શહીદ દિન

શહીદ દિન

2 mins
1.2K


ભારત વર્ષમાં શહીદ દિન તારીખ ૨૩ માર્ચના રોજ રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવ આ ત્રણ યુવાનોને બ્રિટિશ સરકાર દ્વારા ૧૯૩૧માં ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્રણેય વીર સપૂતોના દેશ માટેના આ બલિદાનને યાદ કરવા માટે ભારતના લોકો ૨૩ માર્ચને શહીદ દિન તરીકે મનાવે છે .બીજી રીતે જોઈએ તો ૩૦ જાન્યુઆરી પૂજ્ય મહાત્મા ગાંધીજીનું નિર્વાણ દિવસ આ દિવસને પણ ભારત વર્ષમાં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતની આઝાદીમાં અનેક ક્રાંતિકારીઓ અને મહાન પુરૂષોનો સિંહ ફાળો રહ્યો છે. ભારતના વીર સપૂતો ખૂબ જ નાની ઉંમરે દેશને અંગ્રેજ સરકારની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે પોતાનો પરિવાર, પોતાના મિત્રો પોતાના કુટુંબીજનોને છોડીને દેશ સેવા માટે જોડાઈ ગયા હતા. આવા વીર સપૂતો "સંગ્રામ જિંદગી હૈ ,લડના ઉસે પડેગા, જો લડ નહિ શકેગા, આવે નહિ બઢેગા." ભારત દેશને અંગ્રેજ સરકારની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે અનેક યુવાનો ખુબ જ નાની ઉંમરે ભારતમાતાનું રક્ષણ કરવા જોડાઈ ગયા હતા. આવા ક્રાંતિકારી મહાપુરુષો અને દેશભક્તોના બલિદાનને યાદ કરવાનો દિવસ એટલે ૨૩ માર્ચ શહીદ દિવસ.. અંગ્રેજ સરકારના અત્યાચારો, અમાનુષી વહેવાર વગેરે સહન ન થતા આ ત્રણેય યુવાનો અંગ્રેજ સરકાર સામે મોરચો માંડયો હતો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી યુવાનોને પ્રેરણા આપી સ્વતંત્રતા માટેનો રસ્તો તૈયાર કરી રહ્યા હતા. આ સમયે અંગ્રેજ સરકાર આ યુવાનોથી ત્રસ્ત બની હતી. તેથી બ્રિટિશ હકૂમતે ૨૪માર્ચ ૧૯૩૧ના રોજ આ ત્રણેય ભારતીય સપૂતોને ફાંસી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકોનું તેમના પ્રત્યે આદર સન્માન અને ભારતીય પ્રજાજનોમાં આક્રોશ જોતાં બ્રિટિશ હકૂમતે એક દિવસ અગાઉ એટલે કે ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ તેમને ફાંસી આપી દીધી. ભારતના ઈતિહાસમાં ભારત દેશની રક્ષા કરવા, સ્વતંત્રતા અપાવવા માટે શહીદ થનાર આ ત્રણેય વીર સપૂતોને તેમના બલિદાન માટે સમગ્ર ભારતવર્ષ ૨૩ માર્ચના રોજ શહીદ દિન તરીકે ઉજવે છે. ચાલો આપણે સૌ આજે ભારત માતાના આ વીર સપૂતોને યાદ કરીને, દેશ માટેના તેમના બલિદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અર્પણ કરીએ.


Rate this content
Log in