Hetshri Keyur

Drama Inspirational

3  

Hetshri Keyur

Drama Inspirational

પરિવાર - ૪

પરિવાર - ૪

2 mins
223


જોત જોતાંમાં મારા લગ્નને એક વર્ષ થવા આવ્યું અમારા મોટા પરિવારનાં ઘણા સભ્યો હતાં.ઘરમાં ઓરડા પૂરા ત્રણ પણ ન હતાં.મારા પિતાજી અને દાદા અને ઘરના વડીલ વિચારતા હતાં.ઘણા સમયથી કે કોઈ એક જગ્યા એ મોટી જમીન લઈ અને એમાં આપણે બધા રહી શકીએ એવું ઘર બનાવી દઈએ આખો પરિવાર એક સાથે રહે એમ, કારણ મારા દાદા - દાદી, મમ્મી અને પપ્પા, મારા ચાર કાકા અને ચાર કાકી, મોટા કાકા નિ:સંતાન હતાં.! બીજા નંબરનાં કાકા ને બે દીકરા હતાં.બંને પરણી ગયા હતાં. અને ત્રીજા નંબર નાં કાકા અને સૌથી નાના કાકા ને જોડિયા દીકરા હતાં. ત્રણ ફઇ ત્રણેય અવિવાહિત હતાં. હું અને મારા ત્રણ ભાઈ હતાં. કુંવારા હતાં. હજુ નાના હતાં. ત્રણેય માટે એમનાં લગ્નને થોડો સમય હતો હજુ અને એક મોટા બહેન હતાં.મારે એમ થઈ અમારા પરિવાર માં મારા લગ્ન પછી અમે પરિવાર માં ૨૯ સભ્યો હતાં.એક છત નીચે ખુબજ આનંદથી રહેતા હતાં. પરંતુ સંપથી રહીએ એમાં નાં નહિ પરંતુ જગ્યા મોટો પરિવાર હોય તો મોટી જોઈએ,મોટું ઘર બનાવું પડે,એવું વડીલો નું માનવું હતું કારણ અમે આખો દિવસ દીવાન ખંડ માં રહેતા અને રાત્રે અગાસી એ કે ફળિયામાં એમ જેને જ્યાં ગમે ત્યાં સુઈ જતું, પરંતુ પરસ્પરના પ્રેમ ને કારણે પડતી અગવડતા હતી એ કોઈજ ને દેખાતી ન હતી, અમે સાંજ પડે ઘરમાં બધા ભેગા થઈ રમતો રમતા અને મસ્તી મજાક કરતા દિવસ ક્યાં હતો રહેતો ખ્યાલ ન આવતો.

       પરંતુ દાદા નું કહેવું હતું કે પરિવાર હજી મોટો થશે અને અગવડ પણ વધશે ભલે આપણે બધા હળી મળી ને રહીએ છીએ પરંતુ એક બીજાની સગવડતા જોવું જોઈએ,પૈસા પૂરતા હતાં. ભલે અમે લાખો પતિ ન હતાં. પરંતુ બધા જ પોતાની આવક નો અમુક નિયત હિસ્સો મારા દાદી નાં હાથ માં દેતા અને ઘર દાદી અને દાદા ચલાવતા, કોઈ પણ આકસ્મિક ખર્ચ આવે તો પણ બધા જ સાથે મળી પૈસા ની વ્યવસ્થા કરતા પરંતુ દાદા નું માનવું એવું હતું કે સમય અનુસાર સંપ હોય એમાંનાં નથી પરિવારમાં સંપ છે એ દાદા કહેતા કે એમના માટે ગર્વની વાત છે પરંતુ સમય પ્રમાણે અનુકૂળ થઈ રહેવું જોઈએ પરંતુ ઘરના સભ્યો એ એક શરત કરી કે મોટી જમીન લઈ અને ત્યાં આપણા રહેવા મટે મોટું મકાન બનશે, રસોડું અને મુખ્ય દ્વાર એક જ રહેશે તેમજ બધા માટે રહેવાના જુદા ઓરડા ભલે હોય પરંતુ મકાન એક જ રહેશે ! દાદા આ સાંભળી ખુશીનાં આંસુ રડવા લાગ્યા અને કહ્યું બાળકો મારી પણ આજ ઈચ્છા હતી મારો ઉછેર એટલી હદે ઉત્તમ હશે મને આજે ખ્યાલ આવ્યો અને ખાસ કરી મારા દરેક વેવાઈનો આભાર કે મારા પરિવાર માટે ગુણવાન તેમજ સંસ્કાર અને સહનશીલતા ભરેલ પુત્રવધૂ રૂપે સોના આપ્યા !

     એ પ્રમાણે વિચારતા અમારે ઓછામાં ઓછી ૩૦૦થી ૪૦૦વાર ઉપર જગ્યા જોઈએ,માટે અમે જમીન ની શોધમાં હતાં. વધુ આવતા અંકે


Rate this content
Log in

Similar gujarati story from Drama