Kalpesh Patel

Drama Romance

5.0  

Kalpesh Patel

Drama Romance

નીતિ - 3

નીતિ - 3

2 mins
2.1K


તું ધારે તો મારી સાથે આવી શકે છે.

હું મારી જ વાત કરું ? “હું ઝૂમો ટંડેલ, અહી ‘ખારા ઉસ’ રણથી પણ બદતર એવા દરિયા કાંઠે વસેલો છું”. દરિયા કિનારાની ધરતી કેવી હોય ખબર છે ? “સાવ વાંઝણી. એની છાતીમાં ધાવણ કોઈ દહાડો આવ્યું નથી કે આવવાનું નથી, બસ ચોવીસે કલાક અને બારે મહિના નર્યો ઘૂઘવાટ થતો રહે ! અહી તોફાની પવન ધૂળ, વંટોળિયા, ટાઢ, તડકો, કાંટા અને ઝાંખરાં સિવાય બીજું કંઈ જ નહીં ! છતાં, હું અહીં ટકેલો છું તે કોઈ નાની વાત નથી” ….

તું ધારે તો તને તારે ઠેકાણે પહોચાડવાની તજવીજ કરું, અમે રહ્યા ટંડેલ,દરિયે ભૂલા પડેલા જહાજ ને કિનારે લાવનારા, ભૂલેલાને રાહ બતાવનારા. “ તું ધારે તો મારી સાથે આવી શકે છે !” મેં નજર ફેંકી એને કહ્યું. એણે નજર મારી તરફ વાળતાં નજરોથી મૂંગો પ્રશ્ન કર્યો. મેં એને ધરાઈને જોઈ, એ મારી નજરના ઘા નીચે સંકોચાઈ. એની માંસલ સાથળો અને પગ એકઠાં થતાં મેં જોયાં. ટેકરી ઉપર તેના ટેકવેલા હાથની બાજુમાં એણે પોતાનું શરીર ખેંચ્યું. ખાડીના ખાડામાંથી ઉપર આવ્યા પછી એણે તેના બીજા હાથને મારા હાથમાંથી છોડાવી, પોતાની ભરાવદાર છાતી આડો ધર્યો.

મેં જોયું તો ભૂરી ઢળેલી આંખોથી, કોઈ સામો પ્રશ્ન પૂછવા મથતી હતી.

ઉગમણિ દિશાએથી આવતો કુમળો તડકો અમારા બંનેના મો પર પડતો હતો. કેટલી ઘડીઓ વીતી, તે યાદ ન રહી કે કળાય નહીં. અકળ કલ્પનાના કરોળિયાના જાળામાં સપડાઇ મારું મન ફસાઈ પડયું હોય તેમ મને લાગ્યું.

આખરે તેણે આભલા ભરેલી ઓઢણી બદને ઓઢી, હાથથી ઈશારો કરી આગળ વધવા કહ્યું, અને મેં, મારા મુકામે જવા ડગ માંડ્યા. ભૂરીને મારી ઘોડી ઉપર બેસાડી, મારે ઠેકાણે પહોચ્યો. સિહોર ગામમાં મારી માલિકીનાં ચાર ઝૂંપડાં. એક ઝૂંપડામાં રસોડું, બીજામાં મારી માં રહે, ત્રીજામાં હું એકલો રહું અને ચોથામાં મહેમાન આવે તો ઉતારો આપું. ચારે ઝૂંપડાં સંગાથે અને એને ફરતું ચારે બાજુ બાવળનાં ઝાડનું ઝુંડ. વચમાં એક કૂવો અને એની ડાબી બાજુના વાડામાં મારો ઘોડો, ગાય અને બે બકરીઓ રહે. આખાય સિહોર ગામમાં ક્યાંય ન જડે તેવું મારૂ આ રહેઠાણ સાફ સુધારું અને ચોખ્ખું ચટાક હતું.


Rate this content
Log in

Similar gujarati story from Drama