Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ઈલાબેન પી. જોષી

Classics

4  

ઈલાબેન પી. જોષી

Classics

દશેરા

દશેરા

4 mins
420


મેગા સિટીમાં રહેતો મોહન આજે તેનાં દાદાની તબિયત ખરાબ થઈ જતાં મમ્મી પપ્પા સાથે શાળામાંથી રજા લઈ ગામડે આવેલો હતો. બધાં આવતાં દાદા અડધાં તો એમ જ સાજા થઈ ગયાં. ગામમાં એક જ પરિસરમાં મહાદેવજીનું, અંબા માતાજી સહિત નવદુર્ગાનું તથા રામચંદ્ર ભગવાનનું બધાં મંદિર હતાં. બાજુમાં ચોરો અને સામે મોટું પટાંગણ. બધાં તહેવારો આ મેદાનમાં જ ઉજવાય. નવરાત્રિમાં નાની નાની બાલિકાઓ ગરબે ઘૂમે. . . થાળ,આરતી વગેરે થાય. રાત્રે માતા પરાક્રમનો કોઈને કોઈ પ્રસંગ ભજવાય. જે ફાળો એકત્ર થાય તેની નાની બાલિકાઓ માટે કઈને કંઈ ભેટ લેવાય અને દશેરાને દિવસે હવન પણ થાય. ગામ સમસ્ત સમુહમાં પ્રસાદ લે. રાત્રે રાવણનું પૂતળું બાળવાનું પછી બાલિકાને ભેટ આપવાની.  

હવન શરૂ થાય તે પહેલાં બ્રાહ્મણ શસ્ત્ર પૂજન કરાવે પછી દશેરાનું મહત્વ બધાને વિસ્તૃત રીતે સમજાવે. આ વક્તવ્ય પછી હવન શરૂ થાય. . . તે રાત્રે રામલીલા ભજવાય અને પછી બાલિકાઓને ભેટ અપાય. આ બધું મોહને સવારથી રાત સુધી જોયું. તેને ખૂબ જ આનંદ આવ્યો. બીજે દિવસે દાદાએ પૂછ્યું મોહન તને દશેરાનો તહેવાર કેવો લાગ્યો? મોહને ઉત્સાહથી કહ્યું; દાદા! ખરેખર મને ખૂબ જ આનંદ આવ્યો.  આચાર્યએ દશેરાનું જે મહત્વ સમજાવ્યું તે તો મને યાદ પણ રહી ગયું.

"દશેરાનો તહેવાર એ આનંદ ,ઉલ્લાસ અને ઉત્સાહનો તહેવાર છે. નવ દિવસ સુધી મા દુર્ગાએ મહિસાસુર સાથે યુદ્ધ કર્યું હતું અને દશેરાને દિવસે તેનો વધ કર્યો હતો. આ સિવાય ભગવાન રામે આ જ દિવસે રાવણનો પણ વધ કરેલો હતો એટલે દશેરાનો તહેવાર એ અધર્મ ઉપર ધર્મના વિજયનો તહેવાર છે. માની સ્તુતિ કરી માને પ્રસન્ન કરવા બધાં ખુશીથી યજ્ઞ કરાવે છે. આપણાં રાજા મહારાજાઓ પણ આ દિવસ વિજય ઉત્સવનો દિવસ હોવાથી શસ્ત્ર પૂજન કરતાં હતાં. આજે પણ તેનાં પ્રતિક રૂપે ક્ષત્રિયો શસ્ત્ર પૂજન કરે છે. જલેબી ને ફાફડા બધાં હોંશેહોંશે ખાય છે.

આને વિજયાદશમી પણ કહેવાય છે. આપણી સંસ્કૃતિ અને પરંપરા તહેવારો અને ઉત્સવ પ્રિય છે તો દરેકની પાછળ કોઈને કોઈ ગુઢ રહસ્ય છુપાયેલું છે. તેવું આચાર્યે સમજાવ્યું. મને એમ થયું કે ખરેખર અહીં આવીને મને ખૂબ આનંદ થયો. મને કેટલું બધું જાણવા મળ્યું. દાદા ! હવે હું દરેક તહેવારમાં આવીશ. દાદાએ ખુશીથી કહ્યું; બેટા ! સ્કૂલમાંથી રજા મળે એ રીતે આવવાનું હો! હા દાદા!ચોક્કસ અને દાદા અને પૌત્ર ખુશીથી એકદમ ખડખડાટ હસી પડ્યાં. દાદા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયાં હતાં. ત્યાં મોહનના પિતાએ કહયું;મોહન! નવરાત્રીનું ધાર્મિક મહત્વ તો ભૂદેવે સમજાવ્યું પણ બીજું પણ આવ્યો છો તો દાદા પાસેથી જાણી લે. "તો હે ,દાદા! બીજુ પણ કંઈ છે?મને બધી વાત કહો હું બધું જાણવા ખૂબ ઉત્સુક છુ."

"જો બેટા! નવરાત્રી ખાલી ભક્તિ માટે જ છે તેવું નથી, તેનાં ઘણાં બધાં ફાયદાઓ પણ છે જે હું તને જણાવું. આપણી પરંપરામાં મોટામાં મોટો ઉત્સવ કે તહેવાર કોઈ હોય તો એ આ નવરાત્રીનો છે. કારણ કે નવ દિવસ નવરાત્રીના અને એક દશેરાનો દસ દિવસનો ઉત્સવ થયો. આપણી ઋષિઓની દીર્ઘદ્રષ્ટિ અને વ્યવસ્થા સમજવી જરૂરી છે. હવે ,તને ખબર છે નવરાત્રી ઋતુઓના સંધિ કાળમાં આવે છે. ઋતુઓની સંધિ મુજબ ચાર નવરાત્રીઓ આવે છે. તેમાં શારદીય નવરાત્રી એટલે કે આસો મહિનાની નવરાત્રીમાં સમાજની દરેક વ્યક્તિ ભાગ લે છે. નવરાત્રીમાં વ્રત,તપ, જપ, અનુષ્ઠાન વગેરે થાય છે. લોકો વ્યક્તિગત પોતાનાં ઘરમાં ઘટસ્થાપન કરે, કુળદેવીની પુજા,ભક્તિ કરે, ઉપવાસ કરે, શેરી મોહલ્લામાં માતાજીની છબી પધરાવી રોજ આરતી, ગરબા, થાળ વગેરે પણ સમુહમાં થાય. આ નવ દિવસ જે કંઈ કરવાની પ્રથા છે તેની પાછળ વ્યક્તિગત પુણ્ય પ્રાપ્તિ અને પ્રગતિ તો ખરુ જ. . . સાથે સાથે સમાજની પ્રગતિ,આધ્યાત્મિક વિકાસ વગેરે ઘણું બધું જોડાયેલું છે આ સંધિ સમય હોય બીમારી વધારે આવે છે. લોકો વ્રતમાં ઉપવાસ કરે છે. એટલે બીમારી નથી આવતી. સાથે સાથે શરીરનું શુદ્ધિકરણ થાય છે. જપ કરી અનુષ્ઠાન કરે છે એટલે એકાગ્રતા વધે અને માણસનું મન શાંત અને સ્થિર થવા લાગે છે સાથે મંત્રોની સાત્વિક ઉર્જા પણ મેળવે છે. શરીર શુદ્ધ થાય,મન પવિત્ર થાય, સાત્વિક ઉર્જા મેળવે એટલે વિચારો શુધ્ધ અને સાત્વિક થાય જેના પરિણામ સ્વરૂપ વ્યક્તિ સદકર્મો કરવા તરફ વળે છે. આ કર્મો તેને ખુશી અને પ્રસન્નતા આપે છે.

ઘણાં યોગીઓ જેણે કોઈ સિધ્ધિ પ્રાપ્ત કરવી હોય તે આ નવરાત્રીમાં રાત્રે સાધના કરતા હોય છે. જો કે આ રાત્રીનો જ ઉત્સવ છે. રાત્રે કરેલ સાધના વિશેષ ફળદાયી છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો દિવસ કરતાં રાત્રિની શાંતિમાં કુદરત આપણી સાધના મંત્ર વગેરે વધુ જીલે છે. રેડિયો સ્ટેશન કે કવરેજ જેમ દિવસ કરતાં રાત્રે વધુ પકડાય છે તેવી જ રીતે આપણી ભક્તિ માટેના ભાવ મંત્રો વગેરે રાત્રે વધુ અસરકારક બને છે. દિવસે સૂર્ય પ્રકાશ અને અવાજમાં પણ મંદિરના ઘંટ, નગારુ,ઝાલર આ બધાનો અવાજ પણ સકારાત્મક ઉર્જા ફેલાવતું હોય તો રાત્રિની નિરવતામાં તો તે કેટલું બધું અસરકારી બની બની શકે છે. એટલે નવરાત્રી કહેવાય છે. નવદિન નહિ.  

ઘરમાં ઘટસ્થાપન કરે તેની સાથે ગરબો પધરાવે જુવારા વાવે તેનું પણ વિશેષ મહત્વ છે. નવ દિવસ ઉપવાસ કર્યા હોય દશેરાના દિવસે તે જુવારાના જ્યુસથી પારણું કરી પીવાથી શરીરને સ્ટેમિના મળે છે . આ જ્યુસ કેટલું અસરકારક છે તે તો આપણે જાણીએ છીએ. ઘરેઘર ગરબો પધરાવવામાં આવે છે આ ગરબો એ આપણાં શરીરનું પ્રતીક છે. આપણા શરીરમાં રહેલ નવ દ્ગારો મારફત કરેલાં પાપોમાંથી મુક્તિ મેળવવી, પ્રેમ,કરુણા,ભકતિ દ્ગારા આપણાં આતમ દીપ ને ઉજવળ રીતે પ્રજવલ્લિત કરવા માટે નું પ્રતીક એટલે આ ગરબો. પેલું પદ તારાં દાદી ગાતાં હતાં યાદ છે. "દલમાં દીવો કરો, દીવો કરો. કામ. ક્રોધને હાંકી કાઢો. હાકી કાઢો,"ની જેમ આપણાં હૃદયમાં પ્રેમ,ભક્તિ, કરુણાનો દીવો પ્રગટાવી સકારાત્મકતા અપનાવવાનું પ્રતીક તે આ ગરબો. આપણા નવ દ્વાર દ્વારા આપણે જે પાપ કરીએ છીએ એ પાપમાંથી મુક્તિ મેળવીએ. "ગરબા નું પણ આવું વિશેષ મહત્વ છે. વાહ, દાદા! ખરેખર આપણા ઋષિઓ મુનિઓ માટે તો ગૌરવ સાથે સેલ્યુટ જ કરી શકીએ. કારણ તેઓ દરેક વાતમાં આયુર્વેદ,વિજ્ઞાન અને ધર્મ બધાને સાંકળીને સરસ મજાનાં ઉત્સવોની પ્રથા શરૂ કરાવી છે.  


Rate this content
Log in

Similar gujarati story from Classics