અનિરૂધસિંહજી ઝાલા

Action Crime

4.7  

અનિરૂધસિંહજી ઝાલા

Action Crime

શૂરવીરની સુમધુર યાદો

શૂરવીરની સુમધુર યાદો

3 mins
424


કાયરા પોતાની જૂની પેટીમાં બે વર્ષથી સંઘરી રાખેલ જૂનો લાલ ડાઘવાળો ડ્રેસ કાઢીને જોઈ રહી હતી અને આ લાલ રંગથી રંગનાર રંગારાની યાદોમાં ખોવાઈ જઈને વીતેલી ક્ષણો વાગોળવા લાગી.

"સોનેરી યાદો કદીક મુજ હૈયે સળવળે છે 

શૂરવીરને સમરતાં મુજ હ્નદય ઝળહળે છે."

બે વર્ષ પહેલાં તે જયારે રિપોર્ટિંગ કરવા માટે બસમાં બેસીને દુર એક નેતાજીનાં કાર્યક્રમમાં ગઈ હતી. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી અને આજુબાજુ ગીચ ઝાડી હતી. પોતાની મસ્તીમાં કેમેરામેન સાથે ચાલતી કાયરા થોડી મોડી પડતાં ઝડપથી ચાલી રહી હતી અને વચમાં રોડ થોડો સુમસામ હતો. 

અચાનક એક યુવાને કેમેરામેનને માથામાં હોકી મારતાં તે બેહોશ બની ઝાડીમાં પડી ગયો અને બીજાએ કાયરાનો હાથ પકડીને ઝાડીમાં ખેંચીને લઈ ગયો. હવે તો બેય જણા હવસથી પાગલ કાયરાને પડકીને જબરજસ્તી કરવા લાગ્યાં. કાયરા જોર કરીને એકવાર ભાગી પણ જંગલમાં અજાણ્યાં રસ્તે બહુ ભાગી શકે તેમ ન હતી એટલે તે એક આંબાના ઝાડ પાછળ છુપાઈ ગએલી. પેલાં ગુંડાઓ તેને ચારે તરફ શોધતાં હતાં. ઉપરથી એક કેરી તેની બાજુમાં પડતાં તેને ગભરાઈને ઉપર જોયું તો એક શાંત યુવક ઝાડ ઉપર બેઠો બેઠો કાચી કેરી મસ્તીથી ખાતો હતો. તેને કાયરાને નીચે પડેલી કેરી બતાવી બોલ્યો,.

"જરા ચાખો તો આ આંબા જેવી કેરી આખી દુનિયામાં ક્યાંય નહીં મળે."

કાયરા મનમાં વિચારે છે કે, "આ કેરીઓ ખાનારો પેલાં બે ગુંડાઓ સામે કદાપિ લડીને મને બચાવશે નહીં એના કરતાં ચુપચાપ છુપાઈ બેસું."

પેલો ફરી બોલ્યો,. "એય. ખાવોને મને યાદ કરશો કે કેવી મસ્ત કેરી ચખાડી."

કાયરાએ તેને મોઢા પર આંગળી મૂકીને દૂરથી ચૂપ રહેવા ઈશારો કર્યો અને પેલી કેરી લઇને પેલાને ચૂપ કરવા માટે ખાવા લાગી હતી. બહુ દોડીને ભૂખ બહુ લાગી હતી એટલે તે કેરી ખાવા લાગી. ખરેખર કેરી ખુબ જ સરસ મીઠી હતી. આખી ખાઈને તેણે ઉપર જોયું તો પેલો ખુશ થયો અને બીજી બે કેરી નીચે ફેંકી. કાયરાએ તે ખોળો પાથરીને ઝીલી લીધી. બંને કેરી ખાવામાં મશગુલ હતાં. અચાનક એક ગુંડાએ કાયરાનુ બાવડું મજબૂત રીતે પકડીને બોલ્યો,.

"અરે ફૂલઝડી અમે તને કેટલી શોધી અને તુ તો અહી કેરી ખાય છે." કહીને બીજા ગુન્ડાને પણ બોલાવ્યો. બેય જણા મળીને કાયરાને પકડીને ખેંચે તે પહેલાં જ બંનેના માથામાં બે કેરી વાગતાં બંનેએ ઉપર જોયું.

અને બોલ્યાં, "એય રખડતાં બંદર તુ અહી શું કરે છે ? અને કેરી અમને કેમ મારી ?

"તો તુ આ બિચારી કેરી ખાતી ડાહી છોકરીને હેરાન કેમ કરે છે ?" પેલો મસ્તીથી કેરી ખાતાં ખાતાં બોલેલો.

કાયરા સમજી શકતી ન હતી કે આ મને બચાવા માટે બોલ્યો કે કેરી ખવડાવા માટે.

બીજો ગુંડો બોલ્યો, "એય તુ આ ભટકેલા સાથે જીભાજોડી ના કરીશ આ છોકરીને પહેલાં લઈ લે ચાલ."

જેવા પેલાં બે ફરી ખેંચવા ગયાં કે કાયરાએ ઉપર જોયું પેલાએ એકસાથે બે મોટી કેરી તોડીને અચૂક નિશાન સાધી બેય ગુંડાનાં માથામાં મારી જોરથી વાગતાં તમ્મર આવી ગયાં.

એક ગુંડો ખિજાઈને મોટો છરો કાઢીને બોલ્યો, "એય, ઉતર નીચે આજ તો તારોય વારો લઈ લવ."

એ બોલે તે પહેલાં જ પેલો બંદરની જેમ લટકીને છૂરાવાળાને જોરથી લાત મારતાં પેલો ઉછળીને ઝાડીમાં જઈને પડ્યો અને નીચે ઉતરીને તે મર્દની જેમ મરક મરક હસી રહયો હતો. બીજો મારવાં આવતાંજ તે કાયરાની વચ્ચે આવ્યો તેને હાથે છુરો વાગતાં તેનો હાથ લોહીથી રંગાઈ ગયો અને તે લોહીનો ફુવારો ઉડતાં કાયરાનો ડ્રેસ રંગાઈ ગયો. તે ઘાયલ થવા છતાંય પેલાને પળમાં ઉંચકીને નીચે પછાડ્યો બંનેની કેડો તૂટી ગઈ હોય તેમ લાગતાં બેય જણ ભાગ્યા અને પછી આ યુવકે બોલ્યાં વગર જ રસ્તો બતાવીને ઠેકાણે કાયરને પહોંચાડી. પેલાં કેમેરામેનને પણ સારવાર કરી અને ભીડમાં કહ્યાં વગર જ અદ્રશ્ય થઈ ગયો.

આજે બે વર્ષ વીતી ગયાં તો પણ કાયરા ઘણીવાર આ પોતાની આબરૂ બચાવવાં તે પોતાનું લોહી વહાવીને લાલ રંગથી ડ્રેસને રંગનાર આ બહાદુર રંગારાને આ ડ્રેસ જોઈને યાદ કરતાં મલકાઈ ઉઠે છે.


Rate this content
Log in

Similar gujarati story from Action