Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Fantasy Others

1.9  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Fantasy Others

નવરાત્રી ડાયરીની નિરાળી વાતો

નવરાત્રી ડાયરીની નિરાળી વાતો

13 mins
99


"નવરાત્રીની ડાયરીનુ એક પાનું

લાગણીઓથી ભિંજાયેલુ..."

એ...તમે આમ પાછળથી ઘા શું કામ કરો છો હિંમત જો હોય તો નજરથી નજર મેળવી જુઓ બાકી આમ 

એકબીજાને નજરોથી છેડી

એકબીજાને સતાવવા આતો પાપ છે" 

"જય માં અંબા જગતંબા આરાસુરવાળી મતવાલી,નવલા નવરાત્રીના દાડા આવ્યાથી શરૂ થઈ,એ નહીં મેલું હું તારા ફળિયામાં પગ નહીં મેલુ,ઉફ...મને લાગ્યો તારી પ્રિતનો રંગ વ્હાલમ વહેલાં વહેલાં આવજો..."

આવા સરસ ગીતો કાનને મંત્રમુગ્ધ કરી રહ્યા

હતા.ખેવના અને આંનલ બેઉ બેસ્ટફ્રેન્ડ હતાં સાથે રહેતા મોટે ભાગે તેમને જોઈ કોઈ અંદાજો પણ ન લગાવી શકે કે બેઉ બેસ્ટફ્રેન્ડ હતી.તેમને જોઈ સૌ કોઈ એવું જ માને કે બેઉ આ બેઉ જૂડવા બહેનો ન હોય!તેમનો ઉછેર પણ સાથે જ થયેલો.

જ્યાં હોય ત્યાં બેઉ સહેલીઓ સાથે ને સાથે જ હોય.તેમની દોસ્તી પણ એટલી જ ગહેરી હતી કે સૌ કોઈને જોઈ ઈર્ષા આવી જાય આટ આટલી પળોજણ સામે તેમની દોસ્તી અકબંધ રહી હતી.

ખેવનાએ મમ્મીને વિનંતી પુર્વક કહ્યું,"મમ્મી કોલેજ જવું છે,તો હું ત્યાં જ જમી લઈશ...આનલ સાથે...?

સરલાબહેન દિકરીને સરાહતા કહે,અરે...બેટા...બહારનું જમી જમી તારી તબિયત ખરાબ થઈ હતી વચ્ચે યાદ કર...તો...?

ખેવનાને મમ્મીની વાતમાં સચ્ચાઈ જરૂર લાગી...પરંતુ તે આજે જલ્દીમાં હતી.

સરલાબહેન:એ...એ...ખેવુ મારી વાત તો સાંભળ બેટા...આ છોકરી હંમેશા આવું જ કરે છે મારી એક વાત નથી સાંભળતી."

હું કોલેજથી આવુ પછી વાત કરીએ...

મમ્મી હું જાવ કોલેજ ઓકે...બાય બાય...

આજથી નવરાત્રી શરૂ થવાની હતી.ખેવના અને આનલનો પ્રિય તહેવાર હતો.

 આનલ એક અનાથ છોકરી હતી એ કાકા કાકીને ત્યાં રહેતી,કાકા તો ભત્રીજી પર વ્હાલ વર્ષાવતા તો કાકી કાળો કેર...કાકા કાકીની ઉપરવટ જઈ આંનલને ભણાવતા હતાં.પણ કાકી ઇલાબહેનના પ્રયત્ન તો એવા જ રહેતા કે આનલ માનસિક રીતે ત્રસ્ત થઈ ભણવાનું જ છોડી દે.પરંતુ ખેવના અને સરલાબહેન તેને હિંમત આપતાં હતાં.

ખેવના અને સરલાબહેન આ જોઈ દુઃખી થતા પરંતુ કોઈ મદદ ન કરી શકતાં એનો પારાવાર અફસોસ હતો.

 આનલ અને ખેવનાએ હવે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો.યુવાની સુંદરતા નિખારે છે.પરંતુ આ યુવાનીની લાગણીઓ ખુબ કુણી હોય જ્યાં મળે ત્યાં ઢળી જાય છે માણસ...

  ખેવનાને મમ્મી પપ્પા નો પ્રેમ મળતો પરંતુ આંનલ કોઈના પ્રેમ માટે તરસતી હતી.

 એક દિવસની વાત છે.જોતજોતા નવરાત્રી આવી ગઈ.આજનો દિવસ કોલેજમાં ભરી ઘરે આવ્યા.

ખેવના પાર્ટીપ્લોટમાં ગરબા રમવા જવાની જીદ્દ મમ્મી આગળ કરી રહી હતી પરંતુ આનલની તો હાલત ઘરની કામવાળી જેવી હતી.જેમ કાકી અને બહેન કહે તેમ કહે તેમ હા કરવું જ રહ્યું 

એની કઝીનના જૂના કપડાં તેને આપવામાં આવતાં,તો એઠું અને વધ્યું ઘટ્યું ખાવા કાકી આપતાં હતાં, આ બધું કાકાની ગેરહાજરીમાં જ થતું પરંતુ આ બાબતે આંનલ કાકાને કંઈ જ ન જણાવે તો તેને પ્રાણ હંમેશા હંમેશા માટે ખોવા પડશે એવી ચિમકી આપી દેવામાં આવી.

આનલ નોટ્સ લેવા ખેવનાના ઘરે ગઈ.પરંતુ ઘરની વાત બ્હાર ન જાય તેનો પહેલેથી ઈલાબેહેને ઈંતઝામ કરી રાખેલો સાથે તેમની દિકરી પાખીને મોકલેલી.

  ખેવના અને આંનલ બેઉ ભેગા મળી અસાઈન્મેન્ટ પુરુ કરતાં,બાકીનો પ્રોજેક્ટ પણ પુરો કરી રહ્યા હતા.જેથી આજે રાત્રે મનમુકી ગરબે રમી શકે.

આનલને પણ નવરાત્રીનો તહેવાર ખુબ ગમતો હતો,પરંતુ તેની પસંદગી સાંભળવા વાળું કોણ હતું?

ખેવના ઉત્સાહ સાથે કહી રહી હતી,"એ આંનલ આપણે નવરાત્રીમાં ગરબા રમવા પાર્ટીપ્લોટમાં જાઈએ તો કેવું રહે?

સરલાબહેન:ગુલાબી ગુલાબી નોટો હોય તો બધું સરસ જ રહે,પણ આપણે છઠ્ઠા નોરતે જાશુ.

આનલ ડર સાથે કહે,તુ જા ખેવના પરંતુ હું નહીં આવી શકું?

ખેવના તેની પાસે 'ના' નું કારણ જાણવા માટે આતુર હતી.

સરલાબહેન એ છોડી તું તો સાવ છો...હશે એને કોઈ કારણ...તું છોડ ને...

ખેવના રડમશ અવાજે પણ મમ્મી હું એકલાં એકલા કોની સાથે જવ...કાશ મૂજે કોઈ સપનો કા રાજકુમાર મિલ જાએ તો અચ્છા રહતા..."

 સરલાબહેન ગુસ્સા સાથે હાસ્યમાં કહે,ઓ...ય...છાનીમાની નીચે આવ બહુ ઉડી લીધું જો મારા રાજા એટલે તારા પપ્પા તો પણ હું ક્યાં જઈ શકું છું.એટલે બહુ ઊંચી ઉડાનભર્યા વગર હેઠા આવો...ને ચૂપચાપ મને મદદ કરાવ..."

 આન્ટી હું ઘરે જાવ કાકી બોલવતા હશે...

ખેવના:અરે...આનલ રુક તો આપણે સાથે કામ પુરુ કરી દઈએ.

આંનલ:હું કાલ આવે...

ખેવના:અરે...તુ રુક તો ખરા...કંઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજે...

આનલ:અરે નહીં રે બાબા...નથી લાગ્યું સાચે...

ખેવના:ગોડ પ્રોમિસ...

આનલ:અરે હા બાબા...લખીને આપું તો...

ખેવના સ્માઈલ સાથે કહે,કાલે મળીએ બાય...

આનલ:હું જાવ હવે...

રાત્રીનો સમય હતો.સોસાયટીનો ચાચરચોક મંડપ માંની ગરબી,કલરફૂલ લાઈટોથી શોભી રહ્યું હતું,આ મ્યૂઝિકનો શૂર ગરબાપ્રેમી ઓના પગને ખુશીથી ઉછળવા ઉત્તેજિત કરી રહ્યો હતો.દિલને ડોલાવી રહ્યો હતો.પરંતુ ગરમાગરમ નાસ્તાની મંદમંદ સુગંધ ગરબા પ્રેમીઓનો ગરબાપ્રેમ બમણો કરી રહી હતી.

 સરલાબહેન જમવાનું પરવારી ઘરની સાફસફાઈ કરી આરતી માટેની તૈયારી કરી રહ્યા હતા. 

  માતાજીની આરતીનો સમય થઈ ગયો હતો.

સરલાબહેનનો પરિવાર તૈયાર થઈ ગયો હતો.પહેલો દિવસ હતો એટલે કંઈ ખાસ તો કપડાં નો'હતા પહેર્યા.પણ હા સ્વચ્છ થઈને આવ્યા હતા.પરંતુ તેમની નજર આનલને શોધી રહી હતી

સરલાબહેન:એ...

ઈલાબહેન આનલ નથી આવી...

ઈલાબહેન ગુસ્સાવાળા બનાવટી હાસ્ય સાથે:એ...તો આખો દિવસ વાચ વાચ કરે છે...બોલો...એ કહેતી કે પ્રોજેક્ટનું બહુ બધું કામ છે...

ખેવના શકભરી નજરે:આન્ટી મને તો આનલ એમ કહેતી હતી કે,નવરાત્રી ખુબ ગમે છે...

ઈલાબહેન:તો...શું કહેવા માંગે છે તું કે હું ખોટું કહું છું...?

સરલાબહેન:(વિનમ્રતા સાથે)બહેન ખેવના તો નાની છોકરી છે....નાના બાળકનું કંઈ મનમાં લેવાતું હોય!

સોસાયટીમાં નાની વાત તમાશો ન બની જાય એ માટે સરલાબહેને ઈલાબહેનને પ્રેમપુર્વક હાથ જોડ્યા.

 ખેવનાને પ્રેમથી ઠપકો આપતા કહે,"અરે...બેટા...

ખેવુ હું સમજું છું કે તને તારી દોસ્ત માટે લાગણી છે....પરંતુ તું આમ કરીને તો એના માટે ખોટું સંકટ ઉભું કરી રહી છે..."

ખેવના ગુસ્સામાં કહે, "હા...મમ્મી પણ મારાથી એની હાલત નથી જોવાતી.."

ઈલાબહેને ગુસ્સામાં કહ્યું;"જોવો બહેન તમને જો એ છોકરીની એટલી જ બધી દયા આવતી હોય તો તમારા ઘરમાં લઈ જઈ શકો છો..."

વના:તમે નસીબદાર છો કે તમારે ત્યાં આનલ છે હું નથી નહીં તો તમે જે આ ટસર દેખાડી રહ્યા છો એતો ક્યાંય ઉડી ગયા હોય.

ઈલાબહેન:સરલાબહેન છોકરીને સારું શીખવ્યુ છે...બોલવાનું નાનું હોય કે પછી મોટું હોય... જોવાનું પણ નહીં... આટલા સરસ સંસ્કાર આપ્યા છે તમે...

સરલાબહેન:હું માફી માગું છું ખેવના તરફથી એ બાળક છે...

ઈલાબહેન:જરા સંભાળી રાખો...

ગરબા રમીને ઘરે ગયાં પછી તો...આનલનુ આવી જ બન્યું...ઈલાબહેન આનલ પર હાથ ઉપાડતા કહે,"જે થાળીમાં ખાય છે એજ થાળીમાં છેદ કરે છે શરમ નથી આવતી...નાલાયક....હરામજાદી...

પરંતુ પાખીએ આનલના બચાવ માટે વચ્ચે આવતાં કહ્યુ,મમ્મી એવી કોઈ જ વાત નથી થતી મમ્મી દીદી અને ખેવનાદીદી વચ્ચે...

ઈલાબહેન પાખીને શકભરી નજરે એકીટશે જોઈ જ રહ્યા,સાચું કહે છે ને તું કે આ મનહૂસના બચાવમાં કહે છે?

પાખી:અરે...મમ્મી સાચું કહું છું...હું શું કામ ખોટું કહું...કહે તો મમ્મી...

ઈલાબહેન:હા...હા...હવે ઠીક છે...ચાલો કામ કરો...અને હા કાતો તારે આ ઘરમાં રહેવું કે પછી ખેવનાની દોસ્તી જોઈએ છે... એ તું નક્કી કરજે....

પાખી ડરાવી ધમકાવી પોતાનું બધું જ હોમવર્ક આનલ પાસે કરાવતી હતી...

આનલ તેને ખુશીથી કરી આપતી.આનલ આમ કરી એની બહેનને આળસુ બનાવી રહી હતી.

  બીજા દિવસે કોલેજ જવાની તૈયારી કરી રહી હતી આનલ સાથે સાથે પાખીની પણ બેગ પણ ભરી રહી હતી...

  ઘરનું કામ પરવારી કોલેજમાં જવા માટે ખેવનાનો સંગાથ કરવા નિકળી ગઈ.બે સહેલીઓ સાથે કોલેજ ગઈ.

 એક્સ્ટ્રા એક્ટિવિટી નું સંચાલન કરી રહ્યા હતા ઋત્વા મેડમે નવરાત્રીનું આયોજન કરેલું...પરંતુ ગરબા દિવસે રાખ્યા હતા... એટલે સૌ વિદ્યાર્થીઓ લેખે 150rs/-

વનાએ આનલને પ્રેમપુર્વક પૂછ્યું,

 "એ...આનલ તારી પાસે પૈસા ન હોય તો હું આપું તારા..."

આનલના ઘરમાં આટ આટલું દબાણ હોવા છતાં ખેવના અને આનલની દોસ્તી તૂટવાની જગ્યાએ મજબૂત થઈ ગઈ...

  ખેવના પૈસા છે મારી પાસે...

ખેવના:આનલ સાચે પૈસા છેને...ડિયર કે પછી ખાલી ખાલી કહે...

આનલ પર્સમાંથી પૈસા નિકાળી બતાવતા:અરે...ખેવુ પૈસા છે મારી પાસે પૈસા તું ચિંતા ન કર...

  સૌના પૈસા ઋત્વામેડમે કલેક્ટ કરી લીધા.જરૂરી સૂચન આપી દીધું... આનલ અને ખેવના રિસેષ હતી તો ઘરે ગયા...

  ખેવનાને સરલાબહેન પ્રેમથી સજાવી રહ્યા હતા તો અહીં ઈલાબહેને આનલ પર કોઈ જ રસ જગાવ્યો નહીં  

  ભણવા જાય છે કે નાટકો કરવા ખબર નથી પડતી.

પાખી...આનલની મજાક કરતાં કહે,અરે...મમ્મી શું માથાકૂટ કરે જાય છે...આનલને ભીખ ન આપતી હોય જાણે કે એમ ચણિયાચોળી આપ્યા એ પણ ફાટેલા જેવા...

આનલે પ્રેમથી કહ્યું કાકી આ ચણિયાચોળીમાં છેદ છે.

ઈલાબેહેને આનલના વાળ ખેંચતા કહ્યું એ...શું બોલી...ફરી બોલ તો...

આનલ:આ ચણિયાચોળી ફાટેલી છે...તો કેવી રીતે પહેરુ?

ઈલાબહેને આકરા ગુસ્સા સાથે કહ્યું,તુ તારા મા બાપ મૂકીને પણ શું ગયા છે તો અમે તને કંઈ આપીએ... એમ કહે ને આવું પણ તને આપીએ છીએ જો પહેરવા નવી જોઈતી હોય તો સ્મશાન મા જા તારા મા બાપ તને આપવા આવશે,જોવો તો આમને નવી જોઈએ છે...તારી ઔકાત ફાટેલું પહેરવાની છે...માટે આવા બધાં સપનાં ન જો કે જેથી તને જ તકલીફ પડે...સમજી કે પછી તારે આ ફિલસૂફી ઈલાની ભાષામાં સમજવી છે...

ખેવના આ બધું જ નોટિસ કરી રહી હતી.

પરંતુ એ ચાહકર પણ કંઈ જ ન બોલી શકતી.

  બંન્ને સહેજ નિરાશ ચહેરે કોલેજમાં પહોંચ્યા...ખેવના સુંદરી કમ નોહતી લાગી રહી.ગોરા શરીર પર ગ્રીનને મરુન ચણિયાચોળી શોભી રહ્યા હતા પરંતુ આનલ માટે તો એવો કોઈ પસંદગીનો વિકલ્પ જ નો'હતો.સમય સંજોગોને માન...

 ખેવનાની સરખામણીમાં આનલ પહેરવેશથી ઉતરતી લાગી રહી હતી સૌ કોઈ એની મજાક ઉડાડી રહ્યું હતું.

  તો કોઈ એને યાદ પણ અપાવી રહેલું કે આ 21મી સદી છે.બહેનજી આ કયા જમાનાની ફેશન છે...તૂટેલી આનલને તોડવાના વધુ પ્રયાસ કરવામાં આવતાં હતાં.

ખેવનાને પણ આનલથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવી રહેલા.

 ઋત્વા મેડમે આનલને જોઈ અણગમો વ્યક્ત કરતાં કહ્યું "ચાલો સૌ મોડું થાય છે..."આનલ પણ આવી રહી હતી. ઓય...તને કોણે કહ્યું સાથે આવવાનું.... 

આનલ:મેડમ મારી વાત તો સાંભળો...ઋત્વા મેડમ:તમે લોકો જાવ આગળ અને હા...આ પાર્ટીપ્લોટ અમીરો માટે છે...તારા જેવાને સાથે રાખી અમારી રેપિટેશન ખરાબ નથી કરવાની.

  સૌ કોઈ આનલની મજાક ઉડાડી રહ્યા હતા.

પરંતુ એક છોકરો હતો જે આનલની ઈજ્જત કરતો હતો.એનું નામ હતું ઈશાન,દેખાવમાં હેન્ડસમ અને સમજદાર હતો,અમીર બાપનો દિકરો હોવા છતાંય ઈગો નો'હતો,ભાવનગર પોતાનું વતન છોડી વડોદરા ની ઝાકમઝોળમાં આવ્યો,ભણી ગણીને આગળ વધવા માટે.ઈશાનની ક્યૂટનેશની સાથે તેને ઈશાનનો ગુણ આનલને ખુબ ગમતો.ઈશાન જે આનલને મનોમન પોતાની પત્ની માની બેઠો હતો.તો સામે આનલના પણ એ જ હાલ હતા.

આનલ જોડે કેમ કરી પોતાના મનની વાત શેર કરું એ નોહતુ સમજાતુ.છેલ્લા દોઢ વર્ષથી આ ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું હતું.ખેવનાને પણ ખબર હતી,કોઈવાર પાખી ન સાભળે તેમ ઈશાનનું નામ લઈ ચીડાવતી,તો આનલ હસીને વાતને દબાવવા પ્રયત્ન કર્યો.

ઋત્વા મેડમ:ઓય...ઈશાન સાહેબ આપને અલગથી કહેવું પડશે કે ચાલો...

ઈશાન:ઓય...ઋત્વા મેમ તમે કેવા પ્રકારની સ્ત્રી છો એક સ્ત્રી થઈ એક સ્ત્રીની કફોડી હાલત જોઈ એને વધુ દુઃખ આપો છો...અરે...રે...

ઋત્વા મેડમ:તમે કોઈ સીન ક્રિએટ ન કરશો...તમારે ન આવવું હોય તો લો આ પૈસા બેઉ...તમારા.

ઋત્વા મેડમે મોં બગાડીને આપ્યા...મનમાં બબડાટ સાથે કે આવા ને આવા ક્યાં થી હાલ્યા આવે છે... ખેવના પણ ઉદાસ ચહેરે ગ ઈ.

 ઓય...મેડમ તમે ઉપકાર નથી કરતાં અમારા પૈસા હતાં ને તમે આપ્યા છે...એમાં તમે ઉપકાર શું કરો છો...?તે આટલો બધો રુવાબ દેખાડો છો.તમારો પાર્ટી પ્લોટ તમને મુબારક...

 આનલ ઈશાનને ના પાડી રહી હતી પરંતુ ઈશાન ગુસ્સે હોય એટલે કોઈનો નહીં...

  સૌ પાર્ટીપ્લોટમાં ગયા આનંદથી ગરબે ઝૂમી રહેલા...

આનલે ઈશાનને આશ્ચર્યવશ પુછ્યુ, એ...ય..ઇશાન શું વાત છે...આમ તમારે મેડમ જોડે વર્તન નોહતુ કરવું જોઈતું... 

ઈશાન કાલીઘેલી ભાષામાં આનલ સાથે કહે,એક તો ભલાઈ કરો ને ઉપરથી ઠપકો સાંભળો આ તે કેવો ન્યાય...

આનલ ગમે તેવી ઉદાસ હોય પરંતુ ઈશાનને જોઈ તેની ઉદાસી દૂર થઈ જાતી.

 આ તે કેવો અહેસાસ છે તે આનલ વિચારી ને પણ શરમથી લાલ થઈ જાતી...પરંતુ ઈશાન જેવો હેન્ડસમ યુવાન મારા જેવી યુવતીમાં શું કામ ઉતરે...એકલી સુંદરતા શા કામની નથી મારી પાસે સારા કપડાં કે મેકઅપ..." આનલ ચીલ ચીલ યાર બહાર આવ...તે ઈશાનને પ્રેમભરી નજરે જોઈ જ રહેલી.

ઈશાન આનલને સહેજ ઢંઢોળતા કહે,ઓય...રાણી મારા કઈ દુનિયામાં ખોવાઈ ગયા...સહેજ મસ્તીભર્યા અંદાજે... કહી રહેલો....એ આમ ન જો...બાબુ ગંભીર મામલો થઈ જાશે...

આનલ:ચલ...હટ...હવે...બહુ થઈ ગઈ મસ્તી...

ઈશાન:આ મસ્તી નથી પગલું આપના પ્રેમમાં ડૂબેલા આ દિન દિવાનાની મનો વ્યથા છે...

આનલ:ઓય...ઈશુ...

ઈશાન:ઓય...ઈશાનજીથી સીધુ ઈશુ...?આ તે શું વાત થઈ ભલી...

આનલ:મસ્તી છોડ ને હું કહું તે સાંભળ...ઈશાન મસ્તી કરી રહ્યો હતો તો આનલ એને એકીટશે જોઈ જ રહી હતી.

ઈશાન:ઓય...શું વાત છે...કંઈ કહીશ કે પછી...?

આનલ:એ...તું આમ બોલતો જ રહે ને...?

ઈશાન:ઓ...હ....એવું.... મારી રાણીને હું ઉદાસ કેમ કરી શકું પણ શું બોલું... એતો કહે...?

આનલ:કંઈ પણ બોલ...

ઈશાન:ઠીક છે બચ્ચુ....

આનલ:શું તું પણ...?

ખેવના એકાએક આવી રહી હતી...ઈશાન અને આનલને એકબીજામાં ગળાડૂબ ખોવાઈ ગયેલા જોઈ હળવો ખોખારો કર્યો અ...હ...હ...હ..."

આનલને જોઈ હળવી મજાક કરતાં ખેવના કહે...મને હવે સમજાયુ...કે મારી લાડલી સહેલી કેમ મારી સાથે ન આવી ગરબા રમવા...

કેમકે જીજુ સાથે સમય જો વિતાવવાનો હતો...અને જો તે આ વોત તો હું કબાબમાં હડ્ડી બનોત"

બહુ ડાહી...

આનલ:શું તું પણ..કંઈ પણ બોલે છે... સખી....તું વિચારે છે એવું કંઈ જ નથી...

ખેવના:સાચી વાત છે ભાઈ હું વિચારું છું એના કરતાં પણ વધું છે...આ તો...

આનલ:શું તું પણ... ઈશાનને જોઈ સહેજ શરમથી લાલ થઈ ગઈ.

ખેવના:બસ...બસ...હવે તમે બે કાલે મળજો...હવે...જીજા બાય 

હું લઈ જાવ તમારી રાણીને...

ઈશાન (સહેજ તોફાન સાથે):હા...હા...કેમ નહીં તમારો ખુબ આભાર સાળીજી...પણ હવે મારે તમારી દોસ્ત અડધી નહીં પણ આખી જોઈએ છે...

ખેવના:આ...તો...ગજબ છે,એક તો તમે મારી દોસ્ત છીનવી લીધી ને મારો જ હક તમે લઈ લીધો...ઇશાન:હા...તો...

 ખેવના:ખેર જીજાજી...બાકીનો હક કાલે જતાવજો...

ઈશાન(ઉદાસ ચહેરે):અરે...અરે...કેમ...?

ખેવના:અરે...બુદ્ધુરામ!તમારી રાણી ઘરે જો મોડી પહોંચશે તો એના કાકી એને મારી નાંખશે અને ફ્રીમાં ભાષણ તો સાંભળવા મળશે તે અલગ એ પણ આકરા શબ્દોવાળું...

ઈશાન:ઓહ...એમ વાત છે...

ખેવના:હા...હવે...અમે જાયે...તમે કહો તો...

ઈશાન:હા...પણ ભૂલતા નહીં હો...નહીં તો તમારા ઉપર મારી આનલને મારાથી દૂર કરવાનો આરોપ પણ મૂકી શકુ છું.જરા...યાદ રાખજો...

ખેવના:હા...હવે...ઘાયલ...પ્રેમી નહીં દૂર રાખું તમને તમારી ચાહતથી...હવે તો લોહી ન પીવો...

ઈશાન:હવે તમે જાવ...

ખેવના:અરે...બાબા...એક કામ કરજે આનલ તુ અત્યારથી જ ઈશાન જોડે ચાલી જા તો...

આનલ:બહુ ગુસ્સે ન થા એમની આદત જ છે...અને તુ તો એમની લાડલી સાળી છે તો તને તો એ ખિજાવશે...

ખેવના:હા...હવે ઈશાનની વકીલ... ન જોઈ હોય તો મોટી...

ઈશાન:અરે...કેમ કેમ....સાળી સાહિબા...જલન થઈ કે શું...

ખેવના:ચાલો...નિકળો હવે...મને શું કામ જલન થાય... કહો તો...?

ઈશાન:કેમ?રહેવું નથી...?

ખેવના:અમારે મોડું થાય છે...

આનલ વિનંતીભર્યા ઈશારે મંજૂરી માંગી રહી હતી જવાની

ઈશાન તેને ન જવા માટે રોકે પરંતુ કેવી રીતે રોકે પરંતુ કાલે અહીં જ મળજે...મને...?

આનલે તેને મસ્ત ફ્લાઈંગ કિસ આપી.

આ મીઠડી યાદ લઈ બેઉ છૂટા પડ્યા આનલ ઘરે આવી એટલે એ જ કચકચ કાકી અને પાખીની.

 આનલ માટે સારો રૂમ તો ક્યાં હતો એ જ સ્ટોરરૂમમાં ઈશાનને યાદ કરીને મસ્ત એ તો સુઈ રહી હતી.ઈશાનને પોતાનો પતિ માની બેઠી હતી,ઈશાનના પણ આ જ હાલ હતા.આનલે ઈશાનની લાંબી ઉંમર માટે ફાસ્ટ પણ રાખેલા.

  રાત્રે સોસાયટીના ચાચરચોકમાં ગરબા રમવાના હોવાથી ખેવના આજે કયા રંગના ચણિયાચોળી પહેરવા તેનું આયોજન કરી રહી હતી.એમાં ખેવના લાગી ગઈ પરંતુ આનલને ઘરના કામ સાથે પાખીનું હોમવર્ક પણ કરવાનું હતું.

  કાકી અને પાખીના વિરુદ્ધ જઈ આનલ માતાજીના દર્શન કરવા ચાચરચોકમાં આવી હતી.કાકી ઈલાબહેન અને પાખી તેની સામે કતરાઈ રહ્યા હતા.ખેવના ખુશ થઈ ગઈ આનલને જોઈ ઈશારાથી આનલને પોતાની પાસે બોલાવી તો તેને ઈશારાથી કાલે મળીએ એટલું કહી ચાલી ગઈ.

 આનલને તો કંઈ કોઈ શોખ હોય તે વ્યક્ત કરવું પણ તેને માટે કાકાના ઘરે ખતરારૂપ હતું તે પણ બીબાઢાળ જીવન જીવતા જીવતાં કંટાળી 

ગઈ હતી.

નિયમિત સમય પ્રમાણે આનલ અને ખેવના કોલેજ ગયા,

આનલ:એ...ખેવના થોડું ફાસ્ટ સ્કુટી ચલાવજે...ને...

ખેવના:કેમ...અરે...હા...

યાદ આવ્યું કે જીજાજીને મળવાનું લૂંટાઈ જતું હશે ને તને તો...

આનલ:શું તું પણ કંઈ પણ બોલે છે...મારો ઈશાન બિચારો મારી રાહ જોતો હશે...

ખેવના:ઓ...હ...તારો ઈશાન...હા હું જલ્દી ચલાવું છું...અને બિચારો... બહુ પ્રેમ આવતો હોય તો એની પાસે રહી જા...

આનલ:કા...શ...એવું થતું હોત...તો હું કરોત...

ખેવના:તો રાહ કોની જુએ છે...

આનલ:એ...સમયની...

ખેવના:ચાલ...કોલેજ આવી ગઈ...આપણે ક્લાસમાં બેસીએ.

આનલ:હા...લેક્ચરમાં પડેલા બ્રેક મૂજબ ઈશાને ઈશારો કર્યો 

ઈશાન(ઈશારાથી):

એ...આનલ ચાલ ને...

ખેવના:તમારું યંત્ર ચાલુ થઈ ગયું..

આનલ:એ...કરવા દે...ને...આમ પણ તો એ મારો છે...એનો પૂરો હક છે મારી ઉપર...

ઈશાન:હા...બાબુ..

ખેવના બૂક ખરીદવાનું બ્હાનુ કાઢી તે ત્યાંથી ચાલી ગઈ...

વાતની શરૂઆત ક્યાંથી કરવી એ આનલ માટે કપરું હતું 

ઈશાન:કંઈ જ કહેવાની જરૂર નથી...

આનલ:કેમ?બેટુ...

ઈશાન:તારું મૌનને નિર્દોષ આંખોએ દિલની વાત કહી દીધી છે.

આનલ:ઓહ...તો...વળી શું કહ્યું છે... મારે પણ જાણવું છે.

ઈશાન:આ જીવ તો તમારે નામ છે પરંતુ જન્મોજનમ તારા મારાનામે છે,વ્હાલુ...

આનલ(સહેજ શરમથી પલકો ઝૂકાવી):હા...બેટુ તું તો બધું જાણી લે છે...

ઈશાન:તો...હજુ શું ચાલે છે...એ પણ કહું...જાણવું છે...

આનલ:હા બોલ...ને...

ઈશન:તને મારા માટે આકર્ષણ નહીં પણ પ્રેમ છે...તું મને જુએ છે તો પોતાની જાત પર કાબૂ ગુમાવી ન દે એ માટે કંટ્રોલ કરે છે તું...

આનલ તો વિચારમાં પડી ગ ઈ કે આને કેવી રીતે ખબર પડી

ઈશાન:હજી કહું...

આનલ:હા...કહે...ને...

ઇશાલ:તું મને જુએ છે તો તારા ઉદાસ ચહેરા પર હળવું સ્મિત આવી જાય છે...તારું શરીર ગરમીમાં પણ શરીર ઠુંઠવાય છે...અને...

આનલ(શરમાળ સ્મિત સાથે):એ...બેટુ રહેવા દે ને...

ઈશાન:કેમ....?સાચું કહ્યું તો ન ગમ્યું...

આનલ પોતાના દિલને ચાહકર પણ સંભાળી ન શકી...તે ઈશાનને હળવે હળવે પસવારી રહેલી...તેને વ્હાલ પણ કરી રહેલી...

 ઈશાન આ વ્હાલને ઝીલી રહેલો કોઈપણ જાતનો વિવાદ કે સવાલ કર્યા વગર...

ઈશાનને પણ આવી અનુભુતિ પહેલી વાર જ થઈ હતી...તે આ પળને ભૂલી ન શક્યો.પરંતુ આનલ પોતાની જાત પર કાબૂ ખોઈ બેઠી હતી...તેને કોઈ પણ રીતે ઈશાન શાંત પાડી રહ્યો હતો...

ઈશાન:એ...ય...રિસેષ પુરી થઈ...

આનલ:ભલે પૂરી થઈ પરંતુ આપણે ક્યાં પ્રેમમાં રિસેષ પાડી છે...?

ઈશાન:તું તો બહુ નોટી ગર્લ છે...

આનલ:પણ હું તારી આગળ જ બીજા આગળ તો કૂચડાયેલી પિડાયેલી આનલ...આનલ ઈશાનને પ્રેમથી આલિગન આપી રહી હતી...કોલેજના બગીચાના ફૂલોની સુગંધ દિલના રોમરોમમા ઉત્તેજનાનો સંચાર કરી રહ્યો હતો.

 ખેવના દુરથી આ જોઈ જ રહી હતી,ખેવનાને પણ આનલ અને ઈશાનનુ 'અધુરુ મિલન'એનાથી નો'હતુ જોવાયું જાતું.પરંતુ મનમાં ડર એ વાતનો હતો કે આનલ અને ઈશાન આવેગમાં આવી કંઈ આડુંઅવળું પગલું ન ભરે!

આનલ ખેવનાને ભેટી પોક મૂકી રડી પડી.

ખેવના:એ...આમ જો...તો...આનલ!પાગલ થઈ ગઈ છો કે શું...

આનલ:શું કરું હું મને મારા ઈશાન પાસે જાઉ છે...મારો ઈશાન કેવી હાલતમાં હશે...?તે...એના મમ્મી પપ્પાથી દૂર રહે છે...મને નથી જોવાતી તેની આ અવદશા!

ખેવના:તું રડ નહીં આનલ તું હિંમત રાખ તો...સૌ સારા વાના થઈ જાશે...

આનલ:ક્યારે ખેવુ...એક તો મમ્મી પપ્પા મારા નથી,કાકી અને બહેનનું પણ આવું વર્તન અજૂગતુ છે,અને હું મારા ઈશાનને....?

આટલું કહેવાની સાથે આનલ રડી પડી... આગળ તેનો અવાજ બંધ થઈ ગયો...ખેવના ઈશારો કરી ઈશાનને આનલની મનોદશા જણાવી રહી હતી...

ઈશાન:એ...બેટુ તું તો મારું સ્ટ્રોંગ બેબી છે ને...તો...આમ...રડે....કોઈ સ્ટ્રોંગ બેબી...?

આનલ:એ...ય...ઈશાન...

મને તારાથી દૂર કરીશ તો એ...દિવસ આ દુનિયાનો છેલ્લો દિવસ કહેવાશે...

ઈશાન:પાગલ છો...તું આમ ન બોલાય..નવરાત્રીના દિવસોમાં ખાલી સુખી મિલનના સપનાં જ જોવાય...સમજી બુદ્ધુ આ વાક્ય ખેવના અને ઇશાન બેઉ બોલી રહેલા...

આનલ ઈશાન માટે રડી રહી હતી.આનલને પણ થયું કે એક પત્ની પોતાના પતિ માટે જમવાનું બનાવતી હોય તેમ એ પણ ઈશાન માટે ગરમ ગરમ જમવાનું લંચબોક્ષમાં ભરી જાય બિચારો...એ પણ ટિફિન ખાઈ ખાઈ કંટાળ્યો હશે...!પરંતુ એ જ પોતે વધ્યું ઘટ્યું ખાતી હોય તો ઈશાન માટે આવો વિચાર કેવી રીતે કરે.આનલને રડતા જોઈ ખેવનાથી પણ રડાઈ ગયું.ઈશાનથી દૂર રહેવું તેને માટે હવે કષ્ટદાયક હતું.ક્યારેય છૂટવાનો બેલ પડી ગયો ખબર જ ન રહી.પરંતુ આનલ કોઈ પણ રીતે એને પોતાનાથી દુર કરવા નથી માંગતી.

પરંતુ ઘરે જાવું પણ જરૂરી હતું,ઈશાનના કપાળ ઉપર હળવી કિસ આપી.તે ખેવના સાથે ઘરે પહોંચી ગઈ.પરંતુ જીવ તેનો ઈશાનમાં હતો.

ખેવનાએ જ વિચાર્યું કે હવે જે પડશે એ હું કરીશ પરંતુ ઈશાન અને આનલને એક કરીને જ રહે ચાહે ભલે ગમે તે થાય આ મારો નિર્ણય છે.

 આમને આમ નવરાત્રીનો છેલ્લો દિવસ પણ આવી ગયો.નવરાત્રીમાં વાગી રહેલા જોશીલા મ્યુઝિકે,દિલના ધબકારમાં વધારો કરેલો બે યુવાન હૈયાની ટળવળતી લાગણીઓ જે પરિપક્વતા તરફ જઈ રહી હતી,તે પરિપક્વ લાગણીઓએ સદાયને માટે એક કરી દીધા.પરંતુ આ અનામ સબંધને ચોક્કસ નામ સુધી પહોંચાડવા માટે મદદગાર રહી આનલની બાળપણની સખી હતી ખેવના જેની મદદથી તો આનલ અને ઈશાન સાદાઈથી કોર્ટમેરેજ કરી ચુક્યા હતા.આ વાતને બે વર્ષ થઈ ગયા બે વર્ષમાં તો બધું જ બદલાઈ જાય છે.તો પછી આનલ કેમ નહીં ઈશાનના પ્રેમે આનલના વ્યક્તિત્વને ફિલ્ટર કરી દીધું.ખેવના તેમને માટે કંઈ કોઈ દેવદૂત બનીને ન આવી હોય તેવું માની બેઠા હતા.ખેવના જોડેના સંબંધો પણ વધુ આત્મિયતા ભર્યા થઈ ગયા છે.આનલ અને ઈશાન અમેરિકામાં સ્થાયી છે અને સુખી લગ્નજીવન ગાળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance