Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sunita Mahajan

Action Inspirational

4  

Sunita Mahajan

Action Inspirational

સત્યપ્રેમી સત્યવાન સર

સત્યપ્રેમી સત્યવાન સર

3 mins
319


સત્યપ્રેમી સત્યવાન સર, 

(દેવદૂત)સ્વર્ગલોક,

નિલગગન.

તા.૮/૯/'૨૨.

આદરણિય સર,

આપને ખૂબ ખૂબ પ્રણામ, વંદન, પગે લાગુ.

કેમ છો સર ? આપ કુશળ તો છો ને ? આપ તો કુશળ હશો જ. આપ તો આજે સ્વર્ગમાં દેવદૂત બનીને, દેવોના શિક્ષક બની બધાને અંગ્રેજી શીખવતા હશો.

શ્રીમતિ હિરીબેન ગોવિંદદાસ શ્રોફ નિશાળનાં આપ હેડમાસ્તર હતા. આપ અમારાં અંગ્રેજી વિષયનાં શિક્ષક હતા.

૧૯૮૦ સાલમાં આપ અતિશય માયાળુ, પ્રેમાળ, સહૃદયી અને સફળ અમારા હેડમાસ્તર હતા.

આપ આપનાં સુંદર નામ પ્રમાણે જ સત્યવચની, સત્યપ્રેમી સત્યવાન સર. આપને ખોટું બોલવાની ખૂબ ચીડ હતી આપ હંમેશા આપનાં પ્રિય બધાંજ વિધાર્થીઓને શીખવતા હતા કે, "સત્યમેવ જયતે !"

જિંદગીમાં કોઈ પણ મુસીબત આવે, ગમે તેટલી કઠિન પરિસ્થિતિ આવે પણ સત્યનો સાથ કદિ પણ ના છોડવો. એક ખોટું વાક્ય સો ખોટા વાક્ય બોલાવે. સત્યની અને સત્યવચની લોકોની હંમેશા જીત થાય છે. શિક્ષાનાં ભયથી ખોટું ના બોલશો. કોઈ તમને ફાંસી પણ નહીં ચડાવી દેશે."

તમે શીખવેલો આ સત્યનો પાઠ અમને અમારી જિંદગીમાં ખૂબ ઉપયોગી થયો છે સર, ખૂબ ખૂબ આભાર આપનો. અમે પણ આપની પ્રેરણાથી હંમેશા સત્યનાં જ માર્ગ પર ચાલીએ છે.

સત્યના સાથે જ આપ ખૂબ શિસ્તપ્રેમી પણ હતા. સૌમ્ય અને સરળ તેજસ્વી દેખાવ હતો આપનો. સત્યના ચળકાટથી આપનું લલાટ તો હંમેશા તેજસ્વી લાગતું હતું. સમયના સાથે સાથે ચાલવાવાળા આધુનિક વિચારોથી પણ આપ સમૃદ્ધ હતા. સમયનું પાલન કરવાવાળા હતા. ચુસ્ત સમયના પાબંદી હતા. સમયસૂચકતા પણ આપનો જ ગુણ હતો.

તમે હેડમાસ્તર હતા એટલે તમારા પર બહુ મોટી જવાબદારી હતી. તમને બહુ ઓછા પિરિયડ ભણાવાના હોય છતાં તમને ભણાવાનો બહુ શોખ હતો. તમારા વિદ્યાર્થીનું ભાવિજીવન ઉજ્જવળ બનાવાનું બહુ ગમતું હતું. દસમા ધોરણમાં તમે અમને અંગ્રેજી ભણાવતાં હતા.

હું તો તમારી લાડકી પ્રિય વિદ્યાર્થીની હતી. મારા પર તમારી વિશેષ કૃપા હતી. તમે અંગ્રેજીની ટ્યુશન લેતા ન હતા. એટલે અમે બીજા સર પાસે ટ્યુશનને જતા હતા. તમારો નાનો દીકરો મારો વર્ગમિત્ર હતો. દર શનિ, રવિએ તમે તમારા ઘરે મને અને તમારા દીકરાને ભણાવતાં હતા. અંગ્રેજી સિવાય પણ બીજા ગમે તે વિષયની મુશ્કેલી તમે આસાનીથી અમને સમજાવી દેતા હતા. તમે બહુ મહેનત લીધી હતી એટલે જ હું દસમાં ધોરણમાં બહુ સારા ટકાથી પાસ થઈ હતી. ખૂબ ખૂબ આભાર સર.

સમય જતાં તમારા જ એક સાળાભાઈ સાથે મારા લગ્ન થયા અને તમે મારા વડીલ નંણદોઈ થયા. તમે જ્યારે પણ તમારા અને મારા સાસરામાં આવતા ત્યારે મારા પતિ આગળ અને બધા આગળ મારા ખૂબ વખાણ કરતા હતા. હું જયારે પણ તમારા ગામ એટલે મારા પિયરમાં આવતી ત્યારે તમને અને મોટા નણંદ બેનને મળવા અચૂક આવતી હતી. તમારા આશીર્વાદ હંમેશા લેતી હતી. અમને મળી તમને બંનેને પણ બહુ આનંદ થતો હતો.

આપને મળીને ફક્ત આઠ જ દિવસ થયાં હતાં અને આપનાં ઓચિંતા ચીરવિદાયના કરુણ સમાચાર મળ્યા હતા. મન તો આ માનવા તૈયાર જ ન હતું. આપને નખમાં પણ કોઈ રોગ ન હતો, આપ નિયમિત ફરવા પણ જતા હતા. હંમેશા નિયમિત સાદું પૌષ્ટિક ખાનપાન આપ કરતાં હતાં. પણ હૃદયનો હુમલો (હાર્ટએટેક) આવ્યો હતો અને આપ તુરંત અમને બધાને છોડીને સ્વર્ગમાં ચાલ્યા ગયાં હતાં. આપના અંતિમદર્શનને પણ અમે આવ્યા હતાં. તે દિવસે ખૂબ રડી હતી હું.

આપનું સ્મરણ હંમેશા થાય છે. આપની ખોટ પણ હંમેશા લાગે છે. આપનાં આદર્શો સાથે જ જીવીએ છે અને આ સંઘર્ષમય જિંદગીની જંગ અમે જીતીએ છીએ.

બસ આપનો આ આશીર્વાદનો હાથ સદા અમારા માથા પર રહે એજ ઈચ્છું છું. એ જ આપને અને પ્રભુને પ્રાર્થના કરું છું.

આપનાં માટે તો જેટલું લખું એટલું ઓછું જ છે. પત્રનો સ્વીકાર કરજો સર. ભૂલચૂક સૂધારીને જ વાંચજો. આપને હું અંતરથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

એ જ લિ. આપની એક પ્રિય વિદ્યાર્થીની, 

જય શ્રીકૃષ્ણ.


Rate this content
Log in

Similar gujarati story from Action