Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Ranjan Joshi

Others

3  

Dr. Ranjan Joshi

Others

સર્જનહાર

સર્જનહાર

1 min
184

પાલન, પોષણ, લયને સર્જતો જબરો એ સર્જનહાર,

નદી કૂવામાં જળને સીંચતો કેવો એ સીંચનહાર.

મનુષ્યના આ નશ્વર દેહને શ્વાસે શ્વાસે ભરતો,

પુષ્પોની પાંખડીઓમાં તો વિધવિધ રંગ ચીતરતો.

શ્રેષ્ઠ ચિતારો બની જગતને ચીતરે એ ચિત્રકાર,

પાલન, પોષણ, લયને સર્જતો જબરો એ સર્જનહાર.

સૂક્ષ્મ અંકુરને વિરાટ કરીને વ્યાપકતા દર્શાવતો,

શૈશવે જે શિશુ સ્વરૂપે કાલીઘેલી ક્રીડા કરતો.

પંચતત્વને અનેક કોટિમાં રચતો એ ચિત્રકાર,

પાલન, પોષણ, લયને સર્જતો જબરો એ સર્જનહાર.

Rate this content
Log in