Dr.Riddhi Mehta

Horror Drama Thriller

3  

Dr.Riddhi Mehta

Horror Drama Thriller

કળયુગના ઓછાયા - ૨૨

કળયુગના ઓછાયા - ૨૨

4 mins
660


રૂહી : દાદાજી મીનાબેન ફરી ક્યારેય પાછા આવ્યા નહી ??

દાદાજી : એ પોતે એક વિધવા હતા...અને નિઃસંતાન હતા‌... સાથે ગુજરાતી નહોતા.... ભણેલા હતા પણ સાસરીયા કે પિયરમાં બહું સપોર્ટ નહોતો એટલે જરૂરિયાતવાળા તો હતા જ....

આ કારણે જ કદાચ એ હોસ્ટેલ માલિકે એમને રૂપિયાથી તેમની બોલતી બંધ કરાવીને ગાયબ કરી દીધા હતા.


એ ફરી આવ્યા છે....અને એમને તું ઓળખે પણ છે.

રૂહી : હું કેવી રીતે ઓળખુ ?? હું કોઈ એવા મીનાબેન ને નથી ઓળખતી....

દાદાજી: એ ફરી આવ્યા છે અહીં પણ એક નવી ઓળખ લઈને....એમને હવે દુનિયા નવા નામથી જ ઓળખે છે....પણ અહીયા ફક્ત હું જ છું જે તેમને મીનાબેન તરીકે ઓળખુ છું.

રૂહી : હવે મારાથી રાહ નથી જોવાથી દાદાજી જલ્દીથી કહો...

દાદાજી : તમારા હોસ્ટેલના રેક્ટર લીનાબેન.

રૂહી : શું એ, એ જ મીનાબેન છે ??

દાદાજી : હા ત્યાં હોસ્ટેલ બંધ થયા પછી મે બીજે નોકરી ચાલુ કરી હતી...પછી આ હોસ્ટેલ શરૂ થતાં મે નજીક હોવાથી ફરી અહીં નોકરી શરૂ કરવાનુ વિચાર્યુ.


હું ત્યાં ગયો મળવા માટે...મને હા પણ પાડી દીધી....પણ જ્યારે મને રેક્ટરને મળવાનુ કહ્યું... હું ત્યાં ગયો...તો એ બીજુ કોઈ નહી પણ મીનાબેન હતા.

મે કહ્યું ,મીનાબેન તમે??

મારા આશ્ચર્ય વચ્ચે એમણે મને ઓળખવાની ના પાડી....તેમને રૂપિયાની જરૂર હતી અને એકલા જ હતા...એટલે કદાચ હોસ્ટેલ ના માલિક અને વધારે કદાચ કેયાના પપ્પા દ્વારા રૂપિયા મેળવીને તે હંમેશા માટે એ દિવસની ઘટનાથી સાવ અજાણ બની ગયા હતા.

મે પુછ્યું , તમે એ દિવસે ક્યાં જતા રહ્યા હતા. હું પોલિસ લઈને આવ્યો હતો ત્યારે ??

એમણે મને કહ્યું , કોની વાત કરો છો ?? હું તમને ઓળખતી પણ નથી...પણ એ મારી આંખમાં આંખ નહોતા મિલાવી શકતા. એ પરથી મને નક્કી થઈ ગયું કે નક્કી કંઈ ગડબડ છે એટલે જ એ આ નવી હોસ્ટેલમાં પહેલેથી જ રેક્ટર તરીકે ગોઠવી દેવામાં આવ્યા હતા.

પછી મને ત્યાં બરાબર ન લાગતા મે ત્યાની નોકરી ન સ્વીકારી...પણ મારા ઘરેથી ત્યાં હોસ્ટેલમાં કચરા પોતા માટે જતા હતા...અને હવે એમના ગયા પછી મારા દીકરાની વહું જાય છે.


રૂહી : હમમમ દાદાજી હવે મને બધુ જ સમજાઈ ગયું...અને તે રેક્ટરને રૂમ બદલવાની વાત કર્યા પછી તેમની સાથેની બધી વાત કરે છે.

પછી રૂહી પુછે છે સમ્રાટનું શું થયું ??

દાદાજી : મને તો એ ક્યારેય મળ્યો નથી પણ મે સાંભળ્યુ હતું કે તે આ ઘટના પછી બહું દુઃખી થઈ ગયો હતો...અને કદાચ તેને સાચી વાતની જાણ થઈ ગઈ હતી એટલે એ કાયમ માટે વિદેશ ચાલ્યો ગયો છે.


રૂહી: દાદાજી આન્ટી અને લીલાઆન્ટી પણ ત્યાં અમારા રૂમમાં કચરા પોતા માટે આવે છે તો એમને કંઈ એવો અનુભવ નથી થયો ??

બેટા આ ફ્લોર તો આ વખતે જ પહેલી વાર શરૂ થયો છે...એટલે તારા આન્ટીને અનુભવ નથી થયો, પણ એકવાર લીલાવહુંને એક દિવસ એ રૂમમાં બાથરૂમમાં એક દિવસ અરીસામાં એક હાથ દેખાયો હતો અને તે ચક્કર ખાઈને પડી ગયા હતા એટલે પછી એને એક અમારા મહારાજ પાસેથી મે એમને એક દોરો કરાવીને પહેરવા આપ્યો છે એ પછી ક્યારેય એવું કંઈ અનુભવ થયાનુ કહ્યું નથી....

રૂહી : પણ મને તો બહું વધારે અનુભવ થાય છે.


અક્ષત : હવે રૂહી જે પણ છે એ સ્પષ્ટ છે કે આવી રીતે મૃત્યુ ને કારણે લાવણ્યાની આત્મા ભટકી રહી છે....અને મીનાબહેન કોઈને ખબર પડે અને એ આગળની ઘટનાની કોઈને જાણ ન થાય એ માટે બધાને થોડા ડરાવીને રાખવાના પ્રયાસો કરી રહ્યા છે.

રૂહી : હવે હું જ એ આત્માને મુક્તિ આપીશ..... કહીને તે દાદાને કહે છે, દાદાજી તમારો ખુબ ખુબ આભાર...‌.મને તમારી જરૂર પડશે તો ફરી આવીશ.

દાદાજી : ચોક્કસ બેટા....

પછી અક્ષત અને રૂહી ત્યાથી બહાર નીકળે છે.


અક્ષત કહે છે , રૂહી પોણા આઠ થઈ ગયા છે....આમ પણ લેટ થઈ ગયુ છે મારે તો વાધો નહી પણ તને જમવાનું મળશે ?

રૂહી : હશે...બકા જે થાય તે હવે વધારે લેટ થશે તો મારી વાર્તા અહીયા જ પુરી થઈ જશે.

હવે તું જા, હું જતી રહીશ....વળી હોસ્ટેલ ની પાસે વળી કોઈ આમ જોશે તો પાછી માથાકૂટ થશે.

અક્ષત : હમમમ..‌.‌.

રૂહી અનાયાસે અક્ષતને ભેટી પડે છે....અને થેન્કયુ કહીને શરમાઈને તે ફટાફટ નીકળી જાય છે.

              

રૂહી તેને કરેલા પ્લાન મુજબ મેડમને સમજાવી દે છે એટલે તે બહું કંઈ કહેતા નથી.

જમવાનું પતાવીને રૂહી,આસ્થા અને સ્વરા ત્રણેય બેઠા હોય છે.... અક્ષત ના કહેવા મુજબ આસ્થા અને સ્વરા માનસિક રીતે તૈયાર છે.


રૂહી અત્યારે તો નોર્મલ હોવાથી તે લાવણ્યાની આખી વાત એ લોકોને કરે છે.....તેના ગળામાં પેલી માળા પણ હોવાથી આ લોકો થોડા ઓછી ચિંતામાં હોય છે.

અને આખરે એ લોકો થોડા હસી મજાક કરીને સુઈ જાય છે.

રૂહી એમ જ સુઈ જાય છે તેના બેડ પર....પણ તેને રાત્રે કપડાંમાં પણ સોર્ટ નાઈટ ડ્રેસ સિવાય કંઈ પહેરે નહી... એટલે તેને ગળામાં પહેરેલી માળા તેને ખુચતા તેણે ઉંઘમાં જ નીકાળી દીધી.


બસ હવે સમય હતો આસ્થા ને ડરવાનો......ફરી એ જ દોઢેક વાગ્યાનો સમય થયો ને આજે રોજ કરતા કંઈ નવું થવાનુ હોય એવા એંધાણ આવી રહ્યા હતા.....આસ્થાને બધી ખબર હોવાથી તેને ઊંઘ નથી આવતી પણ તે કંઈ પણ બોલ્યા વિના પડી રહીને રૂહીના બેડ સામે જોઈ રહે છે પણ તેને વચ્ચે સ્ટડી ટેબલ હોવાથી એ નીકળી ગયેલી માળા દેખાતી નથી.....અને બાજુના રૂમમાં સ્વરા પણ એ જ ચિંતામાં જાગતી હોય છે.


ખબર નહી કોણ જાણે કેમ આજે બધાની ચિંતા કરનાર રૂહી જ સહુંથી શાંતિથી નિંદર માણી રહી છે.


શું રૂહીની એ માળા નીકળવાથી તેને કંઈ થશે કે એ આત્મા આજે ફરી આવશે ?? એ આત્મા દ્વારા આસ્થાનો કે રૂહીનો જીવ જોખમમાં મુકાશે ?? રૂહી મીનાબેન ને એમ જ છોડી દેશે?


ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Horror