Dr.Riddhi Mehta

Horror Crime

3  

Dr.Riddhi Mehta

Horror Crime

કળયુગના ઓછાયા - ૨૭

કળયુગના ઓછાયા - ૨૭

7 mins
782


આસ્થા અને રૂહી એકબીજા સામે જોઈ રહ્યા છે, કે આ કોણ છે ? એકબીજાને આખોથી પુછી રહ્યા છે. સામે આવેલી એ વ્યક્તિ એટલે અનેરી. તેનુ નામ જ અનેરી નહોતી, હતી પણ અનેરી જ. પહેલાં તો ધડામ કરતા આવી રૂમમાં કંઈ પણ વિચાર્યા વિના કે રૂમમાં કોઈ હશે. બીજુ તેનો સામાન જોતા લાગી રહ્યું છે કે જાણે મોટી ટુર પર જવાની હોય. મોટી મોટી બે બેગ, બીજા ત્રણ થેલા...


હોસ્ટેલમાં એક વ્યક્તિ માટે આટલો સામાન ? અને દેખાવ ? અનેરી થોડી નીચી., આમ ચહેરો રૂપાળોને ક્યુટ, પણ માથામાં બે ચોટલા વાળેલા. સાથે ગળામાં એક રૂદ્રાક્ષની માળા, હાથમાં છ છ વીટીઓ નંગવાળી. એવુ જ હાથમાં પણ મણકા અને નંગવાળુ બ્રેસ્લેટ. અને કપડા તો ઉપર બ્લેક કલરનુ ટોપને નીચે મિક્સ રંગવાળો લાબો સ્કર્ટ. સમજાય એવું જ નહોતુ કે કોઈ ગામડાની ગમાર ગોરી છે કે શહેરની ફેશનેબલ છોકરી. સ્કુલમાં ભણે છે કે કોલેજમાં ભણવા આવી છે ? આવુ કોઈ છોકરીઓ આ જમાનામાં રહે ?


પણ અંદર આવતા વેત તે એકજ જગ્યાએ સામાન મુકીને ઉભી રહી ગઈ. નીચે આમતેમ જોવા લાગી. અને બોલી 'આત્મા છે. ભયંકર તાકાતવાન આત્મા છે.' આ સાંભળીને એકદમ રૂહી અને આસ્થા બેડમાથી ફટાક કરતા ઉભા થઇ જાય છે. તેમને આ શું બોલી રહી છે કંઈ જ સમજાયું નહી.

બંને એની સામે જ જોઈ રહ્યા અને બોલ્યા, 'શું કહો છો ?'

અનેરી : 'આ રૂમમાં આત્માનો વાસ છે.'

રૂહી : 'તમે કોણ છો ? અને તમને કેમ ખબર ?'


એ સાથે જ અનેરી જોરજોરથી હસવા લાગી અને બોલી, જસ્ટ ચીલ યાર. હુ છુ અનેરી નાયક. તમારી નવી રૂમમેટ.

આસ્થા તો આમ ડઘાઈને આમ એને જોઈજ રહી હતી, કે આ શું થઈ રહ્યું છે.

અનેરી : 'શું થયું ? કેમ હુ થોડી અલગ લાગુ છું એટલે મને જોઈ રહ્યા છો ? કે મારૂ ડ્રેસિંગ ?'

રૂહી : 'ના, એ તો પોતપોતાની પસંદ હોય. પણ અહી આત્મા છે એવુ કેવી રીતે કહ્યું ?'

અનેરી : 'એ પણ કહુ. પણ હુ સામાન મુકીને ફ્રેશ થઈ જાઉ. જો તમારી પરમિશન હોય તો.

રૂહી : 'હા.'


તે ફટાફટ બાથરૂમમાં જઈને ફ્રેશ થઈને આવે છે. પછી તે પોતાના બેડ પર બેસવા જાય છે. ત્યાં જ રૂહી કહે છે 'અનેરી આ તારો બેડ છે. અહીયા બેસ.' એમ કહીને રૂહી તેના બેડ પર જતી રહે છે.

અનેરી : 'તમને એમ થયું ને કે મને આ કેમ ખબર પડી ? તો સાભળો, મારા પપ્પા, દાદા એમના દાદા બધા જ આ આત્મા-ભુત-પ્રેત બધાના જાણકાર હતા. પણ અમારા કુટુંબમાં સ્ત્રીઓને આ વસ્તુઓ શીખવવામાં ન આવતી હતી. ઘરમા ત્રણ પેઢી પછી મારો જન્મ થયો. હુ એક જ છોકરી. બાકી બધા જ છોકરાઓ. મને જે વસ્તુ મા ના પાડે એ હુ પહેલાં જ કરૂ. આમ આખા ઘરમાં બહુ લાડલી. મારૂ બધુ ચાલે.‌ પણ આ એક બાબત કે તે એ લોકો મને ક્યારેય ન કહેતા કે શીખવતા.‌ મારા ઘરે આ બધા માટે કેટલાય લોકો દાદા અને પપ્પા પાસે આવતા મે જોયા હતા. મને નાનપણથી જ આ બધુ શીખવુ હતુ. પણ મને કોઈ શીખવતુ નહી. મારા સ્વભાવ મુજબ આ વસ્તુમા મને હંમેશા ના પાડતા હોવાથી હુ હંમેશા તે શીખવા ઈચ્છતી. ઘરમાં રૂપિયાની કમી નહોતી.'


'એક દિવસ આખો દિવસ ઘરમાં કોઈ ન હોવાથી મે તેમનો બધો સામાન ફેદી દીધો. અને સાથે જ તેના એક બહુ ઉપયોગી એક પુસ્તક જેને એ લોકો બહુ ઉપયોગી કહીને સાચવતા, પુજા કરતા. મે તેની એક મારા ફળિયામાં રહેતા છોકરા સાથે મળીને એક ગતકડું કરીને આખી બીજી કોપી કરાવી લીધી એક જગ્યાએ જઈને. અને પછી બધુ એમ જ મુકી દીધું. પણ એ છોકરાને એ શેની બુક શુ હતુ કંઈ જ ખબર ન પડવા દીધી. વિધિ કરતા તો મે તેમને જોયા જ હતા. પછી બધાની ગેરહાજરીમાં કે મારા રૂમમાં એ પુસ્તક વાચતી અને એમાં બધુ બતાવેલી વિધિઓ શીખતી. એ વાંચ્યા મુજબ જ મને આજે ખબર પડી કે અહીયા આત્મા છે અને એ પણ આ જગ્યાએ. અને તેને એક વ્યક્તિના શરીર પર તેનો અધિકાર પણ જમાવેલો છે. પણ તે પુરા સમય માટે તે એના પર હાવી નથી રહેતી.

રૂહી : 'એ કોણ વ્યક્તિ છે ? એ તુ કહી શકે ?'

અનેરી : 'એ માટે મારે થોડા મંત્રો જાપ કરવા પડે, પછી કહુ તમને.'


રૂહી એ નક્કી કરવા માગતી હતી કે એ સાચુ બોલી રહી છે કે પછી કોઈની પાસેથી મળેલી બાતમી મુજબ કોઈ અલગ ઈરાદા સાથે આવી છે. અનેરીએ એક બેગ ખોલી તેમાંથી એક ઝેરોક્ષવાળી કાગળોવાળી બનાવેલી બુક કાઢી. થોડી ફાટવા જેવી પણ થઈ ગઈ હતી. બેગની અંદર બીજી થોડી વસ્તુઓ પણ એક કોથળીમાં હતી.થોડી બોટલો પણ. એ જોઈને જ લાગતુ હતુ કે આ પેલી બુકની જ ઝેરોક્ષ છે. રૂહી અને આસ્થાને આમ તાકીને જોતા જોઈને અનેરી બોલી, 'સોરી યાર પણ મે એને બહુ વાર વાંચીને બેહાલ કરી દીધી છે. આમ પણ મારી સાચવણી થોડી નબળી છે. પણ હવે અહી તો સરખી કરી દઈશ.'


પછી તેને કેટલાક પેજ ફેરવીને એક પેજ કાઢ્યું. થોડુ વાંચીને પછી તે આખો બંધ કરીને બેડ પર જ મનમાં કંઈક મંત્ર બોલવા લાગી. લગભગ દસેક મિનિટ જેવુ આમ ચાલ્યું. રૂહી અને આસ્થા એકબીજા સામે થોડીવારે જોયા કરતા. એકદમ જ બંધ આંખો રાખીને જ તે બોલી, મારી પાસેનો બેડ, પંખા પર લટકતી આત્મા ને 'ર' પરથી શરૂ થતા રૂમવાળી વ્યક્તિના શરીર પર કબજો કરેલ છે.એ આત્મા એ.

રૂહી : 'હમમમ, તો તેના માટે તુ એ આત્માને મુક્તિ અપાવવા અમને મદદ કરી શકીશ ?'

અનેરી : 'સાચી વાત કહુ, આ બધી વસ્તુઓ મે અનુભવી છે. પણ આગળનુ તુ કહે છે એ કામ માટે મે વાંચ્યું છે. વિધિ જોઈ છે. પણ તેની અસર કેટલી થાય છે એ મને નથી ખબર. હુ પ્રયત્ન ચોક્કસ કરી શકું. કારણ કે એમ તો બેઝિકથી બધુ શીખી છું જાતે.'

રૂહી : 'હમમમ...પણ એનાથી જો કંઈ ઉલટુ થાય તો ?'

અનેરી : 'એ માટે પણ વાંચ્યું છે પણ અનુભવ્યું નથી કારણ કે ઘરે રહીને આ કંઈ પણ કરવાનો કે ઈવન મારા સિવાય કોઈને ખબર પણ નથી કે મને આ બધુ આવડે છે. પણ એ માટે તમારે લોકોએ મારા પર વિશ્વાસ રાખવો પડે. હુ પ્રયત્ન કરીશ કે કોઈને કોઈ પણ પ્રકારનુ નુકસાન ન થાય.'

