Kaushik Dave

Drama Romance Others

4.0  

Kaushik Dave

Drama Romance Others

પ્રેમની ઊર્મિ

પ્રેમની ઊર્મિ

2 mins
266


રાજશ્રી, આ તેં શું તૂત શરૂ કર્યું ?

કયા તૂત ની વાત કરે છે મનસ્વી ?

આ એજ વેલેન્ટાઇન ડે આવે એ પહેલાં રોઝ ડે, પ્રપોઝ ડે,હગ ડે. . . વિશે તારા કોટ્સ મુકે છે ! આ પહેલા ક્યારેય તેં આવી રીતે કોટ્સ લખ્યા નથી.

કેમ ? હું યંગ નથી ! ને પ્રેમ તો કોઈ પણ ઉંમરે થાય. બાળક જન્મે ત્યારથી એ પ્રેમ વચ્ચે જ ઉછેર થતો હોય છે.

પ્રેમ ! મને આ બધા ટાયલા વિદ્યા ગમતા નથી. . હા પણ તું લખે છે એ અને શેર કરે છે એ મને ગમે છે.

એટલે મને સારું લગાડવા બોલે છે ?

ના. . ના. . ખરેખર કહું છું. મને લાગે છે કે તને કોઈ સાથે પ્રેમ થયો છે.

ના. . . યુવા પ્રેમ થાય તો જ લખી શકાય ! માતા-પિતાનો પ્રેમ, ભાઈ-બહેનનો પ્રેમ. . . અને બીજા ઘણા બધા. . . આ પુસ્તકો વાંચું છું એટલે સ્ફૂરણા થાય છે. તને ક્યારેય પ્રેમ થયો છે ?

ના. . .

એટલે તું પ્રેમ વગર જીવે છે ? તારી સખી તને સ્નેહ કરે છે.

વાત એ નથી. . પણ જ્યારથી મારી કઝીનને પ્રેમમાં નિષ્ફળતા મળી ને આત્મહત્યા કરી ત્યારથી મને આવી પ્રેમ પ્રવૃત્તિ ગમતી નથી.

ઓકે. . . ઓકે. . .

બીજા દિવસે મનસ્વી કોઈ કામ હોવાથી રાજશ્રીના ઘરે પહેલી વખત આવી. દરવાજો બંધ હતો. મનસ્વીએ ડોર બેલ વગાડી.

રાજશ્રીના ઘરનો દરવાજો ખુલ્યો.

મનસ્વીએ જોયું તો એક છેલછબીલો યુવાન દેખાયો.

યુવાન:-" હેલ્લો, આપ કોણ ?"

મનસ્વી એ યુવાનને એકીટસે જોઈ જ રહી. બોલી શકી નહીં.

યુવાન:-" આપને કોનું કામ છે ?"

મનસ્વી:-" હું મનસ્વી. રાજશ્રીની સખી. આ રાજશ્રીનું ઘર છે ? રાજશ્રી છે ? તમે કોણ છો ?"

બોલતા બોલતા મનસ્વીનું દિલ ધડકતું હતું. . . મનસ્વી વિચારે છે કે મને આ શું થાય છે ? શું આને પ્રેમ કહેવાય કે આકર્ષણ ?

યુવાન:-" હા,આ ઘર રાજશ્રીનું છે. મારું નામ યશ. રાજશ્રીનો કઝીન. "

યશને બોલતા જોઈને મનસ્વીની નજર ઝૂકી ગઈ. . .

મનસ્વીના મનમાં વિચારે છે. . ‌

આ નજરનો જાદુ છે કે,

બીજું કંઈ !,

આંખો ઝૂકી ગઈ ને ,

હવાની એક લહેર,

બસ દેખતી જ રહી,

બસ દેખતી જ રહી.


Rate this content
Log in

Similar gujarati story from Drama