Mittal Purohit

Inspirational Tragedy Classics

1.6  

Mittal Purohit

Inspirational Tragedy Classics

સ્ત્રી!

સ્ત્રી!

3 mins
14.3K


આ શબ્દ ક્યાંક સાંભળ્યો  હોય એમ લાગે છે ..પણ ક્યાં?...હા ! યાદ આવ્યું. પહેલાંના જમાનામાં એવું કોઈ પાત્ર હતું... અત્યારે તો એ રમકડું જ છે... પહેલાં તે હતી જેની હાજરી એટલે એક અંદરથી પ્રગટ થતું સન્માન. સાંભળ્યું છે કે, એને પૂજનીય ગગણાતી, માતા સ્વરુપે, બહેન, કુમારી કન્યાના સ્વરુપે, કે પત્ની / ભાભી સ્વરુપે પણ એ પૂજાતી. એ જમાનામાં એના પગલાં સાક્ષાત લક્ષ્મીરુપ ગણાતાં. એ ક્યારેક યશોદા બની પોતાની મમતા ઢોળતી તો ક્યારેક રાધા બની પ્રેમ આપતી. પુરુષ એના અસ્તિત્વ માટે એનો આભારી હતો... પણ...

એના અસ્તિત્વની પરીક્ષા શરુ થઈ અને એ મુરજાતી ગઈ. ક્યારેયક સીતા બની, ક્યારેક મીરાં બની ઝેર પીધા તો ક્યારેક અહલ્યા બની વગર વાંકે પુરુષના અહમને જીતાડ્યો... એ સહન કરતી હતી. પોતાના કુખે નવ મહિના રાખનાર એ પુરુષને જન્મ આપનારી એ ક્યારેય કમજોર ન'તી થઈ. એ ઝાંસીની રાણી બની અને સામનો કર્યો આ ક્રુર સમાજનો. પણ આ સમાજ તો પુરુષપ્રધાન... એટલે એક સ્ત્રી પુરુષ સમોવડી થાય એ કોને ગમે? અને શરુ થયો એના ઉપર અત્યાચાર, જુલ્મ અને એના અસ્તિત્વને તોડવાના પ્રયત્નોનો દૉર.

પહેલાં તો બહારના લોકો દ્વારા એના અંગત અંગોને ઝંઝોળવાનું શરુ થયું. જેમ ભરી સભામાં દ્રૌપદીને વસ્ત્ર હીન, લાજહીન બનાવવા પોતાના જ લોકો વચ્ચે એને લૂંટવાવારો દુઃશાસન ઊભો હતો એમ જ સમાજના અનેક દુઃશાસનો જાગવા લાગ્યા. પણ એ સમય દ્રૌપદીની મદદે સાક્ષાત પ્રભુ આવ્યા હતા અને એની લાજ બચાવી પણ અંહિ કોણ પ્રભુ? એ લૂંટાતી ગઈ... અને એની રક્ષાનો દાવો કરનારા મૌન... એક સીતાનું અપહરણ થયું અને રાવણ રાક્ષસ કુળનો હોવા છતાં એને પવિત્ર રાખી પણ આ રાક્ષસો એ તો એ કુળને ય પાછળ પાડી દીધું... અને પવિત્ર હોવા છતાં અગ્નિ પરીક્ષા તો એની જ લેવાઈ... કેમ કે એ તો સહનશીલતાની મૂર્તિ... ધીમે ધીમે ધીમે એનું અસ્તિત્વ એટલું જોખમ માં મુકાયું કે સૂત્રો બહાર પાડવા પડ્યાં. "બેટી બચાવો" શા માટે આની જરુર પડી? 

સ્ત્રીના શીલને ચૂંથનાર એ ભૂલી ગયો કે એનું અસ્તિત્વ જ એના ગર્ભમાંથી જન્મ્યું છે... જો સ્ત્રીને રણચંડી ન બનાવવી હોય તો બંધ કરો આ બળાત્કાર... અત્યાચાર... નહીં તો એક દુર્ગા સમગ્ર રાક્ષસ કુળનો વિનાશ કરી શકતી હોય તો અંહિ તો કેટલીય દુર્ગા છે... બસ એના સુતેલા સ્વરુપને જગાડશો નહીં. નહીં તો વિનાશ નક્કી... કેવા સરસ એના રૂપો... મા, બહેન, ભાભી, પત્ની અને સૌથી વ્હાલું વ્હાલું એનું દીકરી સ્વરુપ... અને જોવો તો કે એ એના બધા જ સ્વરુપની ફરજો કેટલી સમજણથી નિભાવે છે... પોતે ગમે તે સહન કરે પણ બાળક પર કોઈ આંચ ન આવવા દે એ છે મા... પોતાના શોખને દબાવીને ભાઈના શોખ પપ્પા પાસે પુરા કરાવે એ બહેન... માની જેમ સંભાળ રાખે એ ભાભી... પોતાનું સર્વસ્વ છોડીને પતિની ખુશીમાં ખુશ થાય એ પત્ની... અને દુનિયા ભરનો થાક જેને જોવા માત્રથી ઉતરી જાય, જેના માટે પપ્પા એ આખી દુનિયા બની જાય એ દીકરી... અને આ સ્વરૂપનું આપણે રક્ષણ ના કરી શકયા...!

આ લેખ કોઈ એકને લાગુ નથી પડતો આ સમગ્ર વિશ્વ માટે એક શરમજનક ઘટના છે. આપણે એ ભારતમાં રહીએ છે જ્યાં ક્યારેક ઈતિહાસ રચાયા... જ્યાં ક્યારેક રામ, રહીમ, ઈશુ, બુધ્ધ કે કૃષ્ણ એ જન્મ લીધો... જે ભારત માટે "મેરા ભારત મહાન "ના સૂત્રો પોકાર્યા હતા... આપણો એક જ ધર્મ છે અને એ છે 'માણસાઈ"... અહીં કોઈ રાજકારણ ન રમો... આપણે એક જ પક્ષ 'માણસ'માં રહીએ... મારી એટલી જ પ્રાર્થના સૌને કે આપણે માણસ તરીકે જન્મ્યા તો માણસ તરીકે જ જીવીએ..જાનવર બની ને જીવવા માટે આ અવતાર નથી... મહેરબાની કરજો... જીવજો અને જીવવા દે જો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational