Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Bhagavad Gita Story Contest

SEE WINNERS

Share with friends

શ્રીમદભગવદ્ગીતા - સરલ હિન્દી પદ્ય" એ ભગવદ ગીતાના સંસ્કૃત શ્લોકોનો હિન્દી શ્લોકોમાં એક સરળ અનુવાદનું પુસ્તક છે, જેને ઘણીવાર ગીતા તરીકે ઓળખવામાં આવે છે. આ વરિષ્ઠ સાહિત્યકાર શ્રી સુભાષચંદ્ર સૈની દ્વારા ગીતાને વધુને વધુ વાચકો માટે સરળ અને સમજી શકાય તેવો બનાવવાનો ભગીરથ પ્રયાસ છે. 

ગીતા એ ભગવાન શ્રીકૃષ્ણએ તેમના શિષ્ય અર્જુનને આપેલા ઉપદેશોનો સંગ્રહ છે. ગીતામાં સમાયેલ ફિલસૂફીનો સાર આંતરિક અનુભૂતિઓ સાથે છે. ગીતા આપણને આપણા જીવનના સાચા લક્ષ્યને શોધવા અને તેને પામવા માટે પવિત્રતા, શક્તિ, પ્રામાણિકતા, શિસ્ત, દયા અને અખંડિતતા સાથે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.

 સ્ટોરીમિરર આપ સૌને "ભગવદ ગીતા વાર્તા લેખનસ્પર્ધા"નો ભાગ બનવા આમંત્રણ આપે છે. એ માટે આપ સૌએ "શ્રીમદભગવદ્ગીતા - સરલ હિન્દી પદ્ય" પુસ્તક વાંચવાનું છે, જે  https://amzn.eu/d/hlpBjPJ પર ઉપલબ્ધ છે અને અને ગીતાએ એક વાર્તાના રૂપમાં તમારા જીવનને કેવી રીતે પરિવર્તિત કર્યું છે ! તે વાર્તા સ્વરૂપ લખી મોકલવાનું છે. 

ગીતાએ તમારું જીવન કેવી રીતે બદલ્યું તે અંગે તમારા મંતવ્યો અને અનુભવો અન્ય સાથે શેર કરવાની આ તમારા માટે એક ઉત્તમ તક છે, જે અન્ય લોકોને ગીતા વાંચીને તેમના જીવનમાં ઉતારવાની પ્રેરણા આપશે.

કેવી રીતે ભાગ લેશો ?

·   "શ્રીમદભગવદ્ગીતા - સરલ હિન્દી પદ્ય" પુસ્તક વાંચો જે https://amzn.eu/d/hlpBjPJ પર ઉપલબ્ધ છે. જે ગીતાના સંસ્કૃત શ્લોકોનો સરળ હિન્દી અનુવાદ છે.

·   ગીતાએ વાર્તાના રૂપમાં તમારા જીવનને કેવી રીતે પરિવર્તિત કર્યું છે તે વાર્તા સ્વરૂપ લખી સ્ટોરીમિરર પર સબમિટ કરો.


સ્પર્ધાના ઈનામો :

શ્રેષ્ઠ રચનાઓને ઇનામ આપવામાં આવશે. વિજેતાઓની પસંદગી સ્ટોરીમિરરના નિર્ણાયકો દ્વારા કરવામાં આવશે. જે અંતિમ અને સૌને બંધનકર્તા રહેશે.

ઈનામો આ મુજબ છે

·   પ્રથમ ઇનામ : રૂપિયા 2100/- + સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર

·   બીજું ઇનામ : રૂપિયા 1100/- + સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર

·   ત્રીજું ઇનામ : રૂપિયા 501/- + સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર

·   પાંચમું ઇનામ : રૂપિયા 201/- + સ્ટોરીમિરર તરફથી પ્રમાણપત્ર (તે પછીના 5 વિજેતાઓને)

·   ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર.

તો, જલ્દી કરો. કરો, તમારા હૃદય, આત્મા અને કલ્પનાને સૌથી ઉત્તમ વાર્તા લખવા માટે લગાવી દો અને રોકડ ઈનામો જીતો !

ભાષાઓ : સ્પર્ધક નીચેનામાંથી કોઈ એક અથવા એક કરતાં વધારે ભાષાઓમાં ભાગ લઇ શકશે – અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી.

સ્પર્ધા આરંભ : 27 જાન્યુઆરી2023

સ્પર્ધા સમાપ્ત : 27 એપ્રિલ 2023

સાહિત્ય પ્રકાર : વાર્તા

પરિણામ : 31 મે 2023

નોંધ : સ્પર્ધામાં ભાગ લેવા માટે વાદળી બટન પર ક્લિક કરો.