Alpa DESAI

Others Romance

3  

Alpa DESAI

Others Romance

સાધના-૭

સાધના-૭

5 mins
14.8K


રાતના બધા વાળું કરી ને બેસતા અને રોજ બરોજની વાતો કરતા પણ આજે આ ક્રમ ન જળવાયો. બાપુ બોલ્યા કે "ભાઈ તે મુનશીભાઈના બહેન સાથે વાત કરી, તે તેના ભાઈનું બંધ ઘર પાચ કે છ દિવસ વાપરવા આપશે ?" “હા બાપુ મારે વાત થઇ ગઈ છે, તે લોકો ને કોઈ જ વાંધો નથી, ઘરવખરી તેમજ પાગરણ પણ જોઈતું હોય તો વાપરજો કશો જ વાંધો નથી. ત્યાં સુધી સગવડ આપી છે. હવે ફક્ત રસોઈયાની તજવીજ હાથ ધરવાની બાકી રહેશે."

બાપુએ હાશકારો નાખ્યો. તેઓ બોલ્યા કે, "હું કાલે ઓફિસે જતા જતા મણીભાઈ રસોઈયાને મળતો જઈસ અને સાંજે ઘરે આવવાનું આમંત્રણ પણ આપી આવીષ. ધીરેધીરે કામ ઉકલતા જાય છે. હવે ખાસ વાત આપણે પાંચ તોલા સોનું અને જમાઈને સોનાની એક તોલાની ચેઈન આપીશું." ત્યાજ મોટાભાઈ બોલ્યા કે, "અમે કન્યાદાનમાં સોનાની કાનની કડી ને પાનેતર આપીશું તેને આપણી બા કે મામાની કમી વર્તવા નથી દેવી." વાતાવરણ થોડું શાંત થઇ ગયું. બાપુ તમે કાલે જ હીરજીભાઈને વિગતવાર પત્ર લખી આપણી વહેલા લગ્ન માટે હા છે તેવું જણાવી દે જો.” નાનાભાઈને આવા કોઈના દબાણ હેઠળ આવીને દીકરી દેવી યોગ્ય ન લાગ્યું. પણ વડીલોના ફેસલા સામે બોલું તો તે એક જાતનું અપમાન જ ગણાય તેથી ન બોલવામાં જ સમજદારી લાગી. બીજે દિવસે વહુ મીનાને સાધનાને સોનીની દુકાને જવાનું કહી દેવામાં આવ્યું. અને નાનાભાઈ જયને નારણભાઈ કડિયાને બોલાવી લાવવાનું કહી દેવામાં આવ્યું.

સવાર પડતા જ બાપુ વહેલા ઉઠીને નિત્યક્રમ પતાવી, સેવા પૂજા કરીને હીરજીભાઈને પત્ર લખવા બેસી ગયા. પત્રમાં એક બાપ પોતાની દીકરીનું ભવિષ્ય ઉષ્મા ભર્યું રહે તે માટે સામા પક્ષના લોકોની તમામ માંગનું સહર્ષ સ્વાગત કરે તો એક લાચારી પૂર્ણ વાતને સમર્થન આપવાની વાત લખી રહ્યો હતો. સાધનાને પોતાના બાપુના ચહેરા પર લાચારીના ભાવ સ્પ્ષ્ટદેખાઈ આવતા હતા. પત્ર લઈને તેઓ જલ્દી તૈયાર થઈને ઓફિસે જવા નીકળી ગયા. આજે તેઓ જમવા આવશે નહિ તેવું સૂચન પણ કરતા ગયા.

સાધનાને આજે એક દીકરીના લાચાર બાપ પર દયા આવી. તે પોતાની બાની કમી કળતી હતી. સાંજે બાપુ આવ્યા. હાથ મો ધોઈને દીવા બત્તી કર્યા અને પૂછ્યું કે, "કોઈ આવ્યું હતું ?" સાધનાએ "ના"માં જવાબ આપ્યો. અને મસાલાવાળી ચા બનાવી લાવી. છોકરાઓ દાદાજીને વળગી પડ્યા. "આજે અમારા સારું શું લઇ આવ્યા ?" મીના આવીને છોકરા ઓ ને લઇ ગઈ. અને બોલી કે "હમણાં જ આવ્યા છે દાદાજી, તેને હેરાન ન કરો." અને સાધનાએ બાપુને જણાવ્યું કે "અમે સોનીની દુકાને જઈ આવ્યા છીએ. તમે એક દિવસ ઓફિસે ન જાવ તો આપણે સોની દુકાને જઈને પાક્કું કરી આવીએ." "સારું ત્યારે હું કાલે જ નથી જતો અને બધા પડતર કામને સોનીનું કામ પતાવી લિયે."

ત્યાંજ પોસ્ટમેન આવ્યા અને પત્ર આપી ગયા. પત્ર ઉપર 'સાધના' એમ લખેલું હતું. તેથી ભાભી એ આ પત્ર સાધનાના હાથમાં જ આપી મુક્યો. પણ બાપુ ઘરમાં હોવાથી સાધનાની પત્ર ખોલીને વાંચવાની હિમ્મત ન ચાલી, અને તે ભાભીની સાથે જમવાની તૈયારી કરવા લાગી. પરવારીને તે છોકરાઓને લઈને પોતાના રૂમમાં સુવા જતી રહી. છોકરાઓને રામાયણની વાર્તા કરી તેઓને સુવાડી દીધા. અને હવે પત્ર લઈને વાંચવા બેસી. ઉમળકા સાથે પત્રને ખોલ્યો પોતાનું નામ વાંચતા જ તેનું મન નાચી ઉઠયુ. તેમાં પણ પ્રિયે સંબોધન તેના માટેસર્વોચ્ચ હતું. ભરત જ તેનું વિશ્વ અને અંત હતા.આજે ખરેખર તેને લાગતું હતું કે કોઈની સાથે જો સાચા હ્રદયથી બંધાયે, તેને  ચાહિયે તો તે જ તેનું વિશ્વ બની જાય અને તેની દરેક વાત સોનાની ગણાય.

જેમજેમ તે પત્ર વાંચતી ગઈ તેમ તેમ તે ભરતના પ્રેમમાં ગળાડૂબ થઈ ગઈ. પણ ભરતના એક જ વાક્ય એ તેના પ્રેમ પર એક પ્ર્શ્નાનાર્થ મૂકી દીધું. અને એ હતું કે “વ્હાલી સાધના, તારા પ્રેમમાં ખુબ ખેચાણ છે, મારે હજુ આગળ અભ્યાસ કરવો હતો છતાં પણ તને જોતાજ તારો અલૌકિક પ્રેમે મને તારો કાયર બનાવી દીધો. ખરું કહુંને તો મને તને નીરખીને જોવાને, જાણવાની જલ્દી છે જો રેખાની સગાઇ નક્કી ન પણ થઇ હોત ને તો હું મારો અભ્યાસ છોડીને કામે લાગી જાત જેથી મમ્મી પપ્પા મારા લગ્નની ઉતાવળ કરત. આતો રેખાનું જલદી નક્કી થયું તો હું પણ એમ જ ઈચ્છતો હતો કે આપણી વાત પણ કોઈ ઉચ્ચારે અને એમ જ થયું. તો ,મહેરબાની કરીને થોડું અનુકુળ થા અને આપણા જીવનની શરૂઆત ઉલ્લાશથી કરીએ તેવું વિચાર.

બાકી તારા સિલાઈ, ગુંથાઈ, રસોઈની  વાત તો તું ખાલી દાળભાત અને રોટલી પણ બનાવી આપીશને તો તે પણ પ્રેમથી જમી લઈશ. તારા હાથનું કાચું પાકું પણ અમૃત સમાન લાગશે. મારાથી બે વર્ષ રાહ હવે નહિ જોવાય. તો મહેરબાની કરીને તારા બાપુને સમજાવ કે આપણે તે લોકોની વાત માની લેવી જોઈએ. મારી બહેન બે વર્ષ પછી પણ ન આવી શકે તો ? તેના વગર આપણા લગ્ન અશક્ય જ છે. માટે તું પેલાની જેમ જ મને યાદ કરીને પત્ર લખવાનું ચાલુ રાખ કારણ આ પત્રની મજા પણ ક્ષણિક જ રે’વાની છે. આજે મેં રેડીઓ પર મુકેશના અવાજમાં ગીત સાંભળ્યું , તે તારા માટે લખું છું

“હા ! તુમ ,બિલકુલ એશી હો, જેસા મેને સોચા થા !

ચાંદ સી મેહેબુબા , હો મેરી , એશા મેને સોચા થા.

બસ હવે મારી આંખ પણ ઘેરવા લાગી છે. તો આવ જે.

લી.તારી યાદમાં જ રહેતો.

આટલું વાંચીને સાધના તો પ્રેમના પ્રવાહમાં ખેચાઈ જ ગઈ. તેને પોતાની વાત થોડી સ્વાર્થી લાગી. તેને થયું કે "મારા ભાઈ જો મારા માટે વિચારતા હોય તો ભરત કેમ નહિ ? મેં વાતને વધુ

ગંભીર માની લીધી. મારે તો બંને કુટુંબોનો વિચાર કરવો જોઈતો હતો ભરતના વિચારો નીખાલસ છે તેથી કઈ વાંધો ન આવ્યો બાકી શું થાત ? વિચારતા જ તે કંપી ગઈ. ભગવાનનો મનોમન આભાર માની અને નિશ્ચિંત મને તે ભરતને યાદ કરતા સુઈ ગઈ.

(ક્રમશ)  


Rate this content
Log in