Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

બાળ કલાકાર

બાળ કલાકાર

3 mins
237


ટીવીની પ્રસિદ્ધ બાળ કલાકાર એવી રિદ્ધિ કેટલાય દિવસથી બીમાર હતી. ના કંઈ ખાતી પીતી કે ના કંઈ બોલતી ચાલતી, બસ એમજ આખો દિવસ સૂનમૂન પડી રહે છે. એના માતા પિતા ખૂબ ચિંતિત હતા. બધા રીપોર્ટસ કરાવે છે. પણ બધા રીપોર્ટસ નોર્મલ આવે છે. રિધ્ધિની બીમારી પકડાતી નથી. અને દિવસે દિવસે એનું શરીર લેવાતું જાય છે. ફેમિલી ડોકટરને મળે છે. ત્યારે ડોકટર કહે છે. કોઈ મનોચિકિત્સક ને બતાવો.

અને રિદ્ધીના માતપિતા શહેરના પ્રખ્યાત એવા ડોકટર ગૌરાંગ વ્યાસ પાસે લઈ જાય છે. અને ડોકટર એની હિસ્ટ્રી પૂછે છે, ત્યારે એની માતા કહે છે, રિદ્ધિ ખૂબ મોટી બાળ કલાકાર છે. એનો શિડયુઅલ બહુ ટાઈટ હોય છે. સમય સમય પર એના પર મેકઅપ કરવામાં આવે છે, અલગ અલગ વસ્ત્રો પરિધાન કરાવવામાં આવે છે. અને ભોજનમાં પણ એની રુચિ પ્રમાણે નહિ, પરંતુ ત્યાંના સલાહકાર જે ચાર્ટ બનાવીને આપે એજ જમવાનું.

ડોકટર પૂછે છે, રિદ્ધીને કોઈ મિત્રો છે ?

રિદ્ધિને કેટલો સમય રમવા માટે આપો છો ?

તમે કેટલો સમય રિદ્ધિને ફાળવો છો ?

ત્યારે રિદ્ધિની માતા કહે છે. એ રમવા માટે સમય ફાળવી શકતી નથી. અને અમે પણ એટલા વ્યસ્ત હોઈએ કે એના માટે સમય ફાળવી શકતા નથી.

ત્યારે ડોકટર કહે છે એને મિત્રોની જરૂર છે. એને તમારા પ્રેમની જરૂર છે. ડોકટર પૂછે છે "શું રિદ્ધિ ને ટીવી કલાકાર બનવાની ઈચ્છા હતી ? ત્યારે એની માતા કહે છે, એને બાળકો સાથે રમવું હતું, મોજ મસ્તી કરવી હતી. પણ અમારી એક ઈચ્છા હતી. અમારું બાળક પ્રસિદ્ધ ટીવી કલાકાર બને, અને લોકો અમને એમના માતપિતા તરીકે ઓળખે એવું અમારું એક સપનું હતું. એટલે જ અમે ટીવી કલાકાર બનાવી.

ત્યારે ડોકટર કહે છે, એને કોઈ દવા સાજી નહિ કરી શકે, એને શેરીની બાળ રમતો, એના મિત્રો અને તમારી સંભાળ સાજી કરી શકશે. એના માતપિતાને ખૂબ અફસોસ થાય છે કે પ્રસિદ્ધિના મોહમાં એ પણ વિસરી ગયા કે રિધ્ધિ બાળક છે. અને એને પણ બાળકની જેમ જીવવા દેવી જોઈએ.

ઘરે આવી રિદ્ધીની માતા રિદ્ધિના બધા મિત્રોને ઘરે બોલાવે છે. અને ખૂબ મજા કરાવે છે. હવે રિદ્ધિ મિત્રો સાથે પકડ દાવ રમે છે. સંતા કૂકડી રમે છે, ખો ખો રમે છે. એની ઉદાસીનતા તો ક્યાંય ગાયબ થઈ ગઈ.

પહેલા જેવી રિદ્ધિ બની ગઈ.

રિદ્ધિ ને એવું લાગ્યું કે જાણે એને આકાશમાં ઊડવા માટે કોઈએ પાંખો આપી, નવી દુનિયા મળી જ્યાં મિત્રોની ટોળકી છે. રિદ્ધિ એની માતા ને કહે છે, "હવે મને ટીવીમાં નથી દેખાવું લોકોમાં પ્રસિદ્ધ નથી થવું. મારે તો બસ મિત્રો સાથે મોજ માણવી છે. મને સફળતાનું ઊંચું આકાશ નથી જોઈતું પણ મને તો જોઈએ મારા બે ચાર મિત્રો, બસ કે મને ઓળખે, મારી સાથે રમે એ જ મારી દુનિયા છે.  

એના માતપિતા જ્યારે ખુશખુશાલ રિદ્ધિ ને જોવે છે, ખૂબ ખુશ થાય છે. અને પોતે એક નિર્ણય લે છે કે એક કુમળા બાળક ને કુદરતી રીતે વિકસવા દેવું, ક્યારેય કોઈ વિચારો ન થોપવા કે કોઈ બળજબરી ન કરવી. અમે તો બગીચાના માળી છીએ, અમારી ફરજ ફક્ત ખાતર પાણી અને ઉજાસ આપવાની છે. એનો વિકાસ તો કુદરતી રીતે થતો જ રહેશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational