Varsha Bhatt

Romance

3  

Varsha Bhatt

Romance

પ્રેમની અનુભૂતિ

પ્રેમની અનુભૂતિ

1 min
264


નસીબદારને જ તેનો પ્રેમ મળે છે. વૃંદા ચુલબલી અને નખરાળી હતી. નાની ઉંમરમાં જ વિશાલ સાથે લગ્ન થયાને જીવનની ઘટમાળમાં પરોવાઈ ગઈ. પછી તો બાળકો, તેની પરવરિશ, ભણતર પાછળ સમય જતો રહ્યો. જીવનનાં રંગો ફિક્કા પડી ગયા હતાં. વૃંદા પોતાનો જૂનો શોખ કવિતા, વાર્તા લખવા લાગી. તો વિશાલ પણ તેના ઓફિસનાં કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો. 

જોત જોતામાં ફેબ્રુઆરી મહિનો આવ્યો, એક દિવસ વિશાલનો ફોન આવ્યો કે વૃંદા તું સરસ મજાનો લાલ ડ્રેસ પહેરીને તૈયાર થઈને આવ મારા મિત્રનાં લગ્નમાં જવાનું છે. વૃંદા તો લાલ ડ્રેસ, મેચિંગ ઈંયરીંગ અને પર્સ લઈ તૈયાર થઈ નક્કી કરેલા સ્થળ પર પહોંચી તો વૃંદા તો સરપ્રાઈઝ થઈ ગઈ. ધીમુ મધુર સંગીત વાગતું હતું અને લાલ ગુલાબથી પુરો રૂમ શણગારેલો હતો. રેડ શર્ટ અને બ્લૂ જિન્સમાં વિશાલે ઘુંટણીએ પડી અને વૃંદાને રેડ રોઝ આપ્યું અને બોલ્યો. 

"મારા જીવનમાં આવ્યા તમે બહાર બનીને, શુષ્ક જીવન પણ રંગીન બની ગયું. અંતરની ઊર્મિઓ વહાવીને આપ્યું તમને લાલ ગુલાબ. "

વિશાલનું આ રીતે રોઝ ડે નાં દિવસે રોઝ આપવુ વૃંદાને ખુબ જ ગમી ગયું. પતિ પત્નીનાં જીવનમાં પણ એક બદલાવ જરૂરી છે. જેમાં પ્રેમ પ્રાણવાયુનું કામ કરે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Romance