Vibhuti Mehta

Romance Fantasy Inspirational

3  

Vibhuti Mehta

Romance Fantasy Inspirational

પ્રેમભરી સવાર-સાંજ

પ્રેમભરી સવાર-સાંજ

3 mins
209


વહેલી સવારનું પ્રેમભર્યુ વાતાવરણ ત્યારે જ બને જયારે તું, હું, ઝૂલો અને એક કપ ચા. બસ આ ચાર મળી જાય એટલે સવાર નહીં પણ જિંદગીનું વાતાવરણ પણ સુંદર બની જાય છે આ હકીકત છે પણ એમાં પણ બે વ્યક્તિને જીવન જીવતા આવડવું પડે તો જ આ વાતાવરણ શકય છે બાકી એકબીજાના મોઢા જોઈને સવાર સવારમાં મોઢા ફુલાવે એનાં માટે આ વાતાવરણ શકય નથી અને એનું જીવન ભડભડતી જવાળાઓ જેવું છે, આ સમાજના અમુક દંપતિઓની વાસ્તવિકતા છે.

ચા નાં ચાહકો હજારો હશે પણ દિવાના કોઈક જ હોય છે, જેટલી વાર ચા આપો‌ પી જ લેવાની સમય નક્કી નથી ચા મળવી પડે.

 વહેલી સવારે ચા સાથે ચાહનારાનો સાથ હોય તો ચા પીવાની મજા જ અલગ છે, પણ‌ એમાં ‌પણ‌ જો ઝુલા પર ઝુલતા-ઝુલતા ચા મળે તો વાત જ અલગ છે !

"હળવો લહેરાતો પવન માહોલ ને પ્રેમાળ બનાવી દે છે"

સાથે સૌથી ‌પ્રિય ચા‌ તો જોઈએ જ ! લોકડાઉન હોય સાથે કોરોના વાઈરસનો માહોલ એટલે સ્ત્રી ‌પાત્ર સવારે ફ્રેશ થયા પછી મસ્ત આદું વાળી ચા બનાવે પણ‌ એક વાત કે પુરુષ પાત્ર ને આદું વાળી ચા નથી ભાવતી એટલે બિચારો જબરદસ્તી પીવે છે, સ્વાદ ઇન્દ્રીયો અલગ-અલગ છે પણ‌ દિલની ચ્હા એક છે, જેમ મેઘધનુષનાં રંગો અલગ-અલગ છે પણ‌ એ જ્યારે આકાશમાં હોય ત્યારે વાતાવરણ‌ કેટલું સુંદર લાગે છે.

સ્ત્રીપાત્રને વાંચનમાં વિશેષ રસ છે એટલે ન્યુઝ પેપર કે કોઈ બુક્સ વાંચતા-વાંચતા ચા નાં દરેક‌‌ ઘૂંટ જાણે સ્વર્ગનો અહેસાસ કરાવે એમ‌ લાગે છે,

"ચા અને ચોપડી તો‌ ખરા જ !" પણ ચાહનારાને પણ‌ સાથે રાખી આ ચા અને ચોપડીનો આનંદ માણનારા બહું ઓછાં જોવા મળશે..! વાંચતા-વાંચતા પણ‌ પ્રેમનો માહોલ બનાવો એ પણ‌ એક જાદુઈ અસર છે સાચું છે ને દોસ્તો !? સ્ત્રીપાત્ર જે વાંચે છે તે મોટેથી વાંચે છે એટલે પુરુષ પાત્ર સાંભળે છે.

ચા, ચોપડી અને ચાહનાર મળી જાય તો માણસ ને સુખનો અનુભવ થાય છે પણ એનો આનંદ માણતાં પહેલાં શીખવું પડે છે કારણ માણસ અત્યારે આનંદ કરતા વધારે કકળાટમાં જીવન બરબાદ કરે છે આ હકીકત છે ! જે સમય મળ્યો છે એનો જીવનમાં ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ કારણ તકલીફ જીવનમાં બધાં ને છે કોઈ ને વધારે તો કોઈને ઓછી !

 સ્ત્રીપાત્ર અને પુરુષપાત્ર બંને નોકરી કરી છે એટલે આખો દિવસ સમય નથી મળતો સાથે રહેવાનો, તો બંને વહેલી સવારે એક કલાક અને સાંજે એકાદ કલાક એકબીજાને આપે છે. સાંજે પણ આવે એટલે બંને સાથે ઝુલા પર બેસી અડધી ચા પીવા છે અને થોડી વાતો કરે છે. આવું કરવાથી સુર્યોદય સાથે નોકરી માટે છૂટાં પડ્યાં હતાં એ હવે સુર્યાસ્ત સાથે ભેગા થાય છે.

 દોડધામમાં સૂર્યોદય સાથે સૂર્યાસ્ત કયારે થઈ જાય છે તેની ખબર પણ નથી રહેતી છતાં પણ જીવનમાં જયારે સમય મળે ત્યારે જીવન જીવી લે છે !

આજની ફાસ્ટ જિંદગીમાં હળવાશ કે આનંદ મહત્વનું કેન્દ્ર બની ગયું છે જિંદગી જીવવા માટે મથતો માણસ પોતાના સાથીને સમય નથી ‌આપી શકતો, ૨૪ કલાકની ભાગદોડની જિંદગીમાં અઢળક સંપત્તિતો મળી જાય છે પણ‌ ક્યાંક કશુંક આપણે ગુમાવી રહ્યા છીએ એવું મને લાગે છે, સવારમાં લોકો સ્ફૂર્તિ મેળવવા ચાલવા જશે, જીમ જોઈન્ટ કરશે, હવે તો પાછું નવું શરું થયું છે ઝુમ્બા..! પણ‌ એ‌ જ વ્યક્તિને પત્ની કે પતિ સાથે ચા કે કોફી પીવાનો સમય નહીં હોય...મને ખરેખર આ વાત સાંભળીને આશ્ચર્ય થાય છે કે જે માણસ બે-બે કલાક બીજે સમય બરબાદ કરે અને કહે છે મારી પાસે સમય નથી અજીબ લાગે છે ! જે સમય તમે બહાર બરબાદ કરો છો એ જ સમય પાર્ટનર સાથે વિતાવો જીમ જવાની જરૂર લાગે તો પોતાની અગાશી પર નાનું મ્યુઝિક પ્લેયર લગાડી પાર્ટનર સાથે એકસરસાઈઝ કરી પોતાનાનું જીમ બનાવો અને જિંદગીનો ભરપૂર આનંદ માણો.


Rate this content
Log in

Similar gujarati story from Romance