સ્ટોરીમિરરના ‘બોસ’ હાઉસમાં આપનું સ્વાગત છે :
સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે, એક નવીન સર્જાનાત્મક લેખન સ્પર્ધા – ‘એસ.એમ. બોસ’
સમજુતી :
નિયમ મુજબ એસ.એમ.બોસ હાઉસમાં (સ્પર્ધામાં) પ્રવેશ લેવા માટે તમારે ઓછામાં ઓછી એક રચના સબમિટ કરી શરુ કરવાનું રહેશે. સમય સમય પર તમને અલગ અલગ ટાસ્ક આપવામાં આવશે. તમારે એ ટાસ્ક સુચના મુજબ પુરા કરવાના રહેશે, નહીતર તમે સ્પર્ધામાંથી બહાર થઇ જશો.. તમારા ટાસ્ક અહી મુકવામાં આવશે.
ટાસ્ક - 1:
વાર્તા વિભાગ માટે -
એક એવી પ્રેમકથા લખો જ્યાં બે પાત્રો એક રીયાલીટી શોમાં જીતવા માટે પરસ્પર પ્રેમનું નાટક કરતાં હોય.
કવિતા વિભાગ માટે -
બે વૃદ્ધ પાત્રો વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિ કરતી કવિતા 90 થી 150 શબ્દોમાં લાખો.
ટાસ્ક : 2
વાર્તા વિભાગ માટે -
'એલિયન દ્વારા પૃથ્વીની મુલાકાત લેવામાં આવે છે' આ વિષય પર કાલ્પનિક વાર્તા લખો.
કવિતા વિભાગ માટે -
એક સોનેટ કાવ્ય લખો
(સોનેટ એ 14 પંક્તિઓમાં લખવામાં આવતો એક પદ્ય પ્રકાર છે. જેમાં મુખ્યવિષય મોટે ભાગ પ્રેમ હોય છે)
ટાસ્ક - 3
વાર્તા કેટેગરી માટે -
‘કોઈ કારણસર એક વરસ સુધી એક જ રૂમમાં પુરાઈ રહેવાનું થાય ત્યારે અનુભવાતી લાગણી’ આ બાબત પર એક કાલ્પનિક વાર્તા લખો
કવિતા વર્ગ માટે -
એક ગઝલ લખો
“ગઝલ એ એક વિદેશી સાહિત્ય પ્રકાર છે. ગઝલ એ અરબી અને ફારસી ભાષા પરથી ગુજરાતીમાં ઉતારી આવી છે. જેમાં મુખ્ય વિષય પ્રેમ, વિરહ, પ્રેમભક્તિ હોય છે. તેના મુખ બે પ્રકાર પડે છે
(૧) ઇશ્કેહકીકી* = ઈશ્વર તરફનો પ્રેમ
(૨) ઇશ્કેમિજાજી* = પ્રિયતમ તરફનો પ્રેમ
તેની પ્રત્યેક પંક્તિ શેર કહેવાય. ગઝલનો પહેલો શેર "મત્લા" કહેવાય. જયારે ગઝલનો છેલ્લો શેર "મક્તા" કહેવાય.”
ટાસ્ક - 4
વાર્તા વિભાગ માટે :
એક એવી રહસ્યમય વાર્તા લખો, જ્યાં જાસૂસને છેલ્લી ઘડીએ અનુભવ થાય કે, આજ સુધી એમણે રાખેલી શંકા ખોટી હતી.
કવિતા વિભાગ માટે :
એક આખ્યાન કાવ્ય લખો
આખ્યાન કાવ્ય : પદ્ય દ્વારા કહેવામાં આવતી વાર્તા અટેલે આખ્યાન કાવ્ય.
દા.ત. - 'નળાખ્યાન'
ટાસ્ક - 5
વાર્તા માટે -
કિશોરાવસ્થાથી એક બીજા સાથે પ્રેમમાં હોય તેવા એક વૃદ્ધ પ્રેમી જોડાની વાર્તા લાખો.
કવિતા માટે -
એક અછંદાસ કાવ્ય લખો, પણ એમાં લય અને પ્રાસ જાળવી રાખો
ટાસ્ક 6
વાર્તા માટે :
એક એવા પાત્ર પર વાર્તા લખો જેના આ ધરતી પર અનેક જન્મ થયાં છે, તેને પોતાના બધા જન્મ યાદ છે. પણ બીજું કોઈ એના વિશે જાણતું નથી.
કવિતા માટે :
ઓછામાં ઓછી દસ લાઈનમાં એક વ્યંગ કાવ્ય લખો
નિયમો :
· સ્પર્ધકે તેમને આપવામાં આવેલા ટાસ્ક મુજબ જ રચના સબમિટ કરવાની રહેશે.
· વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોર અને સ્પર્ધક દ્વારા પુરા કરવામાં આવેલા ટાસ્કને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.
· સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ..ટાસ્કના અનુસંધાનમાં આપ ચાહો એટલી રચનાઓ સબમિટ કરી શકો છો.
· તમારી દરેક રચનામાં # smboss હેસટેગનો ઉપયોગ કરો.
વિભાગ :
વાર્તા
કવિતા
ભાષા : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બેન્ગાલી, ઓડિયા, મરાઠી, તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ (સ્પર્ધક એક કરતાં વધારે ભાષામાં ભાગ લઇ શકશે.)
ઇનામ :
· પોતાને મળેલ દરેક ટાસ્ક પુરા કરનાર સ્પર્ધકને એસ.એમ. તરફથી 150/- વાઉચર આપવામાં આવશે.
· વિજેતા સ્પર્ધકોને વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.
· દરેક ભાષા અને કેટેગરીમાં શ્રેષ્ઠ 50 રચનાઓની ઈ-બુક બનાવવામાં આવશે.
સમયગાળો : એપ્રિલ 02, 2021 થી મે 01, 2021
પરિણામની તારીખ : 31 મે 2021
સંપર્ક :
વિષ્ણુ દેસાઈ
Email: Vishnu@storymirror.com
Phone number: +91 9723185603