Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Radhika Varasur

Inspirational

4  

Radhika Varasur

Inspirational

સાચો શિક્ષક

સાચો શિક્ષક

3 mins
391


પહાડી વિસ્તારનો નાનો એવો અદિવાસી સમુદાય હતો. જેને શનવરંગપુરા બસ્તી એવું નામ આપવામાં આવ્યું હતું. ખુબ જ સુંદર હતું. ફરતું જંગલ અને હરિયાળી જ હતી. બધાં લોકો ખુશી થી એક પરીવારની જેમ રહેતા હતા. ગામનાં મુખિયા લાલજીભાઈ હતાં. તેને બે દિકરીઓ હતી. એક નું નામ હેમા હતું. જેના લગ્ન તેના જ ગામનાં એક યુવાન રામજી સાથે થયા હતાં. તેને એક નવ વર્ષનો દિકરો હતો શંભુ. 

લાલજી મુખીની બિજી નાની દિકરી ભુરિયા ઓગણીસ વર્ષની યુવતી હતી. જે લાલજી મુખીની લાડકી હતી. ગમે તે કામમાં તે લાલજી મુખીની સાથે જ હોય. તે એકદમ દિકરા જેવું વર્તન કરતી લાલજી મુખી તેને પોતાનો દિકરો માનતાં.  

ભુરિયા ખુબજ હોશિયાર હતી. તે કોલેજ અભ્યાસ દરમિયાન કોલેજમાં ચાલતી NCC સમીતીમાં જોડાઈ હતી. જેમાંની બધી જ પરિક્ષામાં તે ઉતિર્ણ બની. તેની પાસે NCCના ત્રણેય સર્ટિફિકેટ હતાં. શિક્ષકના કહેવા પર તેને આર્મીની ભર્તીમાં ફોમ ભર્યું. NCC સર્ટિફિકેટ હોવાથી તેને લેખીત પરિક્ષા દેવાની ન હતી માત્ર ફિઝિકલ અને ફિટનેસ પરિક્ષા જ આપી હતી. 

બધા જ લોકો ખુશીથી રહેતાં. કામ પણ બધાં ભેગાં જ કરતાં. તેમાં નોખી નોખી ટીમો હતી. ટીમ લોકો લાકડાં કાપીને પૈસા કમાતા તો બીજી ટીમ મધ વેચીને પૈસા કમાતા. તેમા લેડીઝની પણ ટીમ હતી. કોઈ વાંસના વાસણો ( જેવા કે સુપડા, સુંડા વગેરે જેવી વસ્તુઓ.) અને કોઈ માટીના વાસણો બનાવે. આ બધાં માલનો વહીવટ લે વેચ એ બધું જ ભુરિયા સંભાળે છે. અને બધાં શીક્ષા આપે છે. વેપાર કઇ રીતે ચલાવવો વગેરે. અને બધા લોકો હળી મળી ને રહે છે. 

એકવાર ભુરિયા બાળકોને સ્કૂલ છોડવા જતી હતી. ત્યારે શંભુ કહે છે. "આપણે ત્યાં સ્કૂલ હોત તો...." ત્યાં બિજો છોકરો પણ તેની સાથે જ બોલી ઊઠે છે." 

"હા, આ પહાડ ઉતરી નીચે ન જવું પડે." 

ત્યારે ભુરિયા કહે છે બે આટલાથી જ થાકી ગયા હજુ તો તમારે મારાથી પણ વધુ ભણવું છે, ને આટલાથી હાર માની જવાય..."

શંભુ:"સવારમાં તો ભણવા જવાનો આનંદ આવે પણ અમે અહીંથી સ્કૂલે પહોંચીએ તો થાકી જઇએ. ત્યાંથી ભણીને પાછા ઘરે આવીએ તો સાવ થાકી જાઇએ. એટલે ભણવાનું મન ન થાય અમને..."

ભુરિયા આ સાંભળીને ખૂબ જ દુઃખ અનુભવે છે. થોડા દિવસ પછી ભુરિયા તિલુકા કચેરીમાં જઈને તેના વિસ્તારમાં સ્કૂલ માટેની અરજી કરે છે. ચાર મહિનાથી ભુરિયા તે કચેરીનાં ધક્કા ખાય છે.  ભુરિયાએ NCC બિજા વર્ષ દરમિયાન RDCમાં જોડાઈ હતી. અને તેમાં ભુરિયાનું સિલેક્શન થાય છે. ભુરિયાનો દિલ્હી પરેડમા જોડાવાનો અવસર મળે છે. ભુરિયા દિલ્હી પરેડ માટે જાય છે, અને ત્યાં તે મંત્રીજીને મળે છે, તેના વિસ્તારમાં સ્કૂલ વિશેની વાત કહે છે. ભુરિયાની પરેડથી મંત્રીજી ખુશ તો હતાં જ અને તેના આવા સરસ વિચારોથી તે વધું ખુશ થાય છે. 

થોડાં દિવસમાં સ્કૂલની અરજી પાસ થાય છે, અને સ્કૂલનું કામ શરૂ થાય છે. બે વર્ષનો સમય લાગે છે. સ્કુલ ચાલું થવામાં, તે બે વર્ષ દરમિયાન ભુરિયા પીટીસીનો કોર્સ કંપ્લિટ કરે છે. અને પોતાના સ્કૂલમાં તે શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. પીટીસી કોર્સ દરમિયાન ભુરિયાને આર્મીનો ઓડર આવે છે, પણ ભુરિયા તેના વિસ્તારનાં બાળકોનાં ભવિષ્યનું વિચારે છે, અને પોતાનું સ્વપ્ન છોડી તે બાળકોનાં સ્વપ્ન પુરા કરવાં એ પોતાનો ધ્યેય બનાવી લે છે. 

ભુરિયાએ પોતાના ભવિષ્યનું નહીં પણ નાના ભુલકાઓના આવનારા ભવિષ્ય માટે વિચાર્યુ તેને જ તો સાચો શિક્ષક કહેવાય છે, કે જે બાળકોના ઉજ્વળ ભવિષ્યનું વિચારે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational