Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Children Stories Children

4.0  

Sangita Dattani

Children Stories Children

ફૂલપરી

ફૂલપરી

2 mins
190


એક પરી હતી. તેનું નામ હતું ફૂલપરી. ફૂલપરી તો રોજ તેની સખી જાનકી સાથે શાળાએ જાય. જાનકીની ઘણીબધી સખીઓ હતી. ફૂલપરીને પણ બધા સાથે વાતો કરવી ગમતી. આ ફૂલપરીનો એક સિદ્ધાંત હતો કે જ્યારે તમે તેની સાથે બોલો તો હસતા હસતા જ વાત કરવાની. કોઈ ઉદાસ હોય કે ઘરે મમ્મી પપ્પા ખિજાયા હોય અને ઠપકો મળ્યો હોય તો તેને ખબર પડી જતી. 

એકવાર તેના ક્લાસમાં ભણતી સુકન્યાનું મોં જરા ઉદાસ લાગતું હતું. ફૂલપરીને તરત જ ખબર પડી ગઈ. કહે કે “આજે શું બન્યું છે સુકન્યા ?” 

સુકન્યાએ તો કંઈ જ જવાબ ન આપ્યો. પછી જાનકીએ તેને પૂછ્યું કે, “ શું થયું છે તને ? કેમ આજે ઉદાસ છે ?”

ડરતા ડરતા જાનકીને જણાવ્યું કે “મમ્મી પપ્પા બહુ વઢયા આજે મને.” 

ફૂલપરી તો પાંખો પ્રસરાવતી આવી બાજુમાં. એને કહે કે “જરૂર તેં મમ્મી પપ્પા જોડે સારું વર્તન નહી કર્યું હોય. તો જ આમ થાય. તું ડર નહીં અને મને બધી વાત કહે, કેમ તારે ઠપકો સાંભળવો પડ્યો ?”

સુકન્યાએ જવાબ આપ્યો કે મે લેસન કર્યું ન હતું. અને મોબાઈલમાં રમત રમતી હતી. તેથી ક્લાસટીચરે તેને ઠપકો આપ્યો છે. અને કલાસની બહાર પણ કાઢી મૂકી હતી. 

આ વાત સાંભળીને ફૂલપરી કહે, “તો હવે તારે તારા મમ્મી પપ્પા અને ટીચરની માફી માંગવી જોઈએ. અને ભણીગણીને તારે તો દેશની સેવા કરવી છે ને ?”

સુકન્યાએ હા પાડી. કહે કે, “હું હમણાં જ ટીચરની માફી માંગુ છું અને ઘરે લેસન પણ કરીશ, ભણવામાં પણ ધ્યાન આપીશ અને સારે નંબરે પાસ પણ થઈશ. અને ખિલખિલાટ હસવા લાગી. 

પછી તો ઘરે જઈને પપ્પા મમ્મીને પગે લાગી ને માફી માંગી અને કહ્યું કે, “હવેથી હું મોબાઈલમાં રમત રમીશ પણ તમે પરવાનગી આપશો તો જ.” 

મમ્મી પપ્પાને તો ખૂબ જ નવાઈ લાગી. તેમને થયું કે આ વળી કેવો ચમત્કાર ! સુકન્યાએ માંડીને ફૂલપરીની વાત કરી. અને ખાધું પીધું ને રાજ કર્યું. 


Rate this content
Log in