Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Children Stories Inspirational

4  

Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Children Stories Inspirational

બોધપાઠ

બોધપાઠ

4 mins
374


આ મમ્મી પણ છે હોં ! જ્યારે હોય ત્યારે ટક-ટક ટક-ટક કર્યા કરતી હોય છે !" હવે અમે કાંઈ નાના છીએ.. ? સોળ વર્ષની થઈ હું.. અને સોહમ .. પંદરનો. બધી વાતે, આ આમ ન કરાય તે તેમ ન રખાય.. અહીં આવા કપડાં ન પહેરાય, ત્યાં તેમ ન બોલાય.. અમારા દરેક કામમાં એને કંઈકને ખામી દેખાઈ જ જાય. આટલા બંધન તો ગુરુકુલ કે શાળામાં પણ નથી હોતા. અમારે અમારી રીતે કાંઈ કરવાનું કે નહીં ? કે બસ એની મરજી મુજબ જ જીવવાનું છે ! રોજનું તો સમજ્યા.. દાદી ! પણ તમે આવ્યા છો ત્યારથી તો જાણે એ સાબિત કરવા માંગતી હોય કે પોતે જ શ્રેષ્ઠ મા છે.. એવી રીતે પાછળ પડી છે.

અમને એમ કે દાદી અહીં રહેશે એટલા દિવસ તો અમારી રીતે અમને રહેવા દેશે પણ નહીં !" : પ્રાંજલી ઉવાચ

પ્રજ્ઞાબેન : "કેમ આખો દિવસ ટોક્યા કરે છે તમારી મા તમને..?"

સોહમ : "ખબર નહિ દાદી ! પણ દીદીની વાત સાચી છે. મમ્મા અમારા દરેક કામ, દરેક વર્તનમાંથી ખામી જ શોધ્યા કરતી હશે. એટલે કદાચ એને અમારી ભૂલ જ દેખાય."

(પ્રજ્ઞાબેન.. એમના દાદી એક શિક્ષિકા હતા જે ગણિત ભણાવતા હતા.)

પ્રજ્ઞાબેન : હમ્મ.. મારું એક કામ કરશો ?

પ્રાંજલી અને સોહમ બન્ને એક સાથે : "હા દાદી ! બોલોને શું કરવાનું છે ? હમણાં થઈ જશે."

પ્રજ્ઞાબેન: "ના, ના, કાંઈ ઉતાવળ નથી. બસ એક કાગળ અને પેન તૈયાર રાખજો બન્ને જણા."

સોહમ: "ચોક્કસ દાદી.. અમને ખુશી થશે."

પ્રાંજલી: "અને કામ તો એવું કરી આપશું અમે, કે તમે ખુશ ખુશ થઇ જશો. પણ અમારે એ કાગળ પેનનું કરવાનું છે શું ?"

પ્રજ્ઞાબેન : "રાતે જમ્યા પછી વાત કરીએ ? અત્યારે તો મારે શાળાએ જવાનું છે."

"ભલે દાદી ! આપણે રાત્રે વાત કરીએ".

એમ કહી બન્ને પોતાના કામમાં પરોવાઈ ગયા. પણ બન્નેને કુતૂહલ તો હતું જ કે દાદી શું કામ સોંપશે ! અને મનોમન એક વાત નક્કી પણ કરી લીધી હતી, કે કમ સે કમ દાદીને તો ફરિયાદનો મોકો નહીં જ આપીએ. રાત્રે જમ્યા પછી પ્રજ્ઞાબેને બંનેને પાસે બોલાવી ને કહ્યું "તમારે. એક નહીં બે કામ કરવાના છે મારાં. મેં કાલે મારા સાથી શિક્ષિકાએ એમનાં વિદ્યાર્થીઓની કલાસ ટેસ્ટ લીધી હતી. એટલે એક તો મને આ બધા પેપર ચેક કરવામાં તમારે મને મદદ કરવાની છે. અને બીજું.. મેં તમને જે કાગળ પેન લઈને આવવા કહેલું, એ ત્રણ દિવસ સુધી તમારે સાચવવાના છે. અને રોજ રાત્રે મારી પાસે આવી, અહીં બેસી, અને આખા દિવસમાં તમારી મમ્મીએ કેટલી વાર, કયારે અને શા માટે તમારા પર ટક-ટક કરી એ લખવાનું છે. ત્રીજા દિવસની રાત્રે આપણે એના પર ચર્ચા વિચારણા કરીશું."

(ત્રીજા દિવસની રાત્રે દસ વાગે પ્રજ્ઞાબેને પોતાની પુત્રવધૂ તૃષાને પોતાના ઓરડાની બહાર ઉભા રહેવાનું કહી રાખ્યું હતું.)

પ્રજ્ઞાબેન : "પ્રાંજલી, તે કેટલા પેપર ચેક કર્યા ?"

પ્રાંજલી : "32 પેપર દાદી !"

પ્રજ્ઞાબેન : "સરસ ! અને સોહમ તે ?

સોહમ: "25 પેપર દાદી !"

પ્રજ્ઞાબેન: "ખૂબ સરસ. કેટલાં વિદ્યાર્થીઓને પૂરે પૂરા માર્ક મળ્યા ?"

પ્રાંજલી : "પાંચ."

સોહમ : "સાત."

પ્રજ્ઞાબેન: "કેમ એમ ? બધાંને સરખા માર્ક મળવા જોઈતાં હતાં. બધાને એક જ શિક્ષિકા ભણાવે છે. એક સરખું જ ભણાવે છે. તો એક સરખાં માર્ક પણ મળવા જોઈએ ને !"

પ્રાંજલી : "તમારી વાત સાચી છે દાદી, પણ અમુક અમુક વિદ્યાર્થીઓએ તો સાવ એવી સામાન્ય ભૂલો કરી છે, કે આપણને એમ થાય કે સાવ આવી ભૂલ ? આટલું ધ્યાન ન ગયું ? થોડું ધ્યાન રાખીને દાખલો ગણ્યો હોત, તો જવાબ ખોટો તો ન આવત. હવે જવાબ ખોટો હોય, એટલે માર્ક તો ન જ મળે ને ! અને મારો તો જીવ પણ બહુ બળ્યો દાદી."

સોહમ : "દાદી ! એક છોકરાએ તો ફક્ત એક મીંડાની જ ભૂલ કરી, અને એ પૂરા માર્ક મેળવતા રહી ગયો."

પ્રજ્ઞાબેન :"હમ્મ.. પણ તમારે બહુ નાની-નાની ભૂલ ન કાઢવી જોઈએ ને..!

થોડી ઘણી ભૂલો તો ચલાવી જ લઇ શકાય.. કેમ..? ખોટું માર્ક ઓછા આવે તો એમનું મન ભાંગી જાય. અને મને મનોમન ભાંડે.. કે જો તો ! આ શિક્ષિકાબેન તો કેવા છે ! આવી નાની નાની ભૂલો માટે માર્ક કાપી લીધા ! એકાદો માર્ક આપી દીધો હોત તો એમનું શુ જતુ'તું !"

પ્રાંજલી: "ના દાદી, એમ કરીએ તો તો એ લોકો ફરીથી એની એ જ ભૂલ કરી બેસે અને વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય."

સોહમ: "અને દાદી આપણે પરીક્ષક હોઇએ, ત્યારે એમની ભૂલ દેખાડવી એ આપણી ફરજ છે. એમને કેવું લાગશે એ વિચારીએ, તો એમનું જ ભવિષ્ય બગડે. 

પ્રજ્ઞાબેન : "હમ્મ.. વાત તો તમારા બન્નેની એકદમ સાચી છે. પણ નાની નાની ભૂલો માટે માર્ક કપાય તો એમનોય જીવ બળે ને મને પાપ લાગે.. કે નહિ ?

બન્ને એક સાથે: "ના, દાદી ! આપણે હમણાં એમની ભૂલો અવગણીને એમને સારા માર્ક આપી દઈએ, અને એમને એમની ભૂલ ન સમજાય, તો ભવિષ્યમાં બીજી પરીક્ષાઓમાં એ નાપાસ થાય એમાં વધુ પાપ લાગે."

પ્રજ્ઞાબેન: " છોડો એ બધું ! આપણે હવે તમારી ફરિયાદ વિશે વાત કરીએ. લાવો જોઈએ તમારી ફરિયાદ ચિઠ્ઠી દેખાડો તો ! 

પ્રાંજલી અને સોહમ : "ના દાદી. હવે અમને અમારી ભૂલ બરાબર સમજાઈ ગઈ. અમે તમને વચન આપીએ છીએ કે આજથી અમે અમારા કામ પૂરી ચોકસાઈથી કરશું. મમ્મીને ફરિયાદનો એક પણ મોકો નહીં આપીએ."

બહારથી તૃષા અને તેના પતિ પ્રશાંત બન્ને અંદર આવ્યા. તૃષા કાન પકડીને બોલી, "અને હું વચન આપું છું, કે હું મારો સ્વભાવ, મારી વાણી સુધારીશ. ટકટક કરવાને બદલે એમની સાથે પ્રેમથી વાત કરીશ. એમને એમની ભૂલ શાંતિથી સમજાવીશ. આજે મને પણ બરાબર પાઠ મળી ગયો છે. હું ખૂબ જ નસીબદાર છું, કે તમારા જેવા આદર્શ શિક્ષિકા મારા સાસુ છે, મારા બા છે .. ! Thank you અમારાં વ્હાલાં teacher."

પ્રશાંત : "ચલો ઇસી બાત પે આઈસ્ક્રીમ હો જ્જાએ ?"

અને બધા એક સાથે: "હો જ્જાએ."

અસ્તુ


Rate this content
Log in