Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Inspirational

4.0  

Sangita Dattani

Inspirational

ડરામણું

ડરામણું

2 mins
184


કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અભયે નોટીસબોર્ડ પર પોતાનું નામ મલેશિયાના પ્રવાસલીસ્ટમાં જોયું ત્યારે તે ઊછળી ઊઠ્યો કારણકે પોતે તો નામ લખાવ્યું ન હતું.

હજી વિચાર જ કરતો હતો ત્યાં જય બાજુમાં આવીને ઊભો રહ્યો અને અભયને કહ્યું “ યાર અભય તું પણ આવે છે ને ? ખૂબ મજા આવશે.“

“ના મેં તો નામ લખાવ્યું નથી પણ આ લિસ્ટમાં મારું નામ લખેલું છે એટલે મને ચિંતા થાય છે.“ અભયે કહ્યું. બંને વિચારમાં ડૂબેલા હતા ત્યારે વિશાલ પણ નોટીસબોર્ડ તરફ આવતો હતો, અભય અને જયને ત્યાં ઊભેલા જોઈને ખુશ થઈ ગયો અને બોલ્યો “ અરે ક્યારનો હું તમને જ શોધી રહ્યો છું ચાલો તૈયારી કરવા માંડો દિવસો બહુ ઓછા છે અને હા, અભય તારો પાસપોર્ટ હું તારા ઘરેથી લઈને જ આવ્યો છું કારણકે આજે જ બધાંના પાસપોર્ટ વિઝા માટે એમ્બેસીમાં કુરિયર કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે.

અભયને તો કાપો તોયે લોહી ન નીકળે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ.

નક્કી આ મમ્મી પપ્પાનું જ કામ છે અને એમણે જ મારી જાણ બહાર મારું નામ વિશાલ પાસે લખાવડાવ્યું હશે કારણકે બધાંને ખબર છે કે હું કેવો ડરપોક છું.

હવે કંઈ જ થઈ શકે તેમ ન હતું તૈયારી કર્યે જ છૂટકો હતો.આમ તો અભય એકદમ હકારાત્મક વલણ ધરાવતો છોકરો હતો પણ નાનપણમાં એક એવો બનાવ બની ગયો હતો કે એક જાતનો ડર તેના મગજમાં પેસી ગયો હતો એથી કરીને નાની નાની વાતમાં તે નિર્ણય લઈ શકતો ન હતો.

જે થયું તે સારા માટે જ થયું હશે એમ વિચારીને તે તૈયારી કરવા લાગ્યો. મમ્મી પપ્પા પણ ખુશ હતાં, દીકરો ઘરની બહાર નીકળશે અને નવી દુનિયા જોશે એટલે તેનો બધો ડર નીકળી જશે.

મલેશિયાના પ્રવાસનો મુખ્ય હેતુ ત્યાંનાં લોકોની રહેણીકરણી અને સંસ્કૃતિનો અભ્યાસ હતો.

બહુ જલ્દી એ દિવસ આવી ગયો ઓછામાં ઓછો સામાન અને વધારેમાં વધારે આનંદ સાથે એરપોર્ટ પર એંશી જણાનો કાફલો આવી પહોંચ્યો.

બે અઠવાડિયા ક્યારેય ન માણ્યો હોય તેવો આનંદ કરીને બધાં સુખરૂપ પાછા આવી ગયા ત્યારે અભય ખરેખર ખૂબ જ ખુશ હતો, જાણે તે નવો જ અભય બની ગયો હતો અને ડરને તો તે મલેશિયામાં જ ફેંકી આવ્યો હતો.

જાણે માટે તે મમ્મી પપ્પા અને મિત્રોને મનોમન વંદી રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational