Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરૂધસિંહજી ઝાલા

Children Stories Comedy Inspirational

4.7  

અનિરૂધસિંહજી ઝાલા

Children Stories Comedy Inspirational

બાળપણના શૌર્યનું સંસ્મરણ

બાળપણના શૌર્યનું સંસ્મરણ

2 mins
336


બાલ્યકાળમાં હું પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો. મિત્રોની સાથે રમતો, ભૂતોની વાતો કરતા ડરતો, નિશાળે એકલા જતાં ડરતો.

નિશાળે જતાં વચમાં એક ખડકીવાળું ઘર આવતું ત્યાં મારા જેવડા છોકરાએ મારી સામે જોઈ હાથ ઉગામ્યો હું ડરીને ઊભો રહી ગયો. તો દોડીને આવી મને ગડદો મારી ખડકીમાં પેસી ગયો. હું તો ચૂપચાપ ઘરે ગયો કોઈને કહ્યું પણ નહીં. આમ હવે તો રોજ નીકળું ત્યારે પેલો છોકરો મને મારતો.

એકવાર મારા કાકાશ્રી જે આગેવાન હતાં તેમને આ વાત કોઈકે જણાવી. તેમણે મને પ્રેમથી બાજુમાં બેસાડી કહ્યું, "જો બેટા આ ડર તારા મનમાં પેઠો છે એટલે તું ડરે છે. હજી તું નાનો છે પણ રાજપુત છે. આપણે તો દેશની રક્ષા કરવાની હોય અને ડરીને રક્ષા કેમ કરી શકાય ?"

તો હવે શું કરવું કાકા ? મેં ખચકાતા પૂછ્યું

કાકાશ્રીએ કહ્યુ , "જો પહેલાં તારી અંદરના ડરને ભગાવવાનો એટલે તું કદી ડરશે નહીં. હવે તું જ્યારે સ્કૂલમાં જાય ત્યારે હું દૂર બેસીને જોઈશ. તારે તે છોકરાને બરાબર મારવાનો."

 વાત મને સમજાઈ.

મારા જીવનની સોનેરી પ્રભાત તે દિવસે ઊગી. સવારે નક્કી કર્યું આજે જીતવું જ છે. એક શૌર્યનો દોહો યાદ આવ્યો,

 "ભીડ પડે ને ભાગે નહીં, સામે હોય ભલે સિંહ સાક્ષાત

મરવું તો આખરે સહુને રહ્યું, સામી છાતીએ લડે ઈ શૂરવીરની જાત."

તૈયાર થઈ યુધ્ધમાં સાત કોઠા વિંધવા જતાં અભિમન્યુની જેમ છાતી ફુલાવી નીકળ્યો. પેલી સમરભુમી જેવી ખડકી આવતાં જ થોડો ફફડાટ થયો કાકાશ્રીને દૂર બેઠેલ જોઈ હિંમત વધી.

એ સમરભુમી પાસે જેવો પહોંચ્યો. પેલો છોકરો મને જોઈ ખડકી ખોલી દોડયો મને મારવા.

જેવો તે મારી પાસે મારવા આવ્યો કે તરત જ મેં દફતર ફેરવીને તેને માર્યુ. અચાનક અણધાર્યા હુમલાથી તે પડી ગયો. મારું સાહસ ખુબ વધી ગયું.પછી દફતર મૂકી ગડદા પાટુથી એવો માર્યો કે બૂમાબૂમ કરતાં તેના બાપાએ આવીને છોડાવ્યો. અને કાકાએ શાબાશી આપી કહ્યું," બોલ હવે ડર પણ ભાગી ગયો ને ?

"મજબુત ઈરાદાની કદી હાર નથી થતી.

સાહસ કર્યાં વગર સિધ્ધી પ્રાપ્ત નથી થતી."

શૈશવનાં આ સંસ્મરણો મને આજેય મુસીબતમાં હિંમત આપે છે. વિજયના દ્વાર ખોલી આપે છે. 

બાળપણમાંથી ખુબ જ પ્રેરણા મળે છે.


Rate this content
Log in