Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhairvi Maniyar

Inspirational Children

4.8  

Bhairvi Maniyar

Inspirational Children

રમતાં રમતાં વિજ્ઞાન

રમતાં રમતાં વિજ્ઞાન

1 min
287


વેકેશનમાં બપોરે નાનકડાં બાળકો અવનવી રમતો શોધી કાઢતાં.

એક દિવસ કીર્તિ આખો ગ્લાસ ભરીને પાણીના ગ્લાસ ઉપર પૂંઠું મૂકીને આવ્યો. જાદુના ખેલની જેમ સ્ટાઇલમાં ગ્લાસ ઊંધો કરવા છતાં પાણી ન ઢોળાયું અને પૂંઠું પડ્યું પણ નહિ. એના પરથી કીર્તિએ સમજાવ્યું, " હવા દબાણ કરે છે. એટલે આમ થાય."

ભલુએ પાણીની ડોલ નીચે ટબ રાખેલું. આખી ડોલ છલોછલ ભરેલી હતી. એમાં એણે મોટું ટમ્બલર ડૂબાડતાં જે પાણી ટબમાં ભેગું થયું એમાંથી પાછું પેલું ટમ્બલર ભરાય એટલુંજ પાણી નીકળ્યું. એણે સમજાવ્યું," આને આર્કીમિડિઝનો નિયમ કહેવાય."

જલુએ કાચનો ગ્લાસ લાવીને સળગતી મીણબત્તી પર મૂક્યો. થોડીવારમાં મીણબત્તી બૂઝાઈ ગઈ. હવે સળગતી દિવાસળી સાચવીને ગ્લાસની અંદર લઈ જતાં એ પણ ઠરી ગઈ. એણે સમજાવ્યું કે, " હવામાં ઑક્સિજન હોય છે. ગ્લાસની અંદર ઑક્સિજન હતો ત્યાં સુધી મીણબત્તી સળગી. અને પછી ઠરી ગઈ. એના કારણે કાર્બન ડાયોક્સાઇડ બન્યો. એ આગને ઠારે છે." 

તાનીએ દાળમાં છ રસ હોય છે તે સમજાવ્યું. 

મેથી -કડવો

રાઈ -તૂરો

મીઠું - ખારો

મરચું - તીખો

ગોળ - મીઠો

ટામેટું/લીંબુ/ આંબલી/ કોકમ - ખાટો

વળી, વીણાએ એમાં પ્રોટીન, લિપિડ અને કાર્બોહાઇડ્રેટ હોય છે તે સમજાવ્યું.

ભરત સીંગચણા દ્વિદળી અને મકાઈદાણા એકદળી બીજ કહેવાય તે સમજાવતો હતો.

ક્યારેક ચકડોળમાં બેસે તો કેન્દ્રત્યાગી બળ સમજાય. તો ક્યારેક તળાવનું સ્થિર પાણી અને નદીનું વહેતું પાણી સ્થિતિશક્તિ અને ગતિશક્તિનો ખ્યાલ આવે.

આમ, રમતાં રમતાં બાળકો વિજ્ઞાન પણ શીખતાં હોય છે. એમને વિડિયોગેમ, અને મોબાઈલમાં અવનવી એપ વડે થતું નુકસાન આવી પ્રેરક રમતો તરફ વાળવાથી અટકાવી શકાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational