Rohini vipul

Tragedy Classics

4  

Rohini vipul

Tragedy Classics

સ્ત્રી

સ્ત્રી

2 mins
24.1K


મારી મિત્રનો ભાઈ, સંકેત. ખૂબ જ સોહામણો, જોતા જ પરાણે ગમી જાય એવો.ખૂબ જ ખેલદિલ, હંમેશા હસતો રહે અને હસાવતો રહે. સંકેત અને સુજાતાના લગ્ન થયા. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા, પ્રેમના ફળ સ્વરૂપે ત્રણ બાળકો હતા. એના મમ્મી પપ્પા પણ સાથે જ રહેતા. ખુબજ ખુશીથી સમય પસાર થઈ રહ્યો હતો.

એક દિવસ સંકેતના મિત્ર ના લગ્ન લેવાયા. બધા મિત્રો એ જવાનું નક્કી કર્યું.એકજ કારમાં પાચેય મિત્રો રવાના થયા. પણ સમયને કંઇક અલગ જ મંજૂર હતું. કારનું ખૂબ જ ખરાબ એક્સીડન્ટ થયાનું જાણવા મળ્યું. કોઈજ બચ્યું ન હતું. સંકેતના પરિવારને સમાચાર મળ્યા. બધાને સખત આઘાત લાગ્યો. સુજાતાની હાલત તો જોવાય એવી ન્હોતી. સંકેતનું મૃત્યુ, પરિવાર અને બાળકો ની જવાબદારી. કઈ રીતે થશે ? કેમ કરીશ એવા વિચારો થતાં. સમય પસાર થવા લાગ્યો.

સુજાતાના સસરાનું પેન્શન આવતું, પણ એમાં દરેક ખર્ચ નીકળે એમ ન હતા. સુજાતાની ઉંમર માંડ ૨૫ વર્ષ હતી.એના સાસુ સસરાએ એને બીજું ઘર માંડવા કહ્યું. અમે બાળકોને મોટા કરીશું. તમે આવડી મોટી જિંદગી કેમ વિતાવશો.? પણ સુજાતા એકની બે ન થઈ. એણે સીવણ કામ શીખેલું હતું. બસ એણે સિવવાનું ચાલુ કરી દીધું. અને ખરેખર એની ગાડી દોડવા લાગી.આખો દિવસ મથતી .ઘરના કામ અને પાછું સીવણ કામ. બાળકોને ખૂબ ભણાવ્યા.

અત્યારે સુજાતા ૪૫ ની છે. ઉંમર કરતા વધારે ઘરડી લાગે છે પણ એણે પોતાના બાળકોની અને પરિવારની જવાબદારી ખૂબ બખૂબી નિભાવી.એને સંકેત પ્રત્યેનો પ્રેમ અને પોતાનું આત્મસન્માન જાળવી રાખ્યું. ખૂબ ઘસાવું પડ્યું,પણ ઘસાયા પછી જ ચમક આવે છે. આ ચમક છે એના આત્મસન્માન ની.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy