Aniruddhsinh Zala

Romance Action

4.5  

Aniruddhsinh Zala

Romance Action

રંગ સાચી પ્રીતનો ખીલ્યો હૈયામા

રંગ સાચી પ્રીતનો ખીલ્યો હૈયામા

5 mins
364


ઝગમગતી દિવાળીના દિવસે નાયરા મા બાપે તેના માટે પસંદ કરેલ યુવક મિતેષ સાથે થિયેટરમાં આવી હતી. ફટાકડાંઓથી આકાશ રંગીન બની રહ્યું હતું. બંને નવી જોડી બનવા જઈ રહ્યાં હતાં એટલે ધડકન બંને હૈયે સુમધુર ચાલતી હતી. જાણે ફૂલઝડીની જેમ નાયરા ઝગમગતી ઝગમગતી હતી અને મિતેષ તેની ફૂલઝડી જોઈ પ્રેમની મૌજ માણતો હતો.

થિયેટરમાં ગયા બાદ પાછળ સીટમાં બેઠેલ લફંગા યુવકો તેની સાથે અડપલાં કરતાં નાયરાએ મિતેશને વાત કરતાં તે બોલ્યો,

"નાયરા તે ચાર લોકો છે થોડીવાર સહન કરી લે આપણે હમણાં સીટ બદલી નાખીશું."

નાયરાને ભયંકર ગુસ્સો ચડ્યો મિતેષ પર પણ બોલી નહીં એટલામાં બાજુમાં બેઠેલ યુવક બોલ્યો, "ચૂડીઓ પહેરાવીને બેસાડજો આ ડરપોકને જે નારીની મર્યાદાનું રક્ષણ કરતાં ડરે છે."

મિતેષ સમસમી ગયો પણ નાયરાને તે યુવકની વાત ગમી તેને આંખોથી તે યુવકનો અભાર માન્યો.

 હવે પાછળથી લફંગાઓએ ફરી અડપલાં કરતાં જ નાયરાએ ઉભી થઈને એકને તમાચો મારી દીધો. મિતેષ આ જોઈને ડરીને બોલ્યો, "નાયરા કેમ આવી બાઝકણી છે ? આવું ન કરાય તારે."

પેલા ચાર યુવકોએ નાયરાને પકડીને મિતેશને ધમકી આપતાં તે નાયરાને છોડી દૂર ભાંગી ગયો. નાયરા પિંજરામાં ફસાયેલી હતી ત્યારે તેને બાજુમાં બેઠો હસતો પેલો યુવકને જોઈ રિસમાં બોલી, "મિતેશ તો કાયર નીકળ્યો હવે તું આમ હસીને શું સાબિત કરવા માંગે છે.?"

"એજ કે યુવતીઓએ પૈસાવાળો નહીં પણ જીગરવાળો સાથી પસંદ કરવો જોઈએ."

કહેતાંક કરાટેનો જોરદાર સ્ટંટ કરતાં તે યુવકે ઉછળીને એક લાત મારતાં પેલો નાયરાને પકડેલાં યુવકનાં દાંત તૂટી ગયા. લડાઈ થતાં ફિલ્મ રોકાયું અને બહાર સાચી ફાઇટ શરૂ થઈ. ચાર યુવાનો એક વ્યક્તિ પર હુમલો કરતાં હતાં અને તે એકલો ટક્કર આપતો હતો.

ખૂણામાં ઉભેલો મિતેષ આવીને નાયરાનો હાથ પકડી બોલ્યો, "ચાલ જલ્દી ભાગી જઈએ નહિતર પોલીસના લફરામા પડવું પડશે."

નાયરા એક ઝાટકે હાથ છોડાવતા બોલી, "ભલે જે થવું હોય થાય હું ડરપોક નથી. હું ક્યાંય નહીં જાવું. "

ત્રણ લોકોએ પેલાને નીચે પાડીને એક માથામાં લાકડી મારવા જઈ રહ્યો હતો ત્યાં જ નાયરાએ હિમત કરી દોડીને તેને એક ફેટ મારતાં તે દૂર હતી ગયો  એટલે પેલા બચાવનાર યુવકે જોરદાર લડત આપી પગથી કિક મારતાં બીજા બેને નીચે પાડી દીધા અને બીજો છૂરી મારવા જાય તે પહેલા જ તેને જોરદાર મુકો મારી મોઢું લોહીથી રંગી દીધું. નાયરા સામું જોતાં જ તે બોલ્યો, 

"ખુબ અભાર આપનો પરી. "

ત્યાં જ પાછળથી મારવા આવતાં નાયરાએ તે લફન્ગાને જોરદાર ફેટ મારી પેલો દૂર જઈ ભટકાતા નાયરા પેલા બચાવનાર યુવકને બોલી, "તું અભાર કેમ માને છે તું તો મારી મર્યાદાની રક્ષા કરે છે. "

યુવક મોઢે આવેલ લોહી લૂછતાં સ્મિત કરી બોલ્યો, "તમે તો હાલ વીરતા બતાવી મને મદદ કરી તમે હિમત બતાવી તે બદલ અભાર. "

એટલામાં ફરી પેલા બે યુવકો લડવા આવતાં યુવક બોલ્યો, "પરી બાજુમાં હટ" કહીને પેલા બંનેને પેટમાં મુક્કો મારતાં બૂમ પાડી ગયા.  

 જોરદાર સાહસ જોઈ નાયરા બોલી, "એય મને પરી કહે છે તો તારું નામ શું ?"

ફાઇટ ચાલુ રાખતાં જ એક પગે હવામાં ઉછળી નવી અદામાં દુશ્મનના ગરદન પર લાત મારી તેને ભોંયભેગો કરીને વિજયી અંદાજમાં નાયરાની આંખોમા જોતાં તે ઉગતી મૂંછ પર તાવ દેતાં બોલ્યો, 

"રણવીર નામ છે મારુ !"

"અરે વાહ નામ એવા જ ગુણ."

પરી બોલે તે પહેલા જ યુવક ફરી લડવા લાગ્યો ભીડ બરાબર જોવા જામી હતી. એકલા ભડવીર રણવીરે ચારેય યુવકોને મારી મારીને કોથળો કરી નાખ્યાં. બધાને નીચે પાડીને કમરમાંથી પટ્ટો કાઢીને ઝૂડવા લાગ્યો પેલા રાડો પાડતાં હતાં. 

અચાનક પોલીસ આવી ગઈ થિયેટરમાં હાજર લોકોએ જણાવતાં આ ચારેય લફંગાઓને પકડી લીધા. થિયેટર માલિકે રણવીરનો અભાર માન્યો. પરીએ પોતાનો દુપટ્ટો તોડી રણવીરના હાથે લોહી નીકળતું હતું ત્યાં બાંધી દીધો

એટલામાં ફરી મિતેષ આવી બોલ્યો, "નાયરા બધા જોઈ રહ્યાં છે તને શરમ નથી આવતી આમ દુપટ્ટો તોડી આના હાથે બાંધતા ? ચાલ ઘેર જલ્દી મોડું થાય છે. "

"જરાય શરમ નથી આવતી એક બહાદુર યુવક જેને મારી આબરૂ બચવા પોતાનો જીવ જોખમમાં મુક્યો તેના હાથે બાંધતા."

નાયરા જોરથી બોલતા સહુ તેની સામું જોઈ જ રહ્યાં હતાં. તે બંનેનો ઝગડો ન વધે એટલે રણવીર હાથનો પાટો છોડતા બોલ્યો, "સોરી લ્યો આ દુપટ્ટો હવે આપ બને શાંત રહો. "

 નાયરાએ રણવીરને રોકી ફરી પાટો બાંધતા ધીરેથી બોલી, 

"તું મને ખુબ જ પસંદ છે. પણ તને હું પસંદ આવું તો કાયમ આમ જ એકબીજાની પડખે ઉભા રહી જીવન જીવવા માંગુ છું. એક જીગરવાળો જીવનસાથી પસંદ કરવાં માંગુ છું. જબરજસ્તી નથી જો તારી હા હોય તો વિચારી કહેજે. "

નાયરા ધીમા ડગલે અવળી ફરી ચાલી રહી હતી મિતેશને ભૂલી રણવીરના પ્રેમનો રંગ તેના હૈયે છલકતો હતો. પહેલી જ મુલાકાતમાં રણવીર પણ સંપૂર્ણ ભરોસો કરનાર તેનું હદય હજીય કહેતું હતું કે રણવીર તેને પાછળથી આવીને રોકશે. "

ભારે ભીડ વચ્ચે એક યુવતીએ આમ પ્રપોઝ કરતાં રણવીર વિચારમાં પડી ગયો હતો યુવતી બહાદુર અને ગમે તેવી હતી પણ આમ અચાનક. તેને પોતાનાં હદયપર હાથ મૂકીને જોયું તો હદયમાં પણ જાણે પ્રીતનો રંગ ચડ્યો હોય આ પરી ખુબ પસંદ આવી હોય તેવો અહેસાસ થયો. 

હવે બધું જ ભૂલીને તે દોડ્યો અને ધીમા પગલે થિયેટરના દરવાજા બહાર જતી નાયરનો હાથ પકડતાં નાયરાને જાણે અપાર ખુશી થતાં તે આંખમાં આંસુ સાથે બોલી,  "મારુ હદય કહેતું હતું તું મને સ્વીકારશે જરૂર. "

રણવીર પોતાની પરીની પાસે ઢીંચણીયે પડીને હાથ લાંબો કરી પ્રપોઝ કરતાં બોલ્યો, "પરી ભલે આપણે બને એકબીજાને જાણતાં નથી પણ બંને હદયમાં તો પ્રેમનો રંગ છલકી રહ્યો છે. જો તું મને લગ્ન માટે હા પાડીશ તો સદાય આમ જ તારી ખુશી માટે અને તારી રક્ષા માટે દુનિયા સાથે લડતો રહીશ. "

પરીએ રડતી આંખોએ રણવીરનો હાથ પકડી ઉભો કરી બધાની વચ્ચે મિતેષની સામું જોઈને વ્હાલથી રણવીરને પોતાની બાહોમાં સમાવી દીધો. બને હૈયા પ્રેમનાં રંગથી રંગાઈ ગયા હતાં. બધા લોકોએ તાળીઓથી આ જોડીને વધાવી લીધી. 

મિતેષ ગુસ્સામાં ભાગ્યો નાયરના ઘેર. તે નાયરાના મા બાપને ફરિયાદ કરતો હતો કે અચાનક નાયરા રણવીર સાથે આવીને દિવાળીનો મોટો બૉમ્બ ફોડતી હોય તેમ બોલી, "પિતાજી મને આ પૈસાવાળો કાયર નહીં પણ જીગરવાળો રણવીર પસંદ છે. "

ગાંડી ટેટીની જેમ વિફરેલી નાયરાએ મા બાપને બધી વાત જણાવીને નાયરા બોલી, "હવે આપની રજા હશે તો જ હું ને રણવીર લગ્ન કરીશું નહિતર આમ જ દૂર રહી કુંવારા રહી બને એકબીજાની ખુશી માંગતા રહીશું. "

સાંભળીને મા તો મિર્ચી મિર્ચી બોમ્બની જેમ ફૂટ્યા નહીં પણ હવાઈની જેમ ખૂશ થઈને બોલ્યાં, "બેટા મારી તો તને ગમે ત્યાં જ લગ્ન કરાવવાની ઈચ્છા હતી. સારું કર્યું તે જાતે જ સારો યુવક પસંદ કર્યો. પિતાજીએ પણ મૌનમાં સંમતિ આપતાં ડરપોક મિતેષ હારીને ભાગી ગયો. અને રણવીરે તેની પરીને કાયમ હદયમાં સમાવી જીવનમાં સ્થાન આપી દીધું. 

નાયરાએ ફોડેલા મિર્ચી બોમ્બથી કાયર મિતેષના હૈયાનાં અરમાનો સળગી ગયા અને રણવીરનો હદયમાં ફૂલઝડી નાયરા પ્રગટતાં અજવાળા થઈ ગયા 


Rate this content
Log in

Similar gujarati story from Romance