"Komal" Deriya

Others

1  

"Komal" Deriya

Others

સ્મિતની દિવાની

સ્મિતની દિવાની

2 mins
97


એવું નથી કે મારી પાસે શબ્દો નથી. એવું પણ નથી કે હવે વાત કરવી નથી. પણ કદાચ સમય અને નિયતિ કંઈક અલગ જ રસ્તો બનાવી રહ્યા છે. કહેવું ઘણું છે પણ મૌનથી જકડાઈ જાઉ છું. કેટલીય વાતો કરવી છે પણ ભૂલી જાઉ છું. મન ભરીને હસવું છે પણ ગુસ્સે થઈ જાઉ છું. આંખોથી જ તસવીર બનાવવી છે પણ ખબર નહીં કેમ તને હવે જોઈ નથી શકતી. એમ તો પ્રેમ હજુય એ જ છે. તારુ સ્મિત. તારી આંખો. તારા ગાલ. તારી વાતો. તારો ગુસ્સો. તારી સુંદરતા. તારી સહજતા. તારુ નામ. તારુ કામ. તારી ખુશ્બુ. તારો સાથ. તારો હાથ. તારો રાગ. તારો અવાજ. તારો ચહેરો બધું અક્ષરજ યાદ છે મને. બસ ભૂલી જવાનો ઢોંગ છે મારુ હાસ્ય હમણાં. કેમકે કહેવું ઘણું જ છે પણ મૌન ઘેરી લે છે મને. હા હજુય એટલું જ મહત્વનું છે નામ તારુ 'ને તાકાત તો હજુય મળે જ છે તારા એક સ્મિતથી મને. ગુસ્સો આજે પણ શાંત થાય છે તારી તસવીરમાં તને જોઈને. ડાયરીમાં આજપણ બધાજ અક્ષરો તારા માટે જ લખાય છે. આજપણ કંઈક કામ કરતાં પહેલાં તને જ યાદ કરું છું અને તારા સિવાય બીજું કોઈ ગમતું પણ નથી. બસ તારી વાતો કરવી અને સાંભળવી ગમે છે.આટલું જ નથી ઘણુંબધું કહેવું છે. બસ કોઈ સાંભળનાર શોધવાની હવે હિંમત નથી અને હવે કોઈ બીજા માટે એ સ્થાન ખાલી નહીં થાય મારા જીવનમાં. બસ તમે જે છો મારા માટે તો એ જ રહેજો. કંઈ જ નવી જોઈતું મારે. હું તો ખાલી તારા એક સ્મિતની દિવાની છું.


Rate this content
Log in