સૌથી મોટો શિક્ષક
સૌથી મોટો શિક્ષક
માનવીનાં ઘડતરમાં,
જો કોઈનો ફાળો હોય,
તો તે સંજોગોનો છે.
માતા અને શિક્ષક,
કરતાં યે વધુ સારી રીતે,
સંજોગ ઘડે છે.
સમય અને સંજોગ,
અનુસાર જે ઝૂકે તે,
નદીની માફક રસ્તો કાઢે.
અને સંજોગને,
સીડી બનાવી ચડનારાં,
સિકંદર બને છે.