Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

તું મારી વાર્તા

તું મારી વાર્તા

2 mins
29


રુચિ અને યશ નાનપણથી જ એક સોસાયટીમાં પડોશી હતાં અને બંને વચ્ચે નાનપણથી અલગ લગાવ હતો. જેમ જેમ મોટાં થતાં ગયાં તેમ તેમ બંનેના દિલમાં એકમેક માટે પ્રેમ ઉત્પન્ન થવા લાગ્યો.

પણ બંનેનાં સ્વભાવમાં ફેર હતો. જેમ બિન્દાસ અને બોલ્ડ છોકરી હતી જ્યારે યશ ધીર ગંભીર અને લાગણીશીલ હતો.

સ્કૂલમાં અભ્યાસ કરીને એક જ કોલેજમાં અભ્યાસ કરતા સાથે જતાં અને સાથે આવતા હતા પણ રુચિ ને આકર્ષક દેખાતી ને ખોટાં દેખાડા કરીને ગળે વળગતી બહેનપણીઓ સાથે વધુ સમય પસાર કરવા લાગી.

યશ આ બધું જોઈને મનમાં દુઃખી થતો પણ રુચિને ખુશ રાખવા માટે એ બધું જતું કરતો ને હસતો રહેતો પણ રોજબરોજ સતત આવું જોઈને એનાં મન અને મગજ પર અસર થવા પામી હતી.

છતાંયે એ રુચિને ખુશ રાખવા મરણિયો પ્રયાસ કરતો હતો.

આ છતાંયે રુચિને તો યશ ક્યાં જવાનો છે એ તો મારો જ છે ને.

મારી પણ જિંદગી છે મને ગમે તેવી રીતે હું જીવું તો ખરી.

એમ એનાં વિચારો પણ પલટાઈ ગયાં હતાં.

અને રુચિ એક ખાસ બહેનપણી સાથે ચોંટીને બેઠી હતી એનાં ઘરે ને યશ પહોંચ્યો એણે જોયું એટલે એણે હસીને કહ્યું શું ચાલે છે ?

રુચિ એ જોયું ન જોયું કરીને એની બહેનપણીને વળગી પડી.

હવે યશને એકદમ જ દિલ પર ઘા લાગ્યો ને પોતાનું બાઈક લઈને નિકળી પડ્યો ને વિચારોમાં ને વિચારોમાં એ બાઈક ચલાવી રહ્યો હતો ને ગાડી સાથે અથડાતાં એ બેભાન થઈ ગયો એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારથી એક જ વાત બોલ્યા કરે છે કે તું જ મારું જીવન છે તું જ મારી વાર્તા છે.


Rate this content
Log in