Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RAMESH HATHI

Others

4.3  

RAMESH HATHI

Others

મિત્ર

મિત્ર

2 mins
231


સમગ્ર માનવજીવન અનેકવિધ સંબંધોના તાણાવાણાનું બનેલું છે. માં બાપ ભાઈ બહેન કાકા કાકી મામા મામી પતિ પત્ની. આ બધા ઉપરાંત અનોખો પ્યારો સારો એવો ઍક સંબંધ છે જેઓને. આપણે મિત્ર કહીયે છીએ. ઘણી વખત અમુક મર્યાદાવશ કુટુંબમાં પણ અમુક વાત કરી શકાતી નથી અને વાત મનમાંજ રહી જાય છે જે હાનિકારક છે. સાચા પ્રામાણિક મિત્ર સાથે આવી વાત કરી લઇ મનને હળવુંફૂલ બનાવી શકાય છે. મિત્રતાનો નાતો તમામ ઔપચારિકતાથી પર છે. દોસ્તી નિભાવવા સાચા મિત્રો જાનની બાજી લગાવી દે છે.

મિત્રતાની ઘણી જોડીઓ જેમકે અકબર બીરબલ કૃષ્ણ સુદામા, અર્જુન કૃષ્ણ, તેમજ સુગ્રીવ શ્રીરામ જગ મશહૂર છે . એક પામર જીવને. મિત્રતા ક્યાં સુધી લઇ જાયછે ને. એનો ઉદ્ધાર કરે છે એ રામાયણમાં સરસ સમજાવ્યું છે. પોતાના જ સગા ભાઇ વાલી દ્વારા તિરસ્કૃત અને ઇજાગ્રસ્ત થયેલો સુગ્રીવ ઋષ્યમુક પર્વત પર ભાગી જાય છે.સાથે તેના સેવક અને મિત્ર એવા શ્રી હનુમાન જી છે. રાવણ દ્વારા અપહૃત સીતાજીની શોધમાં શ્રી રામ પ્રભુ અને લક્ષ્મણજી શબરી ના માર્ગદર્શન  મુજબ  પંપાસરોવર આવેછે.

પર્વત પરથી તેમને જોતાંજ સુગ્રીવ હનુમાનજીને. કહેછે કે તેઓનીચે જઇ બેય કોણ છે તેની તપાસ કરે અને જો વાલી એ મોકલેલ મન મેલા હોય તો તુરત પોતે ત્યાંથી ભાગી જાય. પ્રભુને ઓળખયાબાદ હનુમાનજી તેમને બેયને પોતાના ખભે બેસાડી ઉપર સુગ્રિવ પાસે લઈ આવે છે અને  સતત ડરીને રહેતા એવા સુગ્રીવની રામને કપિપતિ તરીખે ઓળખાવી અગ્નિની શાક્ષીએ બન્નેની મિત્રતા કરાવેછે.

સુગ્રીવ પાસેથી બધી હકીકત જાણી શ્રી રામ પ્રભુ કહેછે કે તે  નિર્ભય થઈ જાય. કારણ વાલીને પોતે એકજ બાણથી મારી નાખશે અને બ્રહ્મ કે પછી રૂદ્રને શરણે જશે તો પણ તે બચી શકશે નહીં. વિષયી અને શંકાશીલ જીવ હોવાથી સુગ્રીવ ખાતરી કરવા શ્રી રામની એકજ બાણથી સાત તાડના ઝાડોને વીંધી નાખવા રૂપી પરીક્ષા લેય છે જે રામ પ્રભુ તુરતજ આપે છે. મિત્રતા નિભાવવા પ્રભુએ પણ પરીક્ષા આપવી પડે છે.

અત્રે મિત્ર કેવો ના હોવો જોઈએ  એમ સમજાવી ખુદ શ્રી રામ મિત્ર અને મિત્રતાની વ્યાખ્યા કરતી ચૌપાઈ કહે છે.

જે ન મિત્ર દુઃખ  હોહિ દુખારી 

તિન્હહિ બિલોકત પાતક ભારી 

નિજ દુઃખ ગિરિસમ રજ કરી જાના 

મિત્ર દુઃખ રજ મેરૂ સમાના 

અર્થાત મિત્રના દુઃખે દુઃખી ના થાઈ તેનુ મોઢું જોવામા પણ પાપ છે .પોતાના મેરુ પર્વત જેવડાં મોટા દુઃખને રજ સમાન અને મિત્રનાં રજ જેવડાં દુઃખને. મેરુ પર્વત સમાન ગણે તેવો મિત્ર હોવો જોઈએ. ખરેખર સાચો મિત્ર મિત્રતા શબ્દમાં ચાર ચાંદ લગાવી ત્રણ અક્ષરના શબ્દને. બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયની અમી દ્રષ્ટિ સમ પૂરવાર કરે છે.

મિત્ર માટે એક કહેવત એવી પણ છે કે 

મિત્ર ઐસો કીજીયે ઢાલ સરીખો હોય 

દુઃખમેં તો આગે રહે  સુખ મે પીછે હોય 

અર્થાત જેવી રીતે ઢાલ યુદ્ધ સમયે આગળ આવે છે અને યોદ્ધાનાં પ્રાણની રક્ષા કરેછે અને યુદ્ધ પૂરું થતાં પાછળ ચાલી જાય છે તેવીજ રીતે મિત્રએ મિત્રના દુઃખમાં કામ લાગવું જોઈએ અને સુખમાં અપેક્ષા ના રાખે એવો હોવો જોઇએ.


Rate this content
Log in