Ishita Raithatha

Romance

3  

Ishita Raithatha

Romance

પ્રેમની યાદોનાં ખાબોચિયાં -૧૨

પ્રેમની યાદોનાં ખાબોચિયાં -૧૨

4 mins
125


કરણ અને પૂજા બંનેએ ફોન તો મૂકી દીધો અને કરણ તો પોતાની મિટિંગ ની તૈયારી કરવા લાગ્યો, પરંતુ આ બાજુ પૂજાની હાલત તો કંઇક અલગજ હતી. પૂજા ને આટલા મોટા રૂમમાં રહેવાની આદત નહોતી અને એમાપણ એકલી તો જરાય નહીં. પૂજાને નીંદર નહોતી આવતી આમથી આમ ઘણા પડખા ફરી પરંતુ નીંદર આવી જનહીં, એટલામાં કરણ નો વોઇસ મેસેજ આવ્યો કે,"આટલા બધા પડખા નહીં ફર આંખો બંધ કર હું તને દેખાઈશ, તો મારા વિચાર માં ને વિચાર માં સુઈ જજે."

આ મેસેજ સાંભળીને પૂજાના મોઢા પર એક સુંદર સ્માઇલ આવી અને પૂજા શરમાઈ ગઈ અને તરત પૂજાએ પણ વોઇસ રિપ્લાય કર્યો,"તમને કેવીરીતે ખબર કે હું નથી સુતી ?" પછી પૂજા કરણ ના રિપ્લાય ની રાહ જોવે છે પરંતુ કરણ તો આ મેસેજ કરીને તરત સૂઈ ગયો હતો માટે કરણે તો મેસેજ સાંભળ્યો જ નહોતો માટે રિપ્લાય કેવીરીતે કરે. પૂજા પણ વિચારે છે કે આ વ્યક્તિ મને પ્રેમ કરે છે પણ મારો મેસેજ પણ નથી જોતો, ખડુસ છે આતો, આવા વિચાર સાથે સાથે પૂજા પણ સૂઈ જાય છે.

બીજે દિવસે જ્યારે પૂજા સવારે જાગે છે ત્યારે ફોનમાં કરણ નો વોઇસ મેસેજ હોય છે," સોરી માય પ્રિન્સેસ રાત્રે નીંદર આવી ગઈ હતી માટે તારો મેસેજ હમણાં જોયો." આ સાંભળીને પૂજાને અફસોસ થાય છે કે, કરણ તો મને સમજે છે પરંતુ હું જ સરખી રીતે સમજી નથી શકતી.

આવિરિતે બંને મેસેજ અને ફોનમાં વાતો કરે છે અને આખરે એ દિવસ આવી ગયો કે જ્યારે પૂજા અને ઘરના બીજા લોકો બધા બોમ્બે જવા નીકળ્યા. પૂજા ઘણી ખુશ હતી, આટલા દિવસમાં પૂજા કરણને ઘણી ઓળખવા લાગી હતી. પૂજાને ખબર હતીકે જ્યારે એ લોકો ઘરે પહોંચશે ત્યારે કરણ ઘરે નહીં હોય. કરણ જરૂરી કામથી પુને ગયો હતો અને રાત્રે કરણને આવવામાં થોડું મોડું પણ થશે. 

બધા ઘરે બોમ્બે ના ઘરે આરામથી પહોંચે છે, બધા થાકી ગયા હોય છે માટે બધા રૂમમાં આરામ કરવા જાય છે અને આરતી, પૂજાને તેનો રૂમ દેખાડે છે અને પછી પોતે પણ આરામ કરવા જતી રહે છે. પૂજા ને આશા તો હતીકે કદાચ કરણ સરપ્રાઇઝ આપવા ઘરે હશે પરંતુ કરણ તો કામથી બહાર હતો. પછી પૂજા ફ્રેશ થઈ જાય છે અને કરણ ની રાહ જોતા જોતા પોતાનો સામાન પણ જગા પર મૂકી દે છે, કારણકે કરણને રૂમમાં કંઈ અસ્ત વ્યસ્ત હોય તે ના ગમે માટે, કરણ આવે તે પહેલાં જ બધું ગોઠવી દે છે.

રાહ જોતાં જોતાં રાતના ૧૨:૩૦ વાગી જાય છે ને અચાનક પૂજા પોતાના ફોનમાં કરણ ના મેસેજ ઘડી ઘડી જોયા રાખતી હતી ત્યારે કોઈ પાછળથી આવીને પૂજાની આંખો ઉપર પટ્ટી બાંધી દે છે. પૂજા કરણનો સ્પર્શ, કરણની સ્મેલ બધું તરત ઓળખી જાય છે.

પૂજા:"અરે તમે આવી ગયા ?"

કરણ:"તું ઓળખી ગઈ મને ? મને હતું કે કદાચ તું ડરી જઈશ."

પૂજા:"અરે હોતું હશે, હું કદાચ મારી જાતને ના ઓળખું પરંતુ તમને તો પાકું ઓળખવા લાગી છું."

કરણ:"ઓહો શું વાત છે આજે તો મારા નસીબ ઊઘડી ગયા!"

પૂજા:"અરે પેલા મારી આંખ પર આ પટ્ટી શા માટે બાંધી છે એ તો કહો, અને તમે તો મને જોઈ લીધી પણ મારે પણ તમને જોવા છે, પ્લીઝ આ પટ્ટી કાઢી નાખો"

કરણ:"અરે ધિરી ખમ"

આટલું કહીને કરણ તરત પૂજાને તેડી લે છે. પૂજાના ધબકારા એટલા જોરજોર થી ધબકવા લાગે છે કે જાણે કોઈ જોરજોર થી ડ્રમ વગાડતું હોય એવું લાગતું હતું. પૂજા ખૂબ નર્વસ હતી, પરંતુ કરણ તો ખૂબ ખુશ હતો. કરણ પૂજાને પોતાના સ્ટડી રૂમમાં લઈ જાય છે અને ત્યાં પૂજાના આંખની પટ્ટી ખોલે છે.

પૂજા કરણ ને જોઇને ખૂબ શરમાઈ જાય છે અને પૂજા કંઈ બોલે તે પહેલાં કરણ સામેની દીવાલ પરથી પડદો હટાવે છે તો તે જોઈને પૂજા એકદમ અચંબામાં પડી જાય છે. 

કરણ:"હેપી બર્થડે માય પ્રિન્સેસ, આ તારી બર્થડે ગિફ્ટ છે."

ત્યાં દીવાલ પર પૂજા અને કરણના મેરેજનો બંનેનો પહેલો ફોટો જે સાથે હતો તે હોય છે અને એ પણ આખી દીવાલની સાઈઝનો હોય છે. આ જોઈને પૂજાની આંખોમાં પાણી આવી જાય છે. પૂજા તરત કરણને ટાઇટ હગ કરે છે. કરણ ના પણ હાથ પૂજાના વાળમાં પ્રેમથી ફરવા લાગે છે અને પૂજા કંઈ સમજે એ પહેલાં કરણ પૂજાના હોઠ પર પોતાના હોઠ રાખીને કિસ કરવા લાગે છે. પૂજા પણ કરણ ના બેક ને ટાઇટ પકડી ને પોઝિટિવ રિસ્પોન્સ આપે છે, જ્યારે પૂજાને શ્વાસ લેવામાં તકલીફ થાય છે ત્યારે કરણ કીસ્સ કરવાનું મૂકી દે છે.  પૂજા તરત શરમાઈને ઊંધી ફરી જાય છે. 

કરણ:"તને ગિફ્ટ ગમ્યું ?"

પૂજા:"હા ખૂબ ગમ્યું."

કરણ:"અને ગીફ્ટ આપવા વાળો ગમવા લાગ્યો ?"

પૂજા આંખના ઇશારાથી હા પાડીને તરત રૂમમાં બેડ પર જઈને સૂઈ જાય છે. કરણ ફ્રેશ થઈને પૂજાની બાજુમાં આવે છે અને પૂજાને પોતાની પાસે ખેંચીને પૂજાને પોતાના શોલ્ડર પર સુવડાવીને વાતો કરે છે.

કરણ:"તો કાલે તારી કોલેજ જો પ્રથમ દિવસ છે આ લે તારું એડમિશન ફોર્મ."

પૂજા;(થોડી ઊભી થઈને)"શું મારું એડમિશન ફોર"

કરણ:(મસ્તી કરતા કરતા)"તારા કાન તો બરાબર છે. તે બરાબર જ સાંભળ્યું છે."

પૂજા:"પરંતુ હું ઘર અને ભણવાનું એક સાથે કેવીરીતે કરી શકીશ ?"

કારણ:"કેમ અત્યાર સુધી તું ઘરે રહીને નહોતી ભણતી ?"

પૂજા:"અરે એમ નહીં, એ મારું પિયર હતું અને આ મારી સાસરી છે."

કરણ:"હા તો સાસરી છે કાંઈ જેલ થોડી છે, અને મને તારા પર પૂરો વિશ્વાસ છે કે તું બધું મેનેજ કરી લઈશ."

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance