Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhanu Shah

Inspirational

3  

Bhanu Shah

Inspirational

ઋણાનુબંધ

ઋણાનુબંધ

1 min
200


"ગુરુર્ બ્રહમા ,ગુરુર્ વિષ્ણુ,

ગુરુર્ દેવો મહેશ્વર:.

ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ,

તસ્મૈ શ્રી ગુરવે નમ:."

આજે આપણે જ્યારે અંગ્રેજી મિડિયમને રવાડે ચડીને ગુજરાતી ભાષા ભૂલી ગયા છીએ અથવા આવડતી જ નથી ત્યારે વિરેનભાઈ વિદેશની ધરતી પર ગુજરાતી પરિવારનાં બાળકોને ગુજરાતી ભાષા શીખવી રહ્યાં છે.

વિરેનભાઈ એટલે અમદાવાદની શાળાના એક વખતના શિક્ષક. એક જ જગ્યા પર વર્ષો સુધી ઊભા રહીને હજારો વિધાર્થીઓને યોગ્ય દિશા બતાવનાર અને સારાં નાગરિક થવાનું શિક્ષણ આપનાર વ્યક્તિ એટલે શિક્ષક. વિરેનભાઈને અમેરિકામાં લઈ આવનાર દિપ. દિપનાં માતાપિતાને કરોના ભરખી ગયો ત્યારે નિ:સંતાન દંપતી વિરેનભાઈ અને તેમનાં પત્ની રેખાબેને દિપને દત્તક લઈને શિક્ષક ઉપરાંત માતા-પિતાની ફરજ પણ બજાવી.

"એક માતા સો શિક્ષક બરાબર છે." કહેવતને તેમણે પલટી નાખી.એક શિક્ષક,શિક્ષક ઉપરાંત પાલક પણ બની શકે છે.

એક પુસ્તક,એક પેન, એક બાળક અને એક શિક્ષક ,વિશ્વનાં. વિકાસની બુનિયાદ છે.

દિપને ખુબ ભણાવ્યો અને આઇ ટી માં માસ્ટર બનાવ્યો. ડીગ્રી મળતાં જ દિપને માઈક્રોસોફ્ટમાં સારી જોબ મળી ગઈ એટલે એણે અમેરિકામાં સેટલ થવાનું નક્કી કર્યું.

થેંક્યુ ટીચર કહીને એણે વિરેનભાઈ અને રેખાબેનની રજા લીધી.

 થોડાં સમય પછી એને સમાચાર મળ્યાં કે રેખાબેન ટૂંકી બીમારીમાં મૃત્યુ પામ્યાં છે અને વિરેનભાઈ એકલાં પડી ગયાં છે તરત તેણે કાર્યવાહી કરીને વિરેનભાઈને પોતાની પાસે બોલાવીને ઋણાનુબંધ ચૂકવ્યું. બસ ત્યાં જઈને વિરેનભાઈ સમય પસાર કરવા પોતાની ગમતી પ્રવૃત્તિ કરી રહ્યાં છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational