Krishna Agravat

Children Stories Fantasy

3  

Krishna Agravat

Children Stories Fantasy

શીર્ષક- પ્રિન્સેસ સોફિયા

શીર્ષક- પ્રિન્સેસ સોફિયા

2 mins
190


કેટલાય વર્ષો પહેલાં આ ધરતી પર સોફિયા નામની પ્રિન્સેસ રહેતી હતી. તેનાં પિતાએ તેને મોટી કરી હતી. તેનાં પિતાએ બીજા લગ્ન કરતાં તેની જિંદગી સાવ બદલાઈ ગઈ. તેની નવી માં તેને ખૂબ પરેશાન કરતી હતી. એક દિવસ એનાં મહેલમાં એક જાદુગર આવે છે. અને મહેલમાં પ્રવેશતા જ જાદુગરને તેનાં સૈનિકો ખૂબ જ મારે છે. બારીમાં બેસેલી પ્રિન્સેસ આ જોઇને તરત જ નીચે આવે છે. અને જાદુગર ને બચાવે છે. 

જાદુગર એનાં પર ખૂબ જ પ્રસન્ન થાય છે. અને પ્રિન્સેસ સોફિયાને કહે છે કે, "તે મારો જીવ બચાવ્યો એ બદલ તારે શું જોઇએ છે ?" ત્યારે પ્રિન્સેસ સોફિયા કહે છે કે, "હું એક કદરૂપી પ્રિન્સેસ છું. મારી સાથે કોઈ રજકુમાર પરણવા તૈયાર નથી. તેથી હું ખૂબ ઉદાસ રહું છું."

જાદૂગરે કહ્યું કે, "સોફિયા હું તને મદદ કરીશ. મારી પાસે જાદુઈ ગીધ છે. જે હું તને આપીશ. અને એ ગીધને હંમેશા તારી સાથે રાખવાનું. એ ગીધમાં એક જાદુઈ શક્તિ છે. એ જ્યાં સુધી તારી સાથે રહેશે. ત્યાં સુધી તું હંમેશા એક અપ્સરા જેવી સુંદર પ્રિન્સેસ બની રહેશે. પણ એક શરત,તારે રોજ ગીધને સફરજન ખવડાવવાનું રહેશે.... 

જે દિવસે સફરજન નહીં ખવડાવશે. એ દિવસે ગીધ તડપી તડપીને મરી જશે. અને તું ફરીથી કદરૂપી બની જશે. સોફિયા પ્રિન્સેસ આ સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે. અને તે ગીધને લઈને મહેલમાં જતી રહે છે. ગીધને સ્પર્શ થતાં જ તે ખૂબ જ સુંદર બની જાય છે. અને ખુશ થઈ જાય છે.

એક દિવસ એક રાજકુમાર પ્રિન્સેસનાં મહેલ પાસેથી પસાર થાય છે. અને બારીમાં બેસેલી સોફિયાનું રૂપ જોઈને મોહી જાય છે. તે સોફિયાને બોલાવે છે. અને કહે છે કે, "તું મારી પ્રિન્સેસ બનીશ. "?અને સોફિયા તરત જ ખુશ થઈ જાય છે. બંને લગ્ન કરીને ખુશીથી રહેવા લાગે છે. 

એક દિવસ સોફિયા એ ગીધને સફરજન ખવડાવવાનું ભૂલી જાય છે. અને ગીધ તડપી તડપીને મરી જાય છે. અને તે ફરીથી કદરૂપી બની જાય છે. અને રાજકુમાર સોફિયાને જોઈને અચરજ પામે છે. સોફિયા ખૂબ રડે છે. તેને થાય છે. કે રાજકુમાર હવે તેને છોડી દેશે. એ ડરતાં ડરતાં સોફિયા બધી હકીકત કહે છે. ત્યારે રાજકુમાર કહે છે. કે "તું ચિંતા ના કર હું તારા રૂપને નહીં પરંતુ તારા સ્વભાવપને પસંદ કરું છું. તેથી ગભરાઈશ નહીં. આપણે બંને જન્મો જનમ સાથે રહીશું."

આ સાંભળીને સોફિયા ખુશ થઇ જાય છે.


Rate this content
Log in