Leena Patgir

Drama Classics Others

3  

Leena Patgir

Drama Classics Others

માઁ - એક શોધ

માઁ - એક શોધ

5 mins
11.8K


માઁ - એક અક્ષરનો શબ્દ કહો કે એક અક્ષર. . પણ એ ક્યાં મળે ?

કોઈ કહેશો કે એ ક્યાં મળશે ?

મારું નામ એશ્વર્યા છે. . હું 6 મહિના ની હતી જયારે મારી માઁ મને મૂકીને ભગવાન જોડે જતી રહી.

હું ક્યાં શોધું એને ?

મને આજે 22 વર્ષ થયાં છે અને આજે મને એની બહુજ જરૂર છે હા મને માઁ નો અર્થ સમજવો છે કેમ કે હું પણ માઁ બનવા જઈ રહી છું.

4 દિવસ થયાં છે મને જાણ થયાને કે હું પણ માઁ શબ્દ ને માણી શકીશ.

મારી અડધી જિંદગી મેં મારી માઁ ને નફરત કરવામાં કાઢી છે.

નફરત

ગુસ્સો

કેમ એ મને છોડીને જતી રહી હશે ?

એને મરતા પહેલા મારો વિચાર નહીં આવ્યો હોય.

મારી માઁ નોહતી પણ મને બાપ નું સુખ પણ ના મળ્યું.

આત્મહત્યાં કરી તી એણે. મારા બાપ થી કંટાળીને પણ શું કોઈના ત્રાસથી મરવું એ યોગ્ય છે એ પણ ત્યારે જયારે આપણા ઘરમાં 3 નાની ફૂલ જેવી છોકરીઓ હોય. .

એ ફૂલ કરમાઈ જશે માઁ વગર એ વિચાર એને કેમ નહિ આવ્યો હોય. .

માઁ વગરની છોકરી ને લોકો કેવી નજર થી જોતા હોય છે એ કોઈ શું જાણે !!

અભાગણ ચારિત્ર્યહીન માઁ બાપ હોય એવી છોકરી કોઈના પ્રેમ માં પડે તો એને લોકો કાંઈ ના કહે પણ માઁ વગરની છોકરી કોઈ ના પ્રેમ માં પડે તો એને ચારિત્ર્યહીનનું પ્રમાણપત્ર મળી જાય.

માઁ તો ના મળે ફરી પણ કોઈ પ્રેમ કે હૂંફ માટે હું શોધતી રહી સાચો પ્રેમ. એક વાર માં તો ના જ મળ્યો,, 4થી વખતે મળ્યો મને જીવન માં સાચો પ્રેમ... મારો પતિ મને ખૂબજ પ્રેમ કરે છે, આજે જયારે મારા પતિ તરફથી મને માતૃત્વ મળ્યું છે પણ હું માઁ ની શોધ માં નીકળી ગઈ છું વિચારો ની દુનિયામાં. જ્યાંથી હું નક્કી કરીને નીકળી છું કે માઁ ને શોધીને જ રહીશ. .

એકવાર નાની હતી ત્યારે સ્કુલમાં માઁ ઉપર નિબંધ લખવાનો હતો જાતે, મેં મારા ટીચરને કીધું કે મને નહિ આવડતું તો તેઓ કહેવા લાગ્યા કે હું બહુ ચાંપલી છું કેમકે હું દેખાડો કરું છું કે મારી માઁ નહિ તો મને સહાનુભૂતિ આપો હવે ભલા ખોટું લખતા મને નહિ આવડતું તો એમાં મારો શું વાંક ? શું સાચું બોલવું ગુનો છે ? મને કોઈની સહાનુભૂતિ નથી જોઈતી પણ માઁ વિશે તમે સાચું ત્યારે જ લખી શકો જયારે તમે એનો પ્રેમ પામી શકો. ખોટું લખતા તો દરેકને આવડેજ છે.

          *******************

આજે મને 4 મહિના થયાં છે. પણ માઁ મને નથી મળી હજુ સુધી.

મારા સાસુમામાં માઁ શોધવા નીકળી પણ એમાં પણ મને નિષ્ફળતા જ મળી.

એક દિવસ મને જ્યુસ પીવાનું મન થયું, મને રસોડામાં જવાની મનાઈ હતી એટલે એમને કીધું મેં પ્રેમ થી માઁ સમજી ને પણ એમને લાગ્યું કે હું ઓર્ડર કરું છું ભલા મને એમ કહો કે માઁ ને ઓર્ડર અપાય ?

હા, અપાય પણ માઁ નેજ અપાય. બીજા કોઈને નહિ.

કાશ મારી માઁ હોત તો હું મારા પિયર જઈ શકત, મારી માઁ મને એક ઉમદા માઁ કઈ રીતે બનાય એ શીખવત, મને જે પણ મન થાત હું એને ઓર્ડર કરીને કહી શકત, મારે ક્યાંય પણ જવું હોત તો એની સાથે જઈ શકત,

પણ ના...માઁ શબ્દ ને પામવા તો દૂર હું માઁ શબ્દ ને શોધવા પણ ના જઈ શકી.

મારે મારી માઁ જેવા કયારેય નહિ થવું. હું મારા આવનારા બાળકને કયારેય પણ છોડીને નહિ જઉં. દરેક પરિસ્થિતિ નો સામનો કરીશ પણ મારા બાળક ને એકલું મૂકીને ક્યાંય નહિ જઉં. .

            ****************

મારે એક કાનુડા જેવો દિકરો જન્મ્યો છે. જયારે લેબર રૂમમાં એનો રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે ખૂબજ હૃદય ભરાઈ ગયું. એને હાથ માં લીધો ત્યારે મને અડધું માતૃત્વ પ્રાપ્ત થઈ ગયું.

આખો દિવસ એનેજ જોયા કરતી. જયારે એ બહુ રોતું ત્યારે ઘણા કહેતા કે મારી નજર લાગી જાય છે એને એટલે મારે બહુ એના વખાણ નહિ કરવાનાં. ભલા માઁ ની પણ પોતાના બાળક પર નજર લાગતી હશે... માઁ તો એને દરેક ખરાબ નજરથી બચાવતી હોય પણ આપણા અંધશ્રધ્ધાળુ સમાજમાં લોકોની આવી વિચારસરણી આપણે નહીંજ બદલી શકીએ. .

ત્યારબાદ મને કયારેય એવું નોહતું લાગતું કે હું એક સંપૂર્ણ માઁ બની શકીશ કેમ કે એક બાળકની માઁ બની જવાથી માઁ નથીજ બની જવાતું. એટલે માઁ શબ્દની મારી શોધ ચાલુજ રહી. ... 

            ****************

એક સત્ય ઘટના વર્ણવું છું.

જયારે મારા સાસુ સસરા ગામડે જાય ત્યારે હું અને મારા પતિ પ્રોજેક્ટર લગાવીને કોઈ ને કોઈ મૂવી જોતા હોઈએ છીએ,, બીજા રૂમમાં મારો દિકરો સૂતો હોય છે પારણામાં, એને રાતે અવારનવાર પેટ ભરવાની આદત પડી ગઈ છે... એટલે એ રોવે પણ આંખો તો બંધ જ હોય.

અમે પિક્ચર જોતા હતા. એ દિવસે મારા પતિ ના મિત્ર પણ આવ્યા હતા. પિક્ચર ના અવાજ ના લીધે મને મારા દીકરાનો જરાય અવાજ નોહતો આવતો પણ ખબર નહિ એને હું શું કહું... મારી 6th સેન્સ. મારા હૃદયનો અવાજ કે કુદરત ની કળા. મને અંદર થી જયારે એવું લાગે કે એ રોવે છે ત્યારે એ ખરેખર રોતો જ હોય. આવું 2-3 વાર થયું કે અમને કોઈને એનો અવાજ ના સંભળાય પણ મારા આત્મા ને એનો અવાજ સંભળાઈ જાય ને હું દોડતી જઉં એની પાસે. .

ત્યારે મને મારા પૂર્ણ માતૃત્વ નો આભાસ થયો. અને મને મારા માઁ શબ્દની શોધમાં સફળતા પ્રાપ્ત થઈ. હવે હું કહી શકું છું કે ભલે મારા જીવનમાં મને માઁ અને એની મમતા નથી મળી પણ હું એક સંપૂર્ણ માઁ છું.

માઁ ઓ માઁ. ક્યાં છે તું ?

માઁ ઓ માઁ. એકવાર મને મળી લે તું.

માઁ ઓ માઁ. . વ્હાલથી મને ગળે લગાવી લે તું.

માઁ ઓ માઁ. . તારી મમતા નો સ્વાદ મને ચખાડી દે તું. .

ઓ માઁ...એકવાર તારા ખોળામાં માથું રાખી સુઈ જવા દે તું

માઁ ઓ માઁ. તારી મીઠી લોરી સાંભળીને સુવડાવી દે તું...

માઁ ઓ માઁ. .તારા પ્રેમરૂપી દરિયામાં ડૂબી જવા દે તું.

માઁ ઓ માઁ. એકવાર તારા હાથોથી મને જમાડતી જા તું...

માઁ ઓ માઁ...મારા કેશમાં તેલ નાખતી તારી આંગળીઓ ફેરવી દે તું

માઁ ઓ માઁ...ક્યાંક ભૂલ કરું તો મીઠો ઠપકો આપતી જા તું..

માઁ ઓ માઁ... કયારેક ઘેર આવતા મોડું થાય તો મારી ચિંતા ની લકીરો દેખાડતી જા તું...

માઁ ઓ માઁ. તારી દીકરી બનવાનું ગૌરવ અપાવતી જા તું..

ઓ માઁ બસ એકદિવસ મારી માઁ બનીને પાછી આવીજાતું...

માઁ ઓ માઁ આ અભાગણ ને માઁ નું 'ઐશ્વર્ય' પ્રાપ્ત કરાવતી જા તું.


Rate this content
Log in

Similar gujarati story from Drama