Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Horror Fantasy Others

4.5  

Kaushik Dave

Horror Fantasy Others

ડરના મના હૈ

ડરના મના હૈ

1 min
380


એ દિવસે હું ડરી ગયો હતો. વાત એમ હતી કે ઓફિસના કામે બહારગામ ગયો હતો. પાછા આવતા બસને અકસ્માત થયો હતો જેના લીધે બસ મોડી પડી હતી. રાત્રે દસ વાગ્યે બસ સ્ટેન્ડ પર આવવાના બદલે અડધી રાતે બે વાગે આવી હતી. મને કોઈ વાહન મળતું નહોતું.

છેવટે એક રિક્ષા મળી ગઈ હતી. એની રિક્ષામાં થોડો સામાન હતો. મને એકલો જોયો એટલે એ ઊભો રહ્યો ને મને રિક્ષામાં બેસાડ્યો. બેસી ને જોયું તો થોડો સામાન હતો.

રિક્ષા ડ્રાઇવર થોડો મોટી ઉંમરનો હતો.એ બોલ્યો મારો ઘરનો સામાન છે. ઘરે જાઉં છું તો તમને તમારા સ્થાન પર મૂકીને જઈશ.

મને થોડી ગભરામણ થતી હતી છતાં પણ હિંમત રાખીને બેઠો.

અડધે રસ્તે રિક્ષા પહોંચીને એની રિક્ષામાં પંચર પડી ગયું.

રિક્ષા ડ્રાઇવર બોલ્યો.. અહીં નજીકમાં એક ઓળખીતા પંચર વાળાનું ઘર છે એને બોલાવીને આવું છું.

રિક્ષા ડ્રાઇવર ગયો. પણ દસ મિનિટ સુધી દેખાયો નહીં.

મેં સામાન તરફ નજર કરી. હું ડરી ગયો. જોયું તો સામાનમાંથી લોહી જેવું નીકળતું હતું.

મને થયું કે ચોક્કસ કોઈ ને મારી નાખીને એના કટકા કરી ને થેલામાં ભર્યા હશે.

હું રિક્ષામાંથી ઉતરીને ભાગ્યો.

પાછળ વળીને જોયું જ નહીં.

બીજા દિવસે ન્યૂઝ પેપરમાં સમાચાર વાંચ્યા કે એક અજાણી રિક્ષામાંથી એક લાશના ટુકડા કરેલા મળ્યા હતા. મરનાર વ્યક્તિનો ફોટો ન્યૂઝ પેપરમાં આપ્યો હતો.

એ ફોટો જોઈને હું બેભાન બની ગયો હતો.

એ ફોટો એજ રિક્ષા ડ્રાઇવરનો હતો.

તો રિક્ષા ચલાવનાર કોણ હશે ?

આજે પણ યાદ આવે તો ડર લાગે જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror