kiranben sharma

Tragedy Inspirational Others

4.3  

kiranben sharma

Tragedy Inspirational Others

યાદગાર વર્ષ

યાદગાર વર્ષ

3 mins
237


    સાચે જ ત્યારે કલ્પના નહોતી કરી કે વર્ષ 2020માં કોરોના મહામારી આટલો બધો આતંક ફેલાવશે. પૃથ્વીના તમામ દેશોમાં એક સાથે બધા લોકો આ મહામારીનો ભય અનુભવશે. માનવી સામાજિક, આર્થિક અને માનસિક રીતે પડી ભાંગશે. ઘરમાં પણ બધાથી એકલો પડી જશે, ક્યાં વિચાર્યું હતું?

    ધંધા-રોજગાર પડી ભાંગ્યાને બેરોજગારીનું પ્રમાણ વધી ગયું. માનવીએ એકબીજાને હૂંફ, પ્રેમ, આત્મીયતા અને લાગણીની ભાવનાથી, એકબીજાને મદદરૂપ બનવા પ્રયત્ન કર્યો, બધાએ સ્વયં માસ્ક,મોજા, સેનેટાઈઝર, બે ગજની દૂરી, સ્વચ્છતાને સ્વીકારી અને કોરોનાને માત આપવા માટે બનતો સહકાર આપ્યો.

   મારી જિંદગીમાં પણ 2020 નું વર્ષ કાયમ માટે યાદગાર બન્યું, કેમકે જુલાઈ 2020 માં નાદુરસ્ત તબિયતને કારણે શિક્ષિકા તરીકેની નોકરીમાંથી રાજીનામું આપ્યું, હવે મારી જિંદગીનો કઠીન સમય શરૂ થયો હતો. એક બાજુ કોરોના... ક્યાંય અવાય, જવાય નહીં. ઉપરથી નોકરી પણ છોડી દીધી, હવે સમય ક્યાં ને કેમ વિતાવવો.? એવામાં 'ડૂબતાને તણખલાનો સહારો' એમ મને 'નમસ્કાર ગુજરાત'ના તંત્રી શ્રી. કલ્પેશભાઈ મળ્યા. મારી અવારનવાર કોરોના પરની રચનાઓને કારણ અમે મળ્યા, અને મને દૈનિક કૉલમમાં વાંચન વિશેષ લેખ લખવા પ્રેરણા આપી. મારા સમયનો અને લેખન કળાનો સારો સદુપયોગ કરવા સમજાવી. મને તો જાણે સાચે જ તારણહાર મળ્યા હોય તેવું લાગ્યું, અને તેમની મદદથી જ આજે પણ નમસ્કાર ગુજરાતમાં 'સતરંગી પ્રકાશના કિરણો ' નામે નિયમિત દૈનિક લેખ લખી રહી છું. મારી કલમને શબ્દ દેહ મળવા લાગ્યો. નિયમિત વાંચન અને સકારાત્મક લેખન નિત્યક્રમ બની ગયો. તેમાંય સર્જન ગ્રુપમાં ઈવાબેનનાં અવનવાં ટાસ્કથી પણ લેખન કળા ખીલવા માંડી, મારી નિવૃત્તિની જિંદગીમાં મને મારો શોખ અને મારી માનસિક સ્થિતિમાં આધાર પૂરો પાડવા માટે જે તક મળી તે વર્ષ 2020 ના સમયમાં ખૂબ જ જરૂરી હતી.

     આ કોરોના મહામારી સમયમાં બધી જ બાબતોની ચિંતા, જવાબદારીમાં જીવન જીવવાનો નવો વળાંક ના મળ્યો હોત તો... મારું શું થાત ? મને એ જ વિચાર કંપાવી મૂકે છે. આમ ભલે બધા ગમે તે કહે મારા માટે મારા પરિવારનો સાથ અને સાહિત્ય પ્રેમી મિત્રો મળવાથી સારો સાબિત થયો છે. વર્ષોથી મનમાં છૂપાયેલી લેખનની છૂપી આકાંક્ષાને સારુ આધારભૂત સ્થાન મળ્યું છે.

વર્ષના અંતિમ દિને ખાટી-મીઠી યાદો વાગોળતા... જાણે આ વર્ષ મારા માટે જીવનનો મોટામાં મોટો પાઠ બનીને આવ્યું તેમ લાગ્યું. હું જિંદગીને હર હંમેશ ખુબ મસ્તીને આનંદથી વિતાવતી. 

       આ વર્ષે નોકરીમાંથી રાજીનામું મૂક્યું. એ થોડું માનસિક રીતે હચમચાવી ગયું. પછી મનને કોઈ નવા સારા કાર્ય માટે વાળીશું એમ મનાવી લીધું. આપણને આપણા લાયક સાચો માર્ગ આગળ વધવા મળી રહે છે તેમ મને પણ મારી અધૂરી રહેલી ઈચ્છા માટે ' નમસ્કાર ગુજરાત ન્યૂઝ પેપરની દૈનિક કૉલમ' મળી ગઈ. જ્યાં મારી કલમની તાકાતને મારા ચિંતન લેખ મળી ગયા. સાહિત્ય સ્વરૂપ અને અવનવી સ્પર્ધાએ મારી અંદર લેખનશૈલીને ઉજાગર કરવાનો મોકો આપ્યો. એક નવી કિરણના સતરંગી કિરણો ફેલાવવા મળ્યા. 

 કોરોના મહામારીમાં થોડી છૂટ મળતાં જ દિવાળી દિવસોમાં મારા પતિ સાથે ચાર, પાંચ દિવસ પ્રવાસ ફરી આવી તેની મીઠી યાદોએ જીવનને ફરીથી ખુશીઓથી ભરી દીધું.

       લોકડાઉન સમયે દીકરા દીકરીના લગ્નના વિડિયો જોયાને બધા સગાઓની નકલ કરીને ખૂબ હસ્યા,નવી નવી વાનગી બનાવી ફોટા શેર કર્યા, થાળી વગાડવાનીને દીવા કરવાનો આનંદ લૂટ્યો, બાળકોના જાતજાતના નાટકો, રમતો, તોફાનોના ફની વિડિયો ઉતારી, ખૂબ હસ્યા.કયારેક તો માસ્ક અને સેનેટાઈઝર પર પણ મજાક કરી હસ્યા. કેમ કે પહેલાં એની આદત ના હતી. સવારે બાળકો મને યોગ કરાવતાં ત્યારે બધાં મને કરતી જોઈ ખૂબ હસતાંને મજાક કરતાં. હું ગરમ પાણી તથા ઉકાળા બનાવી પીવડાવતી ત્યારે જે એમના મોઢા થતાં તે જોઈ બધાં જ હસતાં... ટીવી માં બધાંનાં મોર બોલે. .. જોઈ હસ્યા. વિકટ પરિસ્થિતિને માનસિક ભય ના બનાવતાં રમૂજી બનાવી પસાર કરી.

'૨૦૨૦ ના ખાટા મીઠાં બનાવોનાં ગાણા,

વર્ષનાં અંતે યાદ કરી લીધાં અમે સંભારણા'.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy