Alpa DESAI

Others Romance

3  

Alpa DESAI

Others Romance

સાધના-૧૩

સાધના-૧૩

4 mins
14.5K


ઘરે પહોચીને સાધના સૌ પહેલા પોતાના સાસુ-સસરાને પગે લાગી. હાથ-મો ધોઈને સીધી જ રસોડામાં પહોચી ગઈ. રેખાબેન મમ્મીને મદદ કરતા હતા. સાધના બોલી, ”રાધાબેન તમે આરામ કરો હવે હું આવી ગઈ છું તો બધું કરી નાખીશ.” "ના હવે બધું કામ થઇ જ ગયું છે, આપણે કાલે છેડા-છેડી છોડવા જવાનું. તો તમે બધી તૈયારી કરી લો. હા પણ એક વાત તમારે મને રાધા નહિ કહેવાનું. આ નામથી તો મારા મમ્મી જ મને બોલાવે છે. રેખા એ છણકો કર્યો. “સારું ! નહિ કહું બસ ! હવે તમે બહાર જાવ, હું પોતું મારી દઈશ." "સારું ત્યારે" કહીને  રેખા બહાર નીકળી ગઈ."

આજે સાધનાને થોડો ડર લાગતો હતો કે મારાથી કઈ ભૂલ તો નથી થઈને ? તે જલ્દી કામ પતાવીને ભરતને મળવા માગતી હતી પણ ભરત આવીને, તેના મિત્રોને મળવા ઉપડી ગયો હતો. સાધના તેમના સાસુ પાસે જઈને પૂછવા લાગી, "મમ્મીજી કાલે માતાજીએ જવાના છીએતો તો શું પૂજાપો લેવાનો રહેશે ?"

કૈલાશબેન બોલ્યા, ” કાલે આપણે બધા જવાના છીએ તો તારે કઈ ચિંતા નહિ રહે, હવે તું થાકેલી છો તો સુઈ જા. મેં બધી જ તૈયારી કરી લીધી છે આપણે સવારના પાચ વાગ્યાની બસમાં જવાનું છે." હવે સાધનાને થોડી નિરાંત થઇ કે કાલે કોઈતો મોટેરું અમારી સાથે આવશે.

ભરત પણ આવી ગયો અને હાથ પગ ધોઈને પોતાના રૂમમાં

જતો રહ્યો. સાધના પણ પાણી લઈને રૂમમાં આવી તે બોલી કાલે સવારે વહેલા ઉઠવાનું છે, પાંચ વાગ્યાની બસ છે. મમ્મી કહેતા હતા." "ઓ કે" કહીને તે તરત જ સુઈ ગયો.

માતાજીએ જઈને બધા પાછા હેમખેમ આવી ગયા. હવે કાલે રેખાને તેડવા મહેમાન આવવાના છે અને તે જ સાંજે તેઓ શિમલા ફરવા જવાના છે. તેથી વહેલા તૈયાર થઇ જજો કૈલાશબેને ઘરમાં સહુને કહી દીધું. રેખાને તેડીને મહેમાનો ગયા અને બીજે જ દિવસે આ પરિવાર પણ મુંબઈ માટે રવાના થવાનો હતો. સવારે બધો સમાન તૈયાર થઇ ગયો. સાધનાના ભાઈ ને ભાભી પણ સ્ટેશન પર મુકવા આવવાના હતા. બધા સ્ટેશન પર નિયત સમયે પહોચી ગયા. ભાભીએ સાધનાના હાથમાં પૈસા આપ્યા અને કહ્યું, “પોહોચીને ખુશી ખબર આપશો. કાગળ લખતા રહેજો. તબિયતનું ધ્યાન રાખશો .." ત્યાજ ગાડીએ પાવો માર્યો બધા ગાડીમાં ગોઠવાય ગયા. હવે સાધનાને મનમાં એમ થતું હતું કે, 'હું દેશમાં પછી ક્યારે આવીશ ?' વધારે વાત પણ ન કરી શકી ભાભી સાથે ! અને ગાડી સરકતી સરકતી દેખાતી બંધ થઇ ગઈ.

મુંબઈ પોહોચીને સાધનાનું ખુબ ઉષ્મા ભર્યું સ્વાગત તેના પડોશીઓ એ કર્યું. સાધના પણ પોતાનો ગૃહ પ્રવેશ કરતા ખુબ આનંદ ની લાગણી અનુભવતી હતી. આજે બધા બહુ ખુશ હતા .આમ જ ખુશીના દીવસો ચાલતા હતા. આજે રેખાબેન તથા જમાઈ ફરીને આવી ગયા હતા અને રાતના તો તેઓની દુબઈ જવાની ફ્લાઈટ હતી. તે લોકોને મુકવા ઘરના તમામ સભ્યો જવાના હતા. હીરજીભાઈ પણ શાંત લગતા હતા.

સાધના તેમના મનની વાત જાણી ગઈ તેને ભરતને કહ્યુકે, "તમે પપ્પા પાસે બેસો. હું ને મમ્મી અંદર સુધી જવા આપે તો જઈશું." બધાની રજા લઈને રેખા તેના પતી સાથે અંદર પોહોચી ગઈ.

કૈલાશબેનને પોતાની લાડકી રાધાની વિદાય બહુ વસમી લાગી લાગી. તેની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. આજે સાધનાને ફરી તેનું પિયર યાદ આવી ગયું. સવાર પડતા જ “વિવિધ -ભરતી”ના મુંબઈ રેડીઓ પરથી જૂની હિન્દી સિનેમાના ગાયન વાગી રહ્યા હતા. કોઈના ઘરમાં ભગવાનની ઘંટડીનો અવાજ આવી રહ્યો હતો, તો કોઈના ઘરમાં ટીફીન બનાવવાની તૈયારીઓ ચાલતી હતી. મુંબઈની સવાર ખુબ જ ઝડપી હોય છે. બાલ્કનીમાંથી દેખાતા દ્રશ્ય મુજબ કોઈ સ્ત્રીઓ ફેશનેબલ 

કપડામાં તો કોઈ રંગ બે રંગી સાડીમાં સજ્જ થઈને ઓફિસે જવા નીકળતી હોય, ડબ્બાવાળા સફેદ કપડામાંને માથે ગાંધી ટોપીમાં સજ્જ થયેલા હોય છે. નાના ભૂલકાઓ પોતાની શાળાના ગણવેશમાં જાતા દેખાતા હોય છે. આમ, સવારથી જ માર્ગો પર લોકોની અવરજવર રહેતી હોય છે. સાધના મનોમન વિચારવા લાગી આ લોકો કેટલા જલ્દી ઉઠીને કામ પર જતા હશે ? ભરત રસોડામાં આવ્યો તો પણ તેનું ધ્યાન બારીમાંથી પસાર થતા લોકોના જ વિચારમાં ખોવાયેલુ રહ્યું. ભરતે ખોખારો ખાધો અને તે તંદ્રામાંથી બહાર આવી. ભરત બોલ્યો, "શું જોઈ રહ્યા છે મેડમ ? તારે આમ નોકરી કરવા નહિ જવું પડે હો ! આજે સાંજે જલ્દી તૈયાર થઇ જજે, આપણે જુહુ ચોપાટી મારા મિત્રોને તેના કુટુંબ સાથે ફરવા જવાનું છે." સાધનાના મનમાં એક રોમાંચ ઉઠ્યો પોતાના પ્રિયતમ સાથે દરિયા કિનારે જવાની કેવી મજા આવશે ? તે વિચારતા જ તે રોમાંચિત થઇ ગઈ.

(ક્રમશ)


Rate this content
Log in