Tirth Shah

Drama Horror Fantasy

4.0  

Tirth Shah

Drama Horror Fantasy

સાચી પરખ

સાચી પરખ

5 mins
344


દીકરી તો કાળજા કેરી કટકી હોય છે. તેની તોલે તો કોઈ જ ન આવી શકે ! દીકરીનું બીજું નામ છે ઋણ, ત્યાગ, બલિદાન, સમર્પણ, લાગણી, ભીની સુવાસ અને લક્ષ્મી.

      સાગપરિયાનો ખુલ્લો હાઇવે છે, સોરઠ ના મોટા શહેરની પાસે નાનું ગામ એવું સાગપરિયા.. બે ખુલ્લા ધોરીમાર્ગની વચ્ચે આવેલું નાનું જે ગામ......માત્ર ઢાબાની સુવિધા મળે અને ટાયર પંચર વાળાની બે દુકાન, જોડે એક માતાજીનું નાનું મંદિર........બેય બાજુ નર્યા જંગલો અને વચ્ચે નીકળતો ધોરી માર્ગ.

માંડ કોઈ ગાડી ત્યાં ઊભી રહે. એવા નાના ગામે કોઈ ઊભું ના રહે, સીધી સડસડાટ ગાડી નીકળી જાય. લૂંટાવાની બીકે અને કોઈ આત્માના બીકે કોઈ ઊભું ના રહે.. માંડ દિવસની એક એસ.ટી. જાય......

" આજે તો ખાસુ મોડું થઈ ગયું " આમેય કોઈ રસ્તામાં હોટેલ નથી આવવાની અને બીજી બાજુ ભૂખ લાગી છે. નાની અમથી જેવી આવે એવી ખાવું તો પડશે જ ! ' એમ ડૉ. દેરવાળા બોલે છે '

એમની ગાડી સડસડાટ નીકળતી રાતના એ ધોરીમાર્ગ ને કાપતી કાપતી સાગપરિયા ગામે આવી ઊભી રહી. દૂરથી બોર્ડ દેખાયું " ગરમ ભોજન " વળો ડાબી બાજુ......

     ને તેમની ગાડી સાગપરિયા માટે ડાબી બાજુ વળી. એ ભેંકાર રસ્તો, ના કોઈ લાઈટ, ના કોઈ માણસ, ના કોઈ અન્ય વાહન, ના કોઈ ગામ જેવું લાગે....માત્ર એ અને ખાલી રસ્તો.

" ડૉ. એ ગામની દિશા તરફ વળ્યા અને એક નાનું ઢાબા જેવું નજરે આવ્યું " ફટાક કરીને ગાડી ઊભી રાખી અને ત્યાં જઈ ને ઊભા રહ્યા. અંદર નજર નાખી કોઈ જ નહીં, એક પીળો બલ્બ ચાલુ, એક જુના જમાના નો રેડિયો અને બાબા આદમ નું ગીત, આખાય ઢાબા માં કોઈ કરતા કોઈ નહીં.. બધે નજર ફેરવી અને નિરાશા ના મોઢે પાછા ફર્યા ત્યાં તેમની પાછળ એક ઊંચો સરખો માણસ આવ્યો...

એને જોઈ ને ડઘાઈ ગયા અને કહ્યું : ભૂખ લાગી છે કાઈ બનાવી દો......બહુ દૂરથી આવ્યો છું.

એ માણસ ને જોઈ ને ડૉ. ગભરાઈ ગયા અને તેનો વ્યવહાર જોઈને ડરી ગયા. પછી માણસ જોડે વાત કરવાની ચાલુ કરી.

ડૉ. : બાકી રાતે પણ તમારે ચાલુ રાખવું પડે ?

માણસ : મેં ગુજરાતી નહીં હું..મુજે નહીં સમજ આયેગા.

ડૉ. : કોઈ વાંધો નહીં, તુમ ખાના બનાઓ મેં બેઠા હું.

માણસ : સાહબ, બહાર બેઠો..યહાઁ નહીં.

ડૉ. બહાર બેઠા અને વાત ને અડધો કલાક પર વીતી ગયો પણ પેલો માણસ હજુ આવ્યો નહીં. એ વિચારે આટલી વાર લાગતી હશે ? પછી ફરી ત્યાં બેસી રહ્યા અને રાહ જોવા લાગ્યા..

    ના રહેવાયું અને છેલ્લે અંદર ગયા, જોયું તો અંદર કોઈ જ નહીં.. એજ પીળો બલ્બ અને રેડિયો નું ગીત. પણ, બનાવનાર માણસ ગાયબ......ડૉ. ને જાણે આંખે અંધારા આવ્યા અને પોતે ન માનનાર માની ગયા.

ડૉ. ને તો કાપો લોહી ના નીકળે.. પછી યાદ આવ્યું : એ માણસ બહારથી જ અંદર આવ્યો હતો માટે બહાર ગયો હશે.....બાથરૂમ કરવા અથવા કોઈ અન્ય કામે.

   ડૉ. ઘણી રાડો પાડી પણ સાંભળે કોણ ? છેવટે જીવ વહાલો લાગે તેમ ભાગ્યા ગાડી લઈ ભાગ્યા..

" માંડ ગાડી આગળ વધી હશે ને ત્યાં જ ગાડી બંધ " ગાડી ને ચાલુ કરવા માટે મથ્યા પણ ગાડી ચાલુ જ ન થઈ !" 

ડૉ. ને શંકા ગઈ અને થયું જરૂર આ પેલા માણસનું કામ છે જેણે મને હેરાન કરવા માટે અને લૂંટવા માટે મારી જોડે પૈસા હડફવા માટે આ પ્લાન કર્યો હશે. 

   રસ્તાની બેય બાજુ કોઈ નહીં.. અને નસીબ જોગે એક ગાડી નીકળી..ઘણી રાડો પાડી પણ કોણ ઊભું રહે ? દરેક એમ જ વિચારે અહીં ઊભા રહેવા જેવું નથી, કોઈ સારું માણસ ના હોય, લૂંટી કાઢે..........ડૉ. તો એવો ભરાઈ ગયો હતો કે જાય ક્યાં ?

અને રહેમ રાહે એક ગાડી ઊભી રહી અને આખીય ઘટના કહી.. એમાં ગાડીમાં એક નાની છોકરી અને તેના પિતા જેવો લાગતો પુરુષ. 

   અને ભણેલા ગણેલા હતા માટે ડૉ. બેસી નું માની ગયા અને તેમની જોડે ડૉ. બેઠા..

ઘણી વાતો નીકળી અને એવામાં ધ્યાન ગયું ડૉ. નું.........

"છોકરી ના પગ ઊંધા હતા અને એ ક્યારની બારી બહાર જ જોયા કરતી હતી" ડૉ. ને ફરી શક ગયો અને મનમાં વિચાર્યું જરૂર કાઈ લોચા છે..

  બહુ લાબું વિચાર્યું નહીં અને ચાલુ ગાડી એ ઊતરી ગયા, હવે તો એ કયાંય આવી ગયા હતા..અને એમની ગાડી પણ ક્યાંય હતી. ભયાનકતાની હદો વટાવી ગયા.

   " સ્થિર મને બેઠા અને જોયું તો રાત ના ત્રણ વાગ્યા હતા " તેમને રાહત જેવું લાગ્યું અને થયું બસ એકાદ કલાક બાદ તો સવાર અને સવારે તો ભીડ હોય અને ભૂત જેવું ના હોય.

મારે ક્યાંય મદદ નહીં માત્ર હું અહી બેસું અને આરામ કરું. એવા માં માંડ આંખો બંધ હશે ને ત્યાં જ કોઈ ના રડવાનો અવાજ આવ્યો અને એક ઝાટકા સાથે જાગી ગયા અને જોયું તો સામે કોઈ નહીં............

       મનમાં ભ્રમ હશે વિચારીને ફરી આડા પડ્યા ને ત્યાં ફરી અવાજ આવ્યો. જોયું તો એક નાની છોકરી દોડતી દોડતી તેમની નજર સામેથી ગઈ. અને અલોપ પણ થઈ ગઈ.... ફરી વાર નજરે આવી અને અલોપ....અને એટલા માં ડૉ.ની એકદમ નજરે આવી ગઈ અને હસવા લાગી, નાચવા લાગી અને ગાવા લાગી.......

એને જોઈ ડૉ.ની આંખો ભરાઈ ગઈ અને એમની દીકરી યાદ આવી ગઈ જે અદ્દલ આ છોકરી સમાન હતી અને દીકરી તેના જેવી જ લાગતી હતી.

    ડૉ. તેને જોઈ ને રડી પડ્યા અને તેમની દીકરી ને યાદ કરવા લાગ્યા...જે આમ જ હતી અને એક રાત્રે તેનું નિધન થયું.. હાથ માં રાખેલી બાળકી તેમની જતી રહી, અને ખુદ ડૉ. હોવા છતાં માત્ર જોઈ જ રહ્યા અને બચાવી ના શક્યા.

  " પરી નામ જેવી પરી " મમતા ના સાગરમાં ઊછરેલી પરી અને પિતાની ગોદમાં રમતી એવી પરી. બાની લાડકવાઈ અને દાદાની રાજકુમારી... એવી પરી માંડ દસ વર્ષની ઊંમરે જતી રહી.

એકાએક ડૉ. ને તેમની પરીની યાદ આવી અને મનમાં થયું : " આજે હું બચી ગયો મારી પરી ના કારણે " મારી પરીની હાજરી હશે માટે આજે હું બચી ગયો નહીં તો આજે જે મારી સાથે થયું છે તે જોતા એમ જ લાગે કે આજે મારો છેલ્લો દિવસ હોત.

" નથી પરી મારી પાસે છતાંય મારી મદદ કરે છે " કેટલી શુદ્ધ આત્મા છે એનો......એને એના બાપ નું દુઃખ જોવાઇ ન રહ્યું અને મને મદદે આવી મારી પરી..આજે ક્યાંક ને ક્યાંક હું બચી ગયો એમાં મારી પરીનો જ હાથ છે.

હા, હું નથી માનતો પ્રેત ને પણ, જે ઘટના બની અને હું જીવીત રહ્યો એજ મારી પરી નો હાથ અને ઈશ્વરનો આધાર....

પ્રાણ જાય પણ પ્રકૃતિ ના જાય...દીકરી તો વિધાતાનું ઘર છે.. એમ જ ખોળે દીકરી નથી આવતી.

સાચી પરખ તો દીકરી કરી જાણે બાકી અમથી દીકરી એના બલિદાન અને ત્યાગ માટે નથી જાણીતી.

આવજો.        

-કથા કાલ્પનીક છે જેની નોંધ લેવી.


Rate this content
Log in

Similar gujarati story from Drama