આસ્થા : 'સારૂ, અમે સાંજે નક્કી કરીને કહીએ અત્યારે તો બધાએ કોલેજ જવાનું છે. સાંજે તને કહીએ.

***

બધા તૈયાર થઈને કોલેજ જવા નીકળી જાય છે. રૂહી પણ કોલેજ પહોચે છે. તે વિચારોમાં ખોવાયેલી અંદર જાય છે કે ખરેખર અનેરી આ બધુ જાણતી હશે ? તો તો એ અમને સારી રીતે મદદરૂપ થઈ શકશે. હુ એનો નંબર લેતા તો ભુલી ગઈ મારે હવે એને હા પાડવી હશે તો સાંજ પહેલા કંઈ નહી થાય. એમ તે એટલી વિચારોમાં મગ્ન હતી કે અક્ષત સાઈડમાંથી તેને બુમ પાડે છે તે સાભળતી જ નથી. પછી અક્ષત દોડતો દોડતો આવે છે અને તેના માથા પર ટપલી મારતા કહે છે,

'ઓ મારી મા, ક્યાં ખોવાઈ ગઈ છે ?'

અને એ સાથે જ રૂહી જાણે વર્તમાનમાં આવી જાય છે. અને કહે છે, 'અક્ષત તુ ક્યારે આવ્યો ?'

અક્ષત : 'હુ તને તુ ગેટ પાસે એન્ટર થઈ ત્યારનો બુમો પાડુ છુ, તુ છેક અહીં બીજા ગેટ પાસે આવી ગઈ. તુ બરાબર તો છે ને ?'

રૂહી : 'હા બકા, બસ થોડા વિચારોમાં હતી. સમજ નથી પડતી શું કરવુ જોઈએ ?

અક્ષત : 'સાભળ અત્યારે તો ક્લાસમાં જા.. લગભગ બે લેક્ચર પછી કોલેજ છુટી જશે. કારણ કે આપણા એક સિનિયર નુ એક્સિડન્ટથી આજે સવારે જ ડેથ થયુ છે એટલે કોલેજ બંધ હશે. પ્રેક્ટિકલને શરૂ હશે.'

રૂહી : 'અમારે તો આજે પ્રેક્ટિકલ નથી, એટલે હુ તો ફ્રી. પણ તારે ?'

અક્ષત : 'મારે અત્યારે જ દોઢ કલાક પ્રેક્ટિકલ છે. પછી નથી એટલે હુ પણ પછી ફ્રી છું.'

રૂહી : 'સારૂ, અને તેની નજર સાઈડમાં નોટીસ બોર્ડ પર પડે છે અને તેના પર ઓલરેડી અત્યારે રજાની નોટીસ મારી દીધી હતી. પણ નીચે ફર્સ્ટ ઈન્ટરનલ એક્ઝામ નો કાર્યક્રમ હતો.'

રૂહી : 'અક્ષત તો તારે દસ દિવસ પછી એક્ઝામ છે ?'

અક્ષત : 'હા, મને ખબર છે.'

રૂહી : 'તો તુ મારા આ બધામાં તૈયારી કરે છે કે નહી ?'

અક્ષત : 'હા મને ખબર છે એટલે મે સમય પ્રમાણે એડજેસ્ટ કરીને બધી તૈયારી કરી દીધી છે.'

રૂહી : 'હમમમ ગુડ. આમ પણ તમે રેન્કર રહ્યા ફર્સ્ટ યરમાં એટલે તમારે ક્યાં ચિંતા હોય.'

અક્ષત : 'સારૂ હવે ફટાફટ ક્લાસમાં જા. ફ્રી થાય એટલે મળીએ.

***

બંને ફ્રી થતાં પછી ફરી કેન્ટીનમા મળે છે. રૂહી અક્ષતને અનેરીની બધી વાત કરે છે.

અક્ષત : 'તે આપણને મદદરૂપ થઈ શકે પણ એકવાર હુ શ્યામને પુછુ. ક્યારેક ઘણી વિધિઓ એવી હોય છે કે એ કરવાથી આત્મા ક્યારેય મુક્ત થાય નહી. ફક્ત તે શરીર બદલ્યા કરે. તે અજરામર બની જાય. પણ તુ જે પુસ્તક કહેતી હતી એનુ નામ ખબર છે ?'

રૂહી : 'એક આવી પણ દુનિયા છે?" એવુ લખેલું હતું.

અક્ષત: 'આવુ પુસ્તકનુ નામ મે નથી સાંભળ્યુ , તે નેટ પર જોયુ હતું ?'

રૂહી : 'ના મે નથી જોયું.'

અક્ષત : 'તો પહેલા આપણે એ ચેક કરવુ જોઈએ.'


તેમને અનેરીના પુસ્તકના નામવાળી બુક મળશે ખરી ? અનેરી તેમને મદદ કરી શકશે ? શ્યામ હવે આગળ શું કહેશે ? બસ હવે આ આત્માને મુક્તિનો ફાઈનલ રસ્તો ક્યાથી મળશે ? કેવી રીતે મુક્ત થશે લાવણ્યાની આત્મા ?

જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા -૨૮

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror