Kaushik Dave

Drama Tragedy Children

3  

Kaushik Dave

Drama Tragedy Children

કલરવ

કલરવ

1 min
154


"પોપટભાઈ શું કરો છો ?"

પોપટભાઈ ધ્યાનથી કંઈક સાંભળવાનો પ્રયત્ન કરતા હતા. કંઈ બોલ્યા નહીં.

મરઘાભાઈએ ફરીથી પૂછ્યું:-" પોપટભાઈ તમે ધ્યાનમાં છો ?"

હવે પોપટભાઈનું ધ્યાન મરઘાભાઈ પર ગયું.

પોપટભાઈ બોલ્યા:-" હું પક્ષીઓના કલરવ સાંભળવા પ્રયત્ન કરું છું. પણ આ શહેરમાં કંઈ સંભળાતું નથી. એટલે હું એ ગામડાની જુની યાદો, પક્ષીઓના કલરવ યાદ કરવાનો પ્રયત્ન કરું છું."

મરઘાભાઈ:-" તમારી વાત સાચી છે. શહેરના નાગરિકો માટે પક્ષીઓના કલરવ પુસ્તક અને ઓડિયો, વિડિયો પૂરતા જ રહી ગયા. મારો નાનો કહેતો હતો કે આ પક્ષીના કલરવ એટલે શું ?"


Rate this content
Log in

Similar gujarati story from Drama