જલ્દી નવાગામ પહોચવું છે."

વાઘમારે સાહેબ: "બેટા, મારા નસીબમાં જેટલું જીવન હશે તેટલું જ રહેશે, વધારે કે ઓછું નહીં થાય. હું પણ નથી વિચારતો, બસ હવે મારા ગામ અને મારા કુટુંબ સાથે જીવવું છે."

સચિન: "સાહેબ, સાચે તમારી હિંમતને દાદ દેવી પડે. સેલ્યુટ છે સર તમને, તમને ખબર છે તમારી બીમારી વિશે છતાંપણ તમે આટલું પોઝિટિવ વિચારો છો."

વાઘમારે સાહેબ: "હા, હું આવોજ છું. તને પણ એક સલાહ આપીશ કે તું પણ જીવનમાં ગમે તેટલી મોટી મુસીબત આવે તો પણ હિંમત હરતો નહીં અને ભગવાન પરથી વિશ્વાસ ડગમગવતો નહીં."

સચિન: "હું તમારી આપેલી આ શિખ ક્યારેય નહીં ભૂલું."

બંને વાતો કરતા હોય છે ત્યાં સચિનના ફોનમાં મેસેજ આવે છે. સચિનનું ધ્યાન તરત ફોન પર જાય છે અને જોવે છે તો કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ હોય છે.ખોલીને જોવે તો તે મેસેજ પૂજાનો હોય છે. સચિન પહેલીવાર પૂજાનો ફોટો જોવા છે, જે પૂજાએ પોતાના વૉટ્સઅપના ડીપીમાં રાખ્યો હોય છે. સચિનના મોઢા પર તે ફોટો જોઈને થોડી ખુશી આવે છે.

વાઘમારે સાહેબ: "મારી હજી એક વાત માન, તું પૂજા સાથે લગ્ન વિશે જાજુ ના વિચાર, હા પાડી દે.

સચિન: "હા પાડી દાવ ?"

વાઘમારે સાહેબ: "પૂજાનો ફોટો જોઈને તારા મોઢા પર ખુશી આવી ગઈ અને મેં હમણાં ફોનમાં પૂજાની વાત પણ સાંભળી, છોકરી પોઝિટિવ છે. ખાલી એટલું જાણજે કે પૂજાને શરતની ખબર છે ને ? અને પૂજા કોઈના દબાણથી આ લગ્ન માટે હા તો નથી કહેતી ને ?"

સચિન: "પૂજા ફોટોમાં તો આટલી સુંદર છે તો જ્યારે રૂબરૂ મળીશ ત્યારે પણ આટલીજ સુંદર લાગશે ? અને હા, સાહેબ તમારી વાત પણ સાચી છે, પરંતુ હું આ વાત કેવીરીતે પૂછું ?"

વાઘમારે સાહેબ: "તું એક કામ કર, તારા પપ્પાને ફોન કરીને કહી દે કે તું લગ્ન માટે તૈયાર છે અને પુજાની નવાગામ આવવાની ટીકીટ બુક કરાવી લે, પછી અહીં પૂજા એકલી હશે તો તમે બંને એકબીજાને ઓળખી પણ લેજો અને તું જાણી પણ લેજે કે, પૂજા પોતાની મરજી થી આ લગ્ન કરે છે કે નહીં."

સચિન: "તમારી વાત સાચી છે. અને આ ફોટા પરથી તો એવું લાગે છે કે પૂજા હજુ નાની છે, કોલેજમાં ભણતી હોય એવું લાગે છે. અથવા આ ફોટો તેનો પહેલાનો હશે."

આ બાજુ પૂજાએ પણ સચિનનો ફોટો તેના ડીપીમાં જોયો, પૂજા પણ થોડી ખુશ થઈ, કે તરત તેનો ભાઈ ખુશ આવે છે ને પૂજાના હાથમાંથી ફોન લઈને સચિનનો ફોટો જોવા છે.

પૂજા: "શું કહેવું છે તારું ? સચિન અને મારી જોડી જામશે ?"

ખુશ: "દેખાવમાં તો સારો છે, સ્વભાવ તો મળીને જ ખબર પડે, બાકી હા એકવાત તો છે, કે આ સચિન વાઘમારે સાહેબની આટલી મદદ કરે છે તો પોતાની પત્ની નું તો જીવથી પણ વધુ ધ્યાન રાખશે."

એટલામાં પૂજાને સચિનનો મેસેજ આવે છે, અને પૂજા જોવે છે તો સચિને કાલની ટિકિટ મોકલી હોય છે, પૂજા માટે નવાગામ આવવાની. એ જોઈને ખુશ તરત ફોન લઈને સચિનને કરે છે.

સચિન: "હેલો પૂજા !"

ખુશ: "ના, હું પૂજાદીદીનો ભાઈ ખુશ બોલું છું. તમે દીદી માટે ટિકિટ મોકલી તેની જરૂર નથી, હું કાલે મારા ડ્નેરાઈવર લઈને દીદીને મૂકવા આવીશ અને પછી તમને મળીને નક્કી કરીશ કે તમે મારી દીદી માટે યોગ્ય છો કે નહી."

ક્રમશઃ..


Rate this content
Log in

Similar gujarati story from Horror