Kalpesh Patel

Drama Romance

5.0  

Kalpesh Patel

Drama Romance

મોહિત

મોહિત

10 mins
2.6K


સૂર-મંદિરનો વાર્ષિક “સૂર – હેલી” કાર્યક્રમ હતો. દર વર્ષ ની માફક આ વર્ષે પણ સૂરોના પહેલવાનો, તેમનું કૌવત દર્શાવવા આખા દેશમાંથી પધારેલા હતાં. સંગીતનો અનોખો કુંભમેળા સમાન કાર્યક્રમમાં ભાગલેવાનું નામી અનામી કલાકાર નું સ્વપ્ન રહેતું.

સૂરોના મંદિરમાં આ અખતે એક અનોખો પ્રયોગ હતો પાછલી છ રાત્રીઓ દરમ્યાન રોજ એક સૂરને કેન્દ્રમાં રાખી તેની સાથે બીજા સ્વરોનો મેળ કરી સાર્ધક માટેનો રોજ જલસો ચાલતો. ષડ્જ; ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવતના સ્વરની સૂરાવલિની નિસરણી વિતાવીને સીડી છેલ્લા છ દિવસથી ચાલી રહેલા સમારોહનો આગવો નશો સંગીત રસિયામાં ચરમસીમાએ હતો આજે શાસ્ત્રીય સંગીતના મેદ્યધનુષ્ય સમાન 'સૂર-હેલી ૨૦૨૦' કલા મહોત્સવના સાતમા દિવસે સમારોહના સમાપન નિમિત્તે આમંત્રિક કલાકારો દ્વારા આજે “નિષાદ”ની સુરાવેલી રેલાવાની હતી. અને પંડિત શ્રીકાર અને તેમનું ગાયકવૃંદ રજૂઆત કરવાનું હતું. આજની જુગલબંધીમાં તબલા ઉપર થાટ આપનાર તેઓનો પુત્ર મોહિત હતો, મોહિતે પૈતૃક શ્રીકાર ઘરાનાની કેળવણી ઉપરાંત આગ્રા સ્થિત તેના મામા કેદાર રાવ ની નજર હેઠળ સંગીતની સાત વર્ષની સાધના કરી હાલમાં સંગીત વિશારદ બનેલ, આમ મોહિત બંને સમૃધ્ધ ઘરનાની ધરોહર હોઈ, લોકોમાં આજની રાતના જલસા ને લઈને ઘણી ઉત્તેજના હતી. હોલ આખો પ્રેશકો ખીચોખીચ હતો અને વધારાની બેઠકો પણ ભરાયેલી હતી, લોકો ઉત્સુકતાથી પ્રોગ્રામ શરૂ થાય તેની રાહ જોતાં હતાં ..

સમાચાર એવા હતાં કે પંડિતજીનું વૃંદ, એકાદ કલાક લેઈટ છે, ફાજલ સમયમાં સંગીતની કઈ વાનગી ફિલર માટે પ્રેક્ષકગણને આપવી તેની મથામણમાં આયોજકો હતાં. ત્યાં સંસ્થાના જૂના કર્મચારીએ હાથ જોડતા વિનંતી કરી કે મારી બહેન મૃગાક્ષીને તક આપોને, અને આયોજકો પાસે કોઈ વિકલ્પના હોવાથી ખાલી પડેલા ટાઈમ સ્લોટમાં મૃગાક્ષીને તક આપી. સ્ટેજ ઉપર અમોલ ભોજક મૃગાક્ષીને દોરીને લઈ આવ્યા અને નિષાદના સુરે “ગોપી ગીત” ની શરૂઆત કરી,

કમળ બની વાળી ગયો જળ પર ઘણું,

હવે શશી છાયે મુજ રૂદયું તુજને જંખે છે,

યમુના તીરે સખી તારી નીરખે વાટ

 કહાન આમ આજે શીદને રૂઠયો છે ?

કાગળની હોડી શબ્દોના હલેસા,

સૂર-સાગર કેરો ફેરો પાર મુજને કરવો છે,

સૂર વિયોગના હવે ભલે સદે તુજને,

તારી વાંસળીએ સ્વાસ અંતરે નીત વદે છે,

મોરપીંછાંમાં નિરખ્યો નવનિત થતો તુજને,

 સાદ પહેલા નિત આવતા નિરખ્યો છે,

વાંસલો ભેદવાઈ રેલાવે હવે સૂર-બહાર,.

પ્રીત –પોકાર આ “અંતર”નો આખરી છે,

ભવ–સાગર ભેદવા નો ભેખ તુજ સહારે મારો,

નીર વિયોગના તારાં, વહાવી જવા માં છે,

આખો જન્મારો લખ્યો હવે તારે નામ,

 સખા, મારી સૂર-સૂજ તુજ શરણે છે,

કમળ બની વાળી ગયો જળ પર ઘણું,

હવે શશી છાયે મુજ રૂદયું તુજને જંખે છે.

અમદાવાદી એટલે વેપારી, પણ મૃગાક્ષીની રજૂઆતથી બદલાયેલી તાસીરથી શાસ્ત્રીય સંગીતમાં પણ અમદાવાદ હવે આખા દેશમાં વાઈબ્રન્ટ બની રહ્યું છે તેવી છાપ સૂર મંદિર આજે અજાણતા ઉપસવી જતું હતું....

મુગાક્ષીના ગોપી ગીતની રજૂઆતથી સમગ્ર હૉલનું વાતાવરણ જાણે ફાગણ માસની પુનમે ગોપી કહાનના વિરહની અભિવ્યક્તિ થતી હોય તેવું થતું જતું હતું, તેવામાં અમોલ ભોજકને સંદેશો મળ્યો, પંડિતજીનું વૃંદ હવે અહી હૉલ પહોચવામાંજ છે, એટલે તે મોકાની શોધમાં હતો કે મૃગક્ષીને કહી તેના ગોપી ગીતને ટૂંકાવે. એટલામાં પંડિતજી આવી ગયા, મૂક નજરે ગોપી ગીતને ચાલુ રાખવા ઈશારો કરતાં બોલ્યા, અરે ભોજક, આ તો સખીની શુધ્ધ ભક્તિ થઈ રહી છે તેમાં ભંગ પાડીને હું ક્યાયનો નહીં રહું, મને પણ આ નવધા ભક્તિનો લાભ લેવાદે....

ત્યાર પછી ટૂંકા વિરામ બાદ પંડિતજીનો પ્રોગ્રામ શરૂ થયો,પંડિતજીએ શ્રોતાગણને જણાવ્યુ કે તેઓ આજની ગોપીગીત રજૂઆતથી ખુબજ ભાવવિભોર થયા છે, અને ભક્તિરંગથી રંગાયેલા વાતાવરણમાં નવો રંગ પૂરતા પહેલા તેઓ રાગ કેદાર છેડવા માંગે છે.

શ્રી કૃષ્ણને મન રાધા પછી કેદાર રાગ પ્રિય છે અને ગુજરાતના સંત શિરોમણિ નરસિંહ મહેતા સાથે પણ આ રાગનું તાદાત્મ્ય છે માટે, માટે શ્રોતાગન અને આયોજકોની મૌન અનુમતિ સમજી કેદાર રાગમાં “દર્શન દો ઘનસ્યમ નાથ મોરિ અંખિયા પ્યાસી રે” શરૂ કરીને તેને ભૈરવીમાં રાગમાં પૂરું કર્યું ત્યારે ત્યારેતો આખા હોલમાં ભક્તિસંગીતની ભભક પ્રસરી ગઈ હતી.. હાર્મોનિયમ પર પંડિતજીના હાથનો કસબ અને તેમનો મધુર કંઠ અને બીજીબાજુ તબલા ઉપર મોહિતે કરેલી તેટલીજ અદભૂત સંગતે કાર્યક્રમને વધુ શ્રવણીય બનાવ્યો હતો. કેદાર રાગમાં શરૂ કરેલ ગીતને ભૈરવિના રાગે પૂરું કરવા માટે પંડિતજીની કેટલાય વર્ષોની સાધના જળકતી હતી. સંગીતના જાણકારતો આવી જૂજ સાંભરવા મળતી રજૂઆત થી અચંબામાં પડી ગયા હતાં.

સુર-મંદિર સંગીત સમારોહનો ૨૦૨૦ વર્ષનો પ્રત્યેક દિવસ સ્મરણીય હતો. પણ આજનું મૃગક્ષીએ રજૂ કરેલ ગોપી ગીતનું બોનસ-સેશન શ્રોતાઓ માટે લહાવો હતું. જેના કંઠના જાદુ માટે લોકો વધારે આતુર હતાં તે પં.શ્રીકારજી ફરી એક વખત તેઓની કળાસાધના ના અમૃત કુંભમાંથી કેટલીક અંજલિના અમીછાંટણાં કરતાં નિષાદના સૂરે સૌને ડોલવ્યા હતાંં. અને તેમાં આ વખતે પુત્ર મોહિત પણ સામેલ હતો તેથી પ્રોગ્રામ યાદગાર બન્યો.

વહેલી સવારે મોહિતે હોટેલે પહોચી ઉંઘવા પ્રયાસ કર્યો, પરંતુ આંખથી નિંદર વેરણ થઈ ચૂકી હતી,વારંવાર તેની નજરે મૃગક્ષીનો સુંદર અને નિર્દોષ ચહેરો તરવરતો હતો અને કાનમાં તેના મધુર સ્વરે રાજુકરેલ ‘ગોપીગીત’ ની પંક્તી રણકતી હતી.. તેનું મન માણવા તૈયાર નહતું કે સુંદરતા અને સરસ્વતીનો કદી આવો પણ સંગમ હોઈ શકે?. આ વિચારમાં સવાર થઈ તે ખબર ના રહી, અને નાસ્તાના ટેબલ ઉપર તેણે તેના પિતા શ્રીકારજીને મૃગક્ષીને મળવાની ઈચ્છા દર્શાવી, અને પંડિતજીએ મોહિતનો ભેટો અમોલ સાથે કરાવી લીધો.

હોટેલની અણધારી ટૂંકીમુલાકાત માટે અમોલ જ્યારે મૃગાક્ષીને હાથ પકડી દોરીને લાવ્યો ત્યારે મોહિતને ખ્યાલ આવ્યો કે “મૃગાક્ષીતો, દ્રષ્ટિહીન છે, તે ક્ષણિક થડકારો ખાઈ ગયો, મનોમન વિચારે છે કે “ ભગવાન પણ કમાલ કરે છે. કોઈને ખામીની સાથે સાથે ખૂબી પણ ભરપૂર આપે છે . બેનને આંખોની રોશનીની ખામી આપી, પરંતુ જીભ અને કંઠ ઉપર સ્વયં સરસ્વતીજી બિરાજમાન કરી આપ્યા છે, અને મોહિતને સમજાયું કે આ વિશિષ્ટતાના કારણેજ નેત્રહીનતાની ખામી સામે મૃગાક્ષીને તેના અવાજની ખૂબીથી પ્રજ્ઞાચક્ષુ હોવાનું કોઈ દુઃખ નથી અને સ્વથ રહી શકી છે.

પંડિતજી અને અમોલ સહસ્નેહ મોહિત અને મૃગાક્ષી તરફ જોઈ રહ્યા હતાં. અને છૂટા પડ્યા તારે એક લાગણીનો તંતુ મોહિત અને મૃગાક્ષી ને સાંકળી ગયો હતો. તે પંડિતજી ની નજરમાં આવી ગયો હતો.

સુરમંદિરના તે દિવસના પ્રોગ્રારામ પછી મોહિતને મૃગાક્ષી સાથે અવાર નવાર ફોન ઉપર વાતચીત થતી રહી.તેઓની બેલડીને ઘણાં કાર્યક્રમોમાં મળતા રહ્યા . મોહિતને મૃગાક્ષીના અવાજ પ્રત્યે આકર્ષણ તો હતું જતેનાથી વધી તેની કલમ પ્રત્યે વધારે ભાવવિભોર થતો હતો, તે શબ્દોની એવી આબાદ ગૂંથણી કરતી કે સભળનારના હૈયામાં સીધી ઉતરીજતી. .. અને એ આકર્ષણે તેના હૃદયમાં પહોંચીને “પ્રેમ’’નું સ્વરૂપ ક્યારે ધારણ કરી લીધું તેની મોહિતને ખબર જ ના પડી ! તે હવે મૃગાક્ષી મનોમન ચાહવા લાગ્યો હતો.

એક દિવસ મૃગાક્ષીને પોતાની કારમાં બેસાડી શહેરના એક બગીચામાં લઈ જાય છે. મૃગાક્ષી ત્યારે બોલી ઉઠે છે “અરે ! તમે મને આ નદી કિનારે બગીચામાં કેમ લઈ આવ્યા?’’ત્યારે મોહિતને અચંબામાં પડી ગયો. અને મૃગાક્ષી પૂછ્યું,“તને કેવી રીતે ખબર પડી કે આપણે બગીચામાં અને તે પણ નદી કિનારે છીએ?’’

“મોહિતજી! મને નેત્ર ભલે નથી, પણ દ્રષ્ટિ જરૂર છે, અહીં પુષ્પો પમરાટ ફેલાવી રહ્યા છે તો નદીના જળથી મહેકતી આ ધારાની ખુશ્બુ ફેલાવી આપણું સ્વાગત કર્યું તે, મારા મન:ચક્ષુએ જોયું ! ’’મોહિત તમેજ કહો, શું આ પૂરતું નથી?

“ કહેવું પડે મૃગાક્ષી તારી દ્રષ્ટિને ! આવ આપણે અહીં બેસીએ ’’

એક બાંકડા ઉપર બેસી મોહિતે મૃગાક્ષીનો હાથ પોતાના હાથમાં લીધો. મૃગાક્ષી કંઈ સમજી શકે કે શું થઈ રહ્યું છે. ત્યાં તેના કાને મોહિતનો અવાજ રણક્યો, “! મૃગાક્ષી હું તને કંઈક કહેવા માંગુ છું !’’

“ચોક્કસ,..... તમે કહો તેમાં, તમારે પૂછવાનું હોય ખરું ? ’’ મૃગાક્ષી નિર્દોષ પ્રત્યુત્તર વાળ્યો.“મૃગાક્ષી હું..હું..હું! ’’ મોહિત કોઈ અગમ્ય કારણથી અટકીને મોહિત બોલતા હોય તેમ મૃગાક્ષીને લાગ્યું . તે આખરે બોલ્યો અરે,. મૃગાક્ષી સભાળ ...“હું તને ચાહું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મારૂં હૈયું પુષ્પોની જેમ મહેંકતા તારાં સૂર અને તારી કલમથી નીતરતી ઊર્મિઓ મારા દિલને સ્પર્શી ગઈ છે.. અને જેવીરીતે પુષ્પનો રસ પીધા પછી મધુકરને જેમ ફૂલની પ્રીતની ચાહ લાગે છે તેમ મારૂ હયું કેવળ તારી “પ્રીત’’ ઝંખે છે. હું તારી સાથે લગ્ન કરવા માગું છું . શું મારો પ્રસ્તાવ સ્વીકાર કરીશ ? ’’

મૃગાક્ષી મોહિતની વાત સાંભળી ખળભળી ઉઠી.“આ શું કહો છો તમે? તમને ખબર છે ને કે હું આંખથી જોઈ નથી શકતી?, મારી અંધકારમય જિંદગીમાં શું કામ તમારા જીવનને વેડફી નાખવા માગો છો. તમનેતો મારાથી પણ સર્વાંગ સુંદર યુવતિઓ પસંદગી માટે મળી શકશે! ’’

મૃગાક્ષી આ મોહિત “ને “ના’’ કહીશ નહીં. હું તારા અંધકારમય જીવનમાં “જ્યોતિ’’ બની ઉજાસ રેલવા ચાહું છું . અને હા,તું મને હવે “તું’’ કહીને બોલાવીશ તો વધુ ગમશે! આવતે મહિને આપણાં લંડનના પ્રોગ્રામ પછી હું તારી સાથે કોર્ટ મેરેજ કરવા ચાહું છું . “ મોહિતે દિલની વાત જણાવી.

“પણ તમારા ! સોરી! તારા પરિવારજનો માનશે ખરા ? ’’ મારા પરિવાર ની વાત મારા ઉપર રાખ હું તેમને માનવી લઈશ ’’

“પણ મોહિત મને પ્રેમ શું તે ખબર નથી, મને પ્રેમ કરતા નથી આવડતું. કારણ કે પ્રેમનો રંગ કેવો હોય તે મારી કાજળઘેરી જિંદગીએ કદી જોયો જ નથી. મે ઘણા પ્રયત્ન પછી મારી જાતને પ્રેમના આવેગો થી દૂર રાખેલ છે ! ’’ મને ડર લાગે છે .

મૃગાક્ષી તને શી રીતે જાણવું કે આપણી સંગીત સફરની વિતાવેલી અનહદ ક્ષણોમાં, તારા સૂર મારા કાન દ્વારા મારા દિલમાં ઉતરીગયા છે, અને તારી તારી ક્રિયેટિવિટી થી એવું ઘેન ચડયું છે કે, મારી પાંપણ, હવે તો ઊંચકાતી પણ નથી,તેથી મારી અને તારી સ્થિતિમાં ખાસ ફરક નથી .મોહિતે લાગણીથી ભીંજાયેલા સ્વરે જણાવ્યું ..“વાંધો નહીં મૃગાક્ષી, હું પણ પ્રેમની રાહ ઉપર અજાણ્યો પથિક છું,મારા નેત્ર હવે તારો રાહ છે તેમ સમજ, આપણાં સંગીતના એક રાહ આપણને પ્રીતની રાહ ઉપર જીવનના અંતિમ સ્વાસ સુધી ધબકતા રાખશે તેવો મને વિશ્વાશ છે . બધુ સારું થશે. ચિંતા ના કર.

મૃગાક્ષીને ખબર નથી કે મોહિત માટે ગર્વ લેવો કે તેને લાગણીશીલ ગણવો, આમ નોખો ચીલો ચાતરવાનો મોહિતને વિચાર ક્યાંથી આવ્યો, એણે તો કદીય કોઈ આવી લાગણી દર્શાવી પણ નથી, તો મોહિતના દિલમાં આવો વિચાર ઉદભવ્યો ક્યાંથી ?..........

બપોરનો દોઢવાગ્યો હતો હવે લંડન માં સવારના સાત થયા હશે એ વિચારે, અમોલ ક્યારનો શ્રીકારજીને લંડન ફોન કરી રહ્યો હતો. આગલી રાતે એ મિત્રો સાથે બહાર હતો અને પાછાં વળતાં મોડું થયુ એટલે મોહિત અને મૃગાક્ષીને પ્રોગ્રામની સફળતા માટે ફોન કરવાનો રહી ગયો. એને હમણાં ન્યૂજ જોયા કે પંડિતજી અને શ્રીકાર અને મૃગાક્ષીનો પ્રોગ્રામ સફળ રહ્યો હતો .

અમોલ એકદમ ચમકી ગયો, અરે! જો આમ જોરદાર પ્રોગામ થયો તો મોહિતનો ફોન કેમ ના આવ્યો ? તરત જ એણે ફોન હાથમા લીધો ને નંબર ડાયલ કર્યો. સામા છેડે ઘંટડી વાગતી રહી અને હોટેલના આન્સરીંગ મશીન પર મેસેજ સંભળાયો."મહેરબાની કરી આપનુ નામ અને નંબર જણાવો" વારંવાર ફોન પર આ જ મેસેજ આવતાં અમોલનો જીવ ઊંચો થઈ ગયો.

***

આજ સવારથી અમોલના મનમા ન જાણે કેમ મૃગાક્ષીના વિચાર આવી રહ્યા હતાં કે તે તેની અને મોહિતની મનોકામના કેવી રીતે પુરી કરે ?, . બેન મારી તો એટલી સાદી છે કે ક્યારેય પોતાના મનની ઈચ્છા નહી જણાવે પણ મારે જ એને હમેશ ખુશ રાખવાની છે. મોહિતના મૃગાક્ષી માટેના પ્રેમની જાણ પંડિતજીએ કરી હતી અને તેથી અમોલ મૃગાક્ષીને મોહિત સાથે વળાવવા ઉત્સાહિત હતો.પણ ધાર્યું માનવીનું ક્યાં થાય ? ઘરમાં સીડી ઉપરથી નીચે આવતા પગ લપસ્યો ને અમોલ પડ્યો અને માથામાં મૂઢ માર વાગતા હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને તે" કોમાં" માં સરી પડ્યો.

આ બાજુ સામાન્યરીતે પારદેશમાં બનતું હોયછે તેમ પ્રોગ્રામ પછી મહેમાન નાવાજીની ખેંચ-તાણમાં કોઈને નારાજ કેવી રીતે કરાય ? એવા વિચારે સવારે પ્રોગામ થી પરત ફરતા મોડુ થયેલું અને આવીને અમોલના ફોનની વિગત જોતાં મોહિતે ફોન લગાવ્યો અને અમોલના અકસ્માતના સમાચાર જાણ્યા . મોહિત અને પંડિતજીએ મૃગાક્ષિને સંભાળી લીધી અને તેઓ લંડનથી પરત આવ્યા.

 મૃગાક્ષિ અને મોહિતને જ્યારે અમોલે જોયા ત્યારે અમોલની આંખમાં ચમકરો આવ્યો અને છેડેથી અશ્રુ ધારા ફૂટી નીકળી, તેને ઘણું કહેવું હતું પણ કહી શકતો નહતો . હોસ્પિટલના ડોક્ટરે પંડિતજીને બાજુમાં લાવતા કહ્યું કે, અમોલ જ્યારે હોસ્પિટમમાં એડ્મિટ થયો ત્યારે સુદબુદ્ધ માં હતો, તે કહેતો હતો ડોક્ટર મને બચાવો મારે હજુ મોહિત અને મૃગક્ષિની ખરી સફળતા જોવાની બાકી છે. અને તે પણ કહ્યુંકે અમોલ જ્યાં સુધી લાઈફ સપોર્ટ ઉપર છે ત્યાં સુધી તેના સ્વાસ ધબકશે. હવે કોઈ ટ્રીટમેંટ કારગત નીવડે તેમ નથી.

***

----અમોલનુ હોસ્પિટલમાં મોત થયું અને હવે અમોલની હયાતિ ન હોવા છતાં પંડિતજીને હમેશા લાગતું કે તે જાણે એ સુક્ષ્મ રીતે ક્ષિતિજમા જીવી રહ્યો છે. અને કહી રહ્યો છે કે બસ પ્રભુ હવે તો મારી બેનનુ ઘર વસે એ સિવાય કોઈ કામના બાકી નથી રહી. અમોલના આકસ્મિત મૃત્યુના આઘાતમાથી મૃગાક્ષિને મોહિતે બહાર કાઢી અને સમજાવટ થી મૃગાક્ષિને અમોલના નેત્ર લેવા તૈયાર કરી.---

***

---આજે બારોબાર એક મહિને મૃગાક્ષીની આંખની પટ્ટી ખૂલવાની હતી, પંડિતજીખુશ ખુશ-ખુશાલ હતાં તેઓ મૃગક્ષીને દીકરીના રૂપમાં જોતાં હતાં.અને આજે તેઓ સવારનો રિયાજ પતાવી રસોડામાં, મહારાજ પાસે ચા, નાસ્તો તૈયાર કરાવતાં હતાં અને અમોલને મનોમન યાદ કરી શ્રદ્ધાંજલી અર્પી રહ્યા હતાં ત્યાં મહારાજનું ધ્યાન ન રહ્યું ને હાથ વાગતા કાચની અથાણાંની બરણી હાથમાંથી છટકીને તૂટી . "ચાલો સારા સમાચાર અવાવવાના લાગે છે" મહારાજ બોલ્યા, પંડિતજી આવા વહેમમા વિશ્વાસ રાખતા નહીં, એટલે મહારાજ ચૂપ રહયા,પણ આજે “કાગનુ બેસવું ને ડાળનુ પડવું” જેમ કોઈવાર આવા વહેમ સાચો પડતા હોય તેમ થયું.

હજી તો એ બરણીના નીચે પડેલા કાંચ સાફ કરીને ચા નાસ્તાની ટ્રે લઈ મહારાજ રસોડાની બહાર નીકળી મોહિતને બોલાવે ત્યાં ફોનની ઘંટડી રણકી. પંડિતજીએ ફોન ઉપાડ્યો. ક્ષણભરમા એમના ચહેરાના હાવભાવ બદલાઈ આનંદમાં આવી ગયા., ને મહારાજ ટ્રે ટેબલ ઉપર રાખી તેમની પાસે ગયા. જોયું તો પંડિતજી, સસ્મિત -આંખ બંધ કરી ને બેઠા હતાં, મહારાજે એમને ખભે હાથ મૂકી પૂછ્યું શું થયું શેઠ ? હું સાચ્ચોને ? અમને તો કહો એકલા એકલાજ ખુશ થવાનું. મોહિત અને મૃગાક્ષી પણ આ બંનેની વાતો સભાળી રહ્યા હતાંં, ત્યાં પંડિતજી બોલ્યા ભાઈ આજે એકના બદલે બે અવસર છે.

...બેઉ એક સરખા હરખના ! આ તો માળું ઉઘાડી આંખે શમણું જોતાં હોય એવું થયું. મારી મૃગાની આંખ આજે અમોલના રૂદયાનું શમણું સાકાર થતું જોશે, મહારાજ "બીજી બરણી ફોડો" લાપસીનું આધણ મૂકો સેવ ઓસવો, આપણી મૃગક્ષી અને મોહિતની સફરને એક અનોખો પડાવ મળેલ છે. તેઓ બંનેને સરકાર તરફથી સંગીત અકાદમીમાં નિયુક્તિ મળેલ છે, .જરા જુઓ તો અમોલ કેટલો ખુશ છે ..!! . .

***

બેરંગ જિંદગીમાં અટવાયેલી મૃગાક્ષીએ જ્યારે રંગીન જિંદગીમાં પગ મૂક્યો ત્યારે અમોલની સુખડના હારવાળી તસવીર તેને આજે રડાવી ગઈ, આજે “ભવ–સાગર ભેદવાનો ભેખ તુજ સહારે મારો”,ગોપીગીતની કડી નું ફળ મળી રહ્યું હોય તેમ લાગ્યું,અજે .. તે ..તેના ભાઈની આંખથી ભાવિ ભરથારને નીરખી જગત પિતાની કૃપા ઉપર મોહિત હતી. ત્યારે પંડિત શ્રીકાર તાનપુરા ના તાલે કેદારાથી કૃષ્ણમય થતાં હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama