Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Non-Stop November : T30 Cup edition

SEE WINNERS

Share with friends

"ઘણાં બધા માણસો સાથે મળીને જે કરી શકે છે, તે એકલો માણસ કરી શકતો નથી."– હેલન કેલર

 

સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે, વિશ્વ સાહિત્યના ઇતિહાસમાં પ્રથમ વખત, લેખકો માટે "નોન-સ્ટોપ નવેમ્બર: T30 કપ એડિશન". એક એવી અનોખી લેખનસ્પર્ધા જેમાં લેખકો પોતાની ટીમના સભ્યો સાથે લેખનકાર્ય કરે છે આ લેખન ટુર્નામેન્ટમાં 30 દિવસ સુધી 30 સ્વતંત્ર લેખન રચનાઓ જરૂરી છે, જ્યાં સ્પર્ધકોએ આપેલ નિયમો અને થીમ્સ અનુસાર ઉત્તમ લેખન કરવાનું છે.

 

શું આપની લેખન ક્ષમતા સૌથી વધુ સ્કોર મેળવવા તૈયાર છે ?

 

તો થઇ જાઓ તૈયાર પહેલા ક્યારેય ન જોઈ હોય તેવી અનોખી લેખન સ્પર્ધાનો ભાગ બનવા અને એક અનોખો અનુભવ કરવા.

 

સ્પર્ધાની રૂપરેખા  -

 

અહીં કુલ 5 ટીમો રહેશે, - ટીમ A, ટીમ B, ટીમ C, ટીમ D અને ટીમ E. સ્ટોરીમિરર દ્વારા લેખકોને રેન્ડમલી અલગ અલગ 5 ટીમમાં વિભાજીત કરવામાં આવશે. આ ટીમો ભાષા આધારિત નહિ હોય, પણ ટીમમાં દરેક ભાષાના લેખકો મિશ્ર હશે. દરેક સ્પર્ધકને મેઈલ મારફત તેની ટીમ વિશેની જાણકારી મોકલી આપવામાં આવશે. દરેક ટીમ માટે તેનું એક અલગ વોટ્સઅપ ગૃપ પણ બનાવવામાં આવશે જેથી સચોટ આદાન-પ્રદાન થઇ શકે.  દરેક ટીમમાં સ્ટોરીમિરરના એક પ્રતિનિધિ પણ ફાળવવામાં આવશે. 

 

અમે નવેમ્બરના 30 દિવસ માટે 30 અલગ અલગ થીમ આપીશું.. સ્પર્ધકે એ થીમનો ઉપયોગ કરીને એ થીમની આજુબાજુ એક રચના લખવાની રહેશે. એ રચના કોઈપણ વિષય, કોઈપણ શૈલી કે કોઈપણ પ્રકારની હોઈ શકે છે, બસ એ જેતે દિવસની થીમ પર આધારિત હોવી જોઈએ.. 

 

થીમ્સ (પ્રોમ્પ્ટ) -

1 નવેમ્બર – પુસ્તક

2 નવેમ્બર – ફિલ્મ

3 નવેમ્બર – ઉત્સવ(તહેવાર)

4 નવેમ્બર- મારો દેશ

5 નવેમ્બર – ઋતુ

6 નવેમ્બર – મિત્ર

7 નવેમ્બર – પરિવાર

8 નવેમ્બર – હીરો

9 નવેમ્બર – ડરામણું

10 નવેમ્બર – જાદુ

11 નવેમ્બર -  મુસાફરી

12 નવેમ્બર – પૈસા

13 નવેમ્બર – રમત

14 નવેમ્બર – બાળકો

15 નવેમ્બર – પ્રેમ

16 નવેમ્બર – કલ્પના

17 નવેમ્બર – રહસ્ય

18 નવેમ્બર – પરી કથા

19 નવેમ્બર – જન્મદિવસ

20 નવેમ્બર – મૃત્યુ પછીનું જીવન

21 નવેમ્બર – અપરિચિત (અજાણ્યું)

22 નવેમ્બર – વિશિષ્ટ શક્તિ

23 નવેમ્બર – પરગ્રહવાસી

24 નવેમ્બર – રજવાડું

25 નવેમ્બર – સફળતા

26 નવેમ્બર – વિવાહ

27 નવેમ્બર – સ્વપ્ન

28 નવેમ્બર –આઝાદી

29 નવેમ્બર – પૌરાણિક

30 નવેમ્બર – વિજ્ઞાન કથા 

 

નિયમો :

·   સ્પર્ધકે ફરજીયાત આપેલી થીમ પર જ લખવાનું રહેશે..

·   તમારી ટીમને જીતાડવા માટે તમે દરેક થીમ પર એક કરતા વધારે રચનાઓ પણ સબમિટ કરી શકો છો.

·   સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે..

·   હાર્ડકોપી, ફોટોકોપી, ઈમેઈલ અથવા સ્પર્ધાની લીંક વગર સબમિટ કરેલી રચનાઓ સ્પર્ધા માટે ધ્યાનમાં લેવામાં આવશે નહિ.

·   સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

·   ભાગ લેતાંજ આપનું ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપની પ્રોફાઈલમાં પ્રમાણપત્ર વિભાગમાં મોકલી આપવામાં આવશે.

 

ઇનામો :

ટીમ માટેના ઇનામ :

વિજેતા ટીમની પસંદગી સંપાદકીય સ્કોર, થીમ આધારિત સબમિટ થયેલી રચનાઓની સંખ્યા, અને લાઈક-કોમેન્ટની સંખ્યાને આધારે કરવામાં આવશે.  

1. વિજેતા ટીમના સભ્યોને નીચે મુજબના ઇનામ મળશે -

·   પુસ્તક ખરીદવા માટે રૂ.150ના મૂલ્યનું સ્ટોરીમિરર શોપ વાઉચર.

·   સ્ટોરીમિરર મારફત પુસ્તક (પેપરબુક) પ્રકાશિત કરાવવા પર 20% ડિસ્કાઉન્ટ.

·   ડીજીટલ વિજેતા પ્રમાણપત્ર

.

2. રનરઅપ ટીમના સભ્યોને નીચે મુજબના ઇનામ મળશે - 

·   પુસ્તક ખરીદવા માટે રૂ.150ના મૂલ્યનું સ્ટોરીમિરર શોપ વાઉચર.

·  સ્ટોરીમિરર મારફત પુસ્તક (પેપરબુક) પ્રકાશિત કરાવવા પર 10% ડિસ્કાઉન્ટ.

·   ડીજીટલ રનરઅપ પ્રમાણપત્ર.

 

સૌથી વધુ સક્રીય ટીમ  - જે ટીમમાંથી સૌથી વધુ સ્પર્ધકો ભાગ લેશે તેમને રૂ.150ના મૂલ્યનું સ્ટોરીમિરર શોપ ડિસ્કાઉન્ટ વાઉચર અને વિશિષ્ટ પ્રમાણપત્ર આપવામાં આવશે..

 

વ્યક્તિગત ઇનામો :

·   દરેક ભાષા અને કેટેગરી માટે, જે સ્પર્ધક મહિનાની તમામ 30 થીમ પર રચનાઓ સબમિટ કરશે તેને સ્ટોરીમિરર દ્વારા એક ફીજીકલ પુસ્તક મફત આપવામાં આવશે. (શરત- દરેક રચનાનો સંપાદકીય સ્કોર ઓછામાં ઓછો 6 હોવો જોઈએ. જો વિજેતા ભારતની બહાર હશે તો તેને ફક્ત ઈ-બુક મળવાપાત્ર રહેશે.)

·   દરેક ભાષા અને કેટેગરી માટે જે સ્પર્ધક મહિનામાં 15 કરતાં વધારે અને 30 કરતા ઓછી થીમ પર રચનાઓ સબમિટ કરશે તેને સ્ટોરીમિરર દ્વારા એક ઈ-પુસ્તક મફત આપવામાં આવશે. (શરત- દરેક રચનાનો સંપાદકીય સ્કોર ઓછામાં ઓછો 6 હોવો જોઈએ)

·   ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે..

 

વિશિષ્ટ ઇનામ :

આવા વિશિષ્ટ વિજેતાઓને ટ્રોફી અને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

·   ટી-30 કપ સ્પર્ધાના શ્રેષ્ઠ લેખક  - કે જેમણે તમામ 30 થીમ પર ઉત્તમ રચનાઓ લખી હશે. આવા વિજેતાને સ્ટોરીમિરરના માધ્યમથી પોતાનું પુસ્તક પ્રકાશિત કરી આપવામાં આવશે.

·   ટી-30 કપ સ્પર્ધાના સૌથી વધુ સુસંગત લેખક – જે સ્પર્ધકે બધી ભાષાઓમાં મળીને સૌથી વધુ રચનાઓ સબમિટ કરી હશે.

 

સાહિત્ય પ્રકાર : વાર્તા, કવિતા

 

ભાષાઓ : અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી.

 

સમયગાળો : 01st નવેમ્બરr 2022 થી 05th ડિસેમ્બર 2022

 

પરિણામ : 25th જાન્યુઆરી 2023

 

સંપર્ક :

 

Email: vishnu@storymirror.com

 

 

Phone number: +91 97231 85603

 

WhatsApp: +91 97231 85603



Trending content