Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Pandya

Inspirational Others

4.5  

Pratiksha Pandya

Inspirational Others

જય માતાની

જય માતાની

1 min
390


નવરાત આવી લાવી ગરબા માનાં વહે નેહ રૂડાં,

મા, હો ઝગમગ જ્યોત જલાવી ગરબે તેજ પૂરાં.

જય માતાની, જય માતાની ગાતાં સૌ નરનારી !


બ્રહ્માંડનું તેજ દીપે દીવડા માહીં સૃષ્ટિ ભરે સત ઘણાં,  

સાથ માડી તવ સંગ ગરબે ઘૂમે નરનારી ધરી પ્રેમ શૂરાં.

જય માતાની, જય માતાની ગાતાં સૌ નરનારી !


આરતી તારી દીપ જ્યોતે વિશ્વ કરે ઝળહળ શણગારી,

સ્નેહ નાદે આંગણ મહીં,ગરબે દીપ હાર શોભે હેત ધૂરાં.

જય માતાની, જય માતાની ગાતાં સૌ નરનારી !


પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ ચૌદિસ ગાજે ઢોલ ગરબે,

જગજનની આવે ગાવા ગરબા, શણગાર સોળ સજ્યા.

 જય માતાની, જય માતાની ગાતાં સૌ નરનારી !


ભરે નવલા નોરતાં આનંદ ઉરે, જગે જગદંબા કૃપા વહે,

કોડ જનજનના પૂરે, દીપાવીને ગરબા દીપ તેજ સુધા.

જય માતાની, જય માતાની ગાતાં સૌ નરનારી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational