Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Romance

4.1  

Sangita Dattani

Romance

મિત્ર દંપતી

મિત્ર દંપતી

2 mins
212


"કિસ્મત સે મિલ ગયે હો મિલકે જુદા ના હોના.." કારમાં રેડિયાની સ્વીચ ઓન કરતા સાહિલ ઝૂમી ઊઠ્યો. પંદર વર્ષ પહેલાંની શ્રી સાથેની મુલાકાત યાદ આવી ગઈ. ગીતના શબ્દો સાથે જાણે શબ્દસ: સાચી પડતી હતી, પણ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું. બે મહિનામાં સાહિલ અને શ્રીના એ સોનેરી દિવસો અચાનક જ ખતમ થઈ ગયા અને શ્રીના લગ્ન લેવાયા. ભાંગી પડેલો સાહિલ લગ્ન માટે હા ન હતો કહેતો. પંદર વર્ષ આમ જ કાઢી નાખ્યા હતા. માગા તો ખૂબ જ આવતા હતા પણ શ્રી ને તે ભૂલી શકતો ન હતો.

ઓફિસે પહોંચીને છાપું વાંચવા લાગ્યો. ત્યાં તો ડોરબેલ વાગી અને ચા લઈને રિસેપ્શનીસ્ટ આવી. ચાની ચૂસ્કીઓ લેતા લેતા તેની નજર એક જાહેરાત પર પડી. જાહેરાત સાથેનો ફોટો જોતા ઊછળી પડ્યો. 

તે શ્રી નો ફોટો હતો અને જાહેરાતમાં રિમેરેજ માટેની વાત હતી. સાહિલ વિચારમાં પડી ગયો. તરત જ ફોન કાઢ્યો અને નંબર ડાયલ કર્યો. સામેથી શ્રીનો અવાજ આવતા તે ખુશીથી નાચી ઊઠ્યો, શ્રી પણ હરખાઈ ગઈ. મળવાનો સમય નક્કી કરીને તે જ દિવસે બંને પોતાના પ્રિય સ્થળે ભેગા થયા. આ વખતે તો પ્રપોઝ કરી જ દઈશ, એમ વિચારતા વિચારતા સાહિલ પોતાના પ્રિય બગીચામાં પહોંચી ગયો, શ્રીએ લગ્ન પછીની ઘટનાઓનું ટૂંકમાં વર્ણન કર્યું. સાહિલ કંઈ બોલવા જાય તે પહેલાં જ શ્રીએ તેને પ્રપોઝ કરીને કહ્યું, "સાહિલ મારી સાથે લગ્ન કરીશ ?" સાહિલ તો જાણે સપનાંમાં હોય તેમ તેને લાગ્યું. 

અઠવાડિયામાં જ લગ્નગ્રંથિથી જોડાઈને હનીમૂન પર સ્વીઝરલેન્ડ પહોંચી ગયા. ત્યાં જઈને શ્રીએ કહ્યું કે, "આપણે મિત્ર બનીને તો રહીશું જ પણ કેટલા બાળકો જોઈએ તે તો નક્કી કરવાનું છે." બંને મિત્રો - નવદંપતી ચાંદની રાતમાં મહેંકી ઊઠયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance