હોળી એ ગુસ્સો છોડીને, પ્રેમ અને ક્ષમાને સ્વીકારવાનો સમય છે. માટે રંગો અને પાણીથી રમો અને આનંદ મેળવો. હોળી એ વસંતના આગમનનો અને બુરાઈ પર ભલાઈના વિજયનો ઉત્સવ છે.
સ્ટોરીમિરર આપ સૌને "શબ્દો સાથે હોળીની ઉજવણી કરો" સ્પર્ધા થકી શબ્દો સાથે હોળીના થનગનાટ અને રંગીન તહેવારની ઉજવણીમાં જોડાવા આમંત્રિત કરે છે. આ લેખન સ્પર્ધા થકી, શબ્દ દ્વારા અમે હોળીનો સાર અને સુંદરતાને ઉજાગર કરવાની આશા રાખીએ છીએ. અમે આપની રચનાઓ વાંચવા અને સૌ સાથે મળી હોળીની ઉજવણી કરવા આતુર છીએ.
અહીં અમે કેટલીક થીમ્સ સૂચવી છે, જેના પર તમે ‘હોળી લેખન સ્પર્ધા’ માટે વાર્તા અથવા કવિતા લખી શકો છો:
· હોળીના રંગો : આ તહેવારના કેન્દ્રમાં રહેલા રંગો ઘણું બધું કહી જાય છે, તે રંગોની સુંદરતાને કલમ થકી ઉજાગર કરી શકો.
· પ્રેમ અને ક્ષમા : સબંધોમાં ક્ષમાની ભાવના અને પ્રેમ થકી સબંધોને પુન:ર્જીવીત કરવાની ક્ષમતા પર લખી શકો.
· પૌરાણિક કથા અને ઈતિહાસ : હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ અને ઈતિહાસને વાર્તા કે કવિતા દ્વારા આપના શબ્દોમાં ઢાળી શકો.
· વ્યક્તિગત ભાવનાઓ : હોળી સાથે સંકળાયેલી તમારા જીવનની ખાટી-મીઠી યાદોને વાર્તા કે કવિતા સ્વરૂપે લખી શકો છો.
નિયમો :
· સ્પર્ધકે માત્ર હોળીની થીમ પર લખવાનું રહેશે.
· સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ. આપ એક કરતા વધારે રચનાઓ લખી શકો છો.
· શબ્દોની કોઈ મર્યાદા નથી.
· ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.
સાહિત્ય પ્રકાર: વાર્તા | કવિતા
ભાષાઓ :
સ્પર્ધક નીચેમાંથી કોઈ એક અથવા એક કરતા વધારે ભાષાઓમાં લખી શકે છે : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી.
ઈનામ:
· શ્રેષ્ઠ 10 રચનાઓને સ્ટોરીમિરર તરફથી રૂ. 149/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.
· ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.
સમયગાળો - માર્ચ 07, 2023, થી એપ્રિલ 05, 2023
પરિણામ : મેં 05, 20223
સંપર્ક :
ઈમેઈલ : neha@storymirror.com
ફોન નંબર: +91 9372458287 / 022-49243888