Aakruti Thakkar

Others

4  

Aakruti Thakkar

Others

કૃતિનો મનરવ ભાગ : ૧૦

કૃતિનો મનરવ ભાગ : ૧૦

4 mins
416


આગળના ભાગમાં આપણે જોયું કે, કૃતિ પોતાની જિંદગીની સફરને પ્રિન્સ સાથે વાગોળતી વાગોળતી ભૂતકાળમાં સરી જાય છે. પ્રિન્સ તેને સ્વસ્થ કરીને ફરી વખત મળવાનો વાયદો તેની પાસેથી લે છે. હવે કૃતિ ફરીથી પ્રિન્સને મળશે ત્યારે શું નવું થશે ? ચાલો જાણીએ..     

કૃતિ પ્રિન્સને ફરી મળવાનો વાયદો કરીને ત્યાંથી નીકળી જાય છે. કૃતિ ઘરે પહોંચીને સાંજના કામમાં પોતાનું મન પરોવે છે, પરંતુ આજે કોઈ કામમાં જાણે તેનું મન ન હતું. તે વિચારોમાં જ ખોવાયેલી હોઈ દરેક કામમાં કંઈકને કંઈક ભૂલ કરી રહી હતી. તેની મમ્મીએ તેને પૂછ્યું, “કૃતિ બેટા શું થયું છે ? ઓફિસની કોઈ વાત છે ? કોઈ સમસ્યા ? કે થાકી ગઈ છે ?"

કૃતિ: “ના મમ્મી કંઈ નહીં, આજે કામ વધારે હતું તેનો થાક લાગ્યો છે, બસ. અને ઉમેર્યું પપ્પાને જમવા બોલાવું ?"

તેની મમ્મીએ હકારમાં માથું હલાવ્યું. ત્રણેય જણા જમવા બેઠા. જમતી વખતે કૃતિના પપ્પા પોતાની ઓફિસની વાતો કરી. જમ્યા પછી ત્રણેય જણ રોજના નિયમ મુજબ કૃતિના રૂમમાં બેઠા અને કૃતિના મમ્મીએ પડોશમાં બનેલી ઘટના વિશે વાત કરી. વાત પૂરી થતાંજ કૃતિ બોલી, “મારે તમને બંનેને એક વાત કરવી છે.

કૃતિના પપ્પા બોલ્યા, “હા બેટા ,બોલ. કેમ મૂંઝાયેલી લાગે છે ?"

કૃતિ : 'પપ્પા આજે હું પ્રિન્સને મળી હતી અને હા, આજ પહેલા પણ હું એને એક વખત મળી છું. વાત એમ છે કે મારા મિત્ર હર્ષ પાસેથી એણે કહેવડાવેલું કે તે મને એકવાર મળવા ઈચ્છે છે. ઉતાવળમાં તે જિંદગીનો કોઈ નિર્ણય લેવા માંગતો નથી. તેથી મેં પણ મળવાની હા પાડી અને અમે મળ્યા. વાતચીત થઈ અને એણે બીજી વખત મળવાનું કહ્યું. એનો સ્વભાવ તથા વર્તન બરાબર લાગતા આજે હું એને ફરી મળવા ગયેલી. આજે મને તે સમજુ અને સુલજેલો વ્યક્તિ લાગ્યો. હજી સુધી મેં એના વિશે કોઈ નિર્ણય લીધો નથી, પણ મને લાગ્યું કે હું બે વખત એને મળવા ગઈ છું એની જાણ તમને હોવી જોઈએ. તેથી આ વાત કરું છું.

કૃતિના પપ્પા બોલ્યા, “સારું થયું તું એને મળી જેથી તને એનો સ્વભાવ ઓળખવામાં મદદ મળી. અમને કંઈ વાંધો નથી તું મળીને એને સમજે અને ઓળખે એમાં. એને સમજ્યા અને ઓળખ્યા પછી જ તારો નિર્ણય લે. આ જિંદગીનો એક મહત્વનો નિર્ણય છે કોઈના કહેવાથી કે ઉતાવળમાં નિર્ણય લઈ શકાય નહીં, પણ હા બેટા સાવધાન અને સચેત રહેજે અને અવલોકન કર્યા પછી જ તને જે યોગ્ય લાગે એ જ નિર્ણય લે જે."

કૃતિ : “હા પપ્પા"

“ ચાલ હવે સુઈ જા કાલે ઓફિસ છે ને ?"

કૃતિ: “ ના પપ્પા, કાલે તો રવિવાર છે. ભૂલી ગયા ?

“અરે હા ! સાવ ભુલાઈ જ ગયું એ તો. સારું ચાલ સૂઈ જા હવે."

કૃતિના મમ્મી પપ્પા કૃતિના રૂમની બહાર નીકળે છે અને કૃતિ પોતાના પલંગ પર લેટી જાય છે તરત જ એનું મન વિચારે ચડે છે,

“હું આજે પ્રિન્સને મળી અને એટલી બધી હળીમળી ગઈ કે મેં એની સાથે મારો ભૂતકાળ વાગોળ્યો, એ મને એટલો પોતીકો લાગ્યો ? શું આ યોગ્ય હતું ? મારાથી કોઈ ભૂલ તો નથી થઈ રહીને ? એ યોગ્ય વ્યક્તિ છે જ ને ?" 

આવા બધા વિચારોમાં એની આંખો ક્યારે ઘેરાઈ ગઈ અને ક્યારે એને ઊંઘ આવી ગઈ એની એને જાણ જ ન રહી.

રવિવાર પોતાના મમ્મી પપ્પા સાથે સારી રીતે વિતાવ્યા બાદ તે ફરી પોતાની દિનચર્યામાં વ્યસ્ત થઈ ગઈ. એ અઠવાડિયા દરમિયાન પ્રિન્સ સાથે મેસેજ કે ફોનમાં વાતચીત થતી રહી. આ દરમિયાન પ્રિન્સ અને કૃતિ એકબીજાનો વિશ્વાસ જીતતા રહ્યા અને એકબીજાને ઓળખતા રહ્યા.

આ ક્રમ અઠવાડિયાઓ સુધી ચાલતો રહયો. આ દરમિયાન કેટલીક એવી વાતો, કેટલીક ઘટનાઓ અને કેટલીક ચર્ચાઓ પરથી કૃતિના મનમાં વિશ્વાસ બેઠો કે પ્રિન્સ વિશ્વાસપાત્ર અને યોગ્ય વ્યક્તિ છે. અને તેણે પ્રિન્સ સાથે વધુ ને વધુ સમય વિતાવવાનું શરૂ કર્યું. એક શનિવારે સવારે પ્રિન્સએ મેસેજમાં એને કહ્યું,“ આજે મળીએ ?"

કૃતિએ થોડું વિચાર્યું અને જવાબ આપ્યો,“ હા, મળીએ ૬:00 વાગ્યે ”.

પ્રિન્સ: “ ઓકે મેડમ "

પ્રિન્સ તેની ઓફિસમાં સવારથી જ ઘડિયાળ તરફ તાકી રહ્યો હતો અને પાંચ વાગ્યાની રાહ જાણે જોઈ રહ્યો હતો. તો આ તરફ કૃતિ પોતાની ઓફિસમાં એટલી બધી વ્યસ્ત હતી કે ક્યારે પાંચ વાગી ગયા તેની ખબર ન રહી. ત્યાર પછી તેને યાદ આવ્યું કે આજે પ્રિન્સને મળવા જવાનું છે.છે. તેણે ઉતાવળ કરી અને પાંચ વાગ્યા સુધીમાં પોતાનું કામ પતાવ્યું. ઓફિસથી નીકળીને તે પ્રિન્સને મળવા તેમણે નક્કી કરેલા સ્થળ પર 5.50 વાગે પહોંચી ગઈ. આજુ બાજુ નજર ફેરવી પણ પ્રિન્સ હજી ત્યાં પહોંચ્યો ન હતો. તે ત્યાં બેઠી તેને પંદર મિનિટ થઈ ગઈ હતી પણ હજી પ્રિન્સના આવવાના કોઈ એંધાણ દેખાતા ન હતા.તેને પ્રિન્સને ફોન કર્યો, આખી રિંગ વાગી પણ ફોન ઉપડ્યો નહિં.

શું થશે હવે આગળ ? શું પ્રિન્સ મળવા આવશે કે પછી કૃતિ આમ જ રાહ જોતી રહેશે ? શું હશે કંઇક કરણ ? કે પછી હશે કંઈક ખાસ ? આ બધું જ જાણીશું આગળના ભાગમાં

ક્રમશ:


Rate this content
Log